Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Rahul Makwana

Drama Tragedy Thriller


4  

Rahul Makwana

Drama Tragedy Thriller


રોડ એક્સિડન્ટ

રોડ એક્સિડન્ટ

9 mins 150 9 mins 150

સ્થળ : સીટી હોસ્પિટલ.

સમય : સવારનાં 11 કલાક.

 આપણાં દેશમાં હોસ્પિટલોને મંદિરનું અને ડોક્ટરોને ભગવાનનું બિરુદ આપવામાં આવે છે, હોસ્પિટલમાં સવારની શિફ્ટવાળા તમામ કર્મચારીઓ પોતાની ફરજ પર આવી ગયાં હતાં, અને સૌ કોઈ જીવન અને મૃત્યુ વચ્ચે ઝોકા ખાઈ રહેલાં દર્દીઓને ઉગારવામાં પોત - પોતાનો રોલ ભજવી રહ્યાં હતાં.

  આ બાજુ ઓપથલ્મોલોજીસ્ટ ડોકટર કેયુર વ્યાસ પોતાની મેડિકલ ટીમ સાથે ઓપથાલમિક વોર્ડમાં મોર્નિંગ રાઉન્ડ લઈ રહ્યાં હતાં, અને રાઉન્ડના અંતે તેઓ મૌલિકનાં પલંગ પાસે ગયાં, અને પોતાની સાથે રહેલ આસિસ્ટન્ટ ડોક્ટરને મૌલિકની બંને આંખો પર રહેલ પાટ્ટોદૂર કરવા માટે જણાવ્યું.

"મૌલિક ! અમે ગઈકાલે તારી આંખનું સફળતાપૂર્વક ઓપરેશન કરેલ છે, હાલ અત્યાર સુધી તારી જે અંધકારમય અને બેરંગીન દુનિયા હતી, તે હવે રંગબેરંગી થઈ જશે..હું તને જેમ કહું તેમ તું કરજે…!" - ડૉ. કેયુર મૌલિકની સામે જોઈને મોટા અવાજે બોલ્યાં.

"જી ! સાહેબ…!" - મૌલિક હળવા અવાજે બોલ્યો.

"જો ! મૌલિક...અમે હાલ તારી આંખો પર રહેલ પાટ્ટો ધીમે - ધીમે દૂર કરી રહ્યાં છીએ...તારે હું કહું પછી જ હળવેકથી આંખો ખોલવાની છે...ભૂલથી પણ ઝટકાભેર આંખો ખોલીશ નહીં..!" - ડૉ.કેયુર ફરી સૂચના આપતાં બોલ્યાં.

"ઓકે…! સાહેબ..!" - મૌલિક પોતાનું માથું ધુણાવતાં બોલ્યો.

  ત્યારબાદ મૌલિકની આંખો પરથી પાટ્ટો દૂર કરવામાં આવ્યો, અને મૌલિક ડૉ. કેયુરની સૂચના મળ્યાં બાદ ધીમે - ધીમે હળવેકથી પોતાની બનેવ આંખો ખોલી..આંખો ખોલતાની સાથે જાણે એકાએક મૌલિકની દુનિયા જ બદલાય ગઈ હોય તેવું લાગી રહ્યું હતું..અચાનક જ જાણે મૌલિકની બેરંગીન દુનિયા રંગબેરંગી બની ગઈ હોય તેવું મૌલિક અનુભવી રહ્યો હતો, મૌલિક એટલી હદે ખુશ થઈ ગયો કે તેને નાચવાનું મન થઈ રહ્યું હતું, તેનાં પુરેપુરા શરીરમાં આનંદની લહેરો ફરી ઊઠી, જાણે તેનાં શરીરમાં એક અલગ જ પ્રકારની નવી ઊર્જાનો સંચય થઈ ગયો હોય તેવું મૌલિકની લાગી રહ્યું હતું..આથી મૌલિક પોતાનાં બે હાથ જોડીને ડૉ. કેયુર અને તેમની સમગ્ર ટીમનો સહૃદય આભાર વ્યક્ત કર્યો.

"પણ ! સાહેબ ! મારા માટે કોણે આઈ ડોનેટ કરી…?" - મૌલિકે અચરજ સાથે પૂછ્યું.

"જી ! અમારી હોસ્પિટલે એક આઈ ડોનર આવેલ હતાં, તમણે અમને કહ્યું કે હું મારી સ્વેચ્છાએ આઈ ડોનેટ કરવાં માંગુ છું..અને સદનસીબે એ ડોનરની આઈ તમારા બોડી સાથે સફળતાપૂર્વક ક્રોસમેચ થઈ ગઈ…!" - ડૉ. તેજસ વધુ માહિતી જણાવતાં બોલે છે.

"ઓકે ! સાહેબ ! તમારો અને તમારી ટીમનો ખુબ ખુબ આભાર..!" - મૌલિક ડૉ. કેયુર અને મેડિકલ ટીમ સામે બે હાથ જોડતાં બોલે છે.

  ત્યારબાદ મૌલિકને ત્રણ દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી...અને મૌલિક રાજીખુશીથી પોતાનાં ઘરે ગયો..ધીમે - ધીમે દિવસો, અઠવાડિયા, મહિનાઓ વીતવા લાગ્યાં, મૌલિક હવે પોતાની નવી દુનિયાનાં જાણે તમામ રંગોથી રંગાઈ ગયો હોય તેવું લાગી રહ્યું હતું...મૌલિક પોતાની કોલેજ પણ ફરીથી જોઈન કરી લીધી !

એક વર્ષ પહેલાં..

સ્થળ : વાઘાવાડી રોડ ભાવનગર

સમય : સાંજના 6 કલાક.

મૌલિક કોલેજનાં બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો, મિત્રો સાથે ચા પીવા અને વાતોએ વળગી જવાને લીધે આજે તેને કોલેજથી પોતાનાં ઘરે જવામાં થોડું મોડું થઈ ગયું હતું..આથી મૌલિક પૂર ઝડપે પોતાની બાઈક પોતાનાં ઘર તરફ ચાલવી રહ્યો હતો..એવામાં રસ્તામાં એક યુવતી એક્ટિવા ચલાવી રહી હતી..એકાએક તે યુવતી એકટીવા પરનો કંટ્રોલ ગુમાવી બેસી...આથી પૂરઝડપે આવી રહેલાં મૌલિકે તે યુવતીને ઠોકર ના લાગે તે માટે પોતાની બાઈકમાં એકાએક ઝડપથી બ્રેક લગાવી..મૌલિકની બાઈકમાં ડિસ્કબ્રેક હોવાને લીધે મૌલિકની બાઈક જાણે એકાએક ખીલો થઈ ગઈ...પરંતુ 70 - 80 કી. મી. ની ઝડપે ચાલતી બાઈકમાં એકાએક જોરદાર બ્રેક લાગવાને લીધે મૌલિક ઉછળીને રોડનાં કિનારા તરફ આવેલ વૃક્ષ સાથે અથડાયો અને ત્યાં જ બેભાન થઈ ગયો..જોત - જોતામાં ત્યાં લોકોનાં ટોળે - ટોળા વળી ગયાં, અને મૌલિકને ઓમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

  પાંચેક મહિનામાં મૌલિક સાજો તો થઈ ગયો, પરંતુ આવા ગંભીર અકસ્માતને લીધે મૌલિકે કાયમિક માટે પોતાની આંખોનું તેજ ગુમાવી દીધું..અને અંધ બની ગયો.


સ્થળ : મૌલિકની કોલેજ નજીક આવેલ પાર્ક.

સમય : સાંજના 5 કલાક.

  મૌલિકને આજે કોલેજમાં છેલ્લો લેક્ચર ફ્રી (પ્રૉક્સી) હોવાથી મૌલિક કોલેજની નજીક આવેલ બગીચામાં લટાર મારી રહ્યો હતો, લગભગ અડધી કલાક લટાર માર્યા બાદ મૌલિક પોતાની કોલેજ પર પરત ફરવાં માટે બગીચામાંથી બહાર નીકળે છે..બગીચાની બહાર નીકળતાની સાથે મૌલિકની નજર બગીચાની બહાર રહેલાં બાંકડા પર પડે છે.

  બગીચાની બહાર રહેલ બાંકડા પર તેનાથી એકાદ વર્ષ નાની સુંદર યુવતી બાંકડા પર બેસેલ હતી, આથી મૌલિક તે યુવતીને જોઈને જાણે ફર્સ્ટ સાઈટ લવ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું હતું, તે યુવતીએ બ્લેક રંગનું ટીશર્ટ અને દુધિયા રંગનું જીન્સ પહેરેલ હતું..તેનાં ખુલ્લા, લાંબા, ચમકીલા અને ઘટાદાર વાળ જાણે હવા સાથે વાતો-ચીતો કરી રહ્યાં હોય તેમ હવામાં મુક્તમને ઊડી રહ્યાં હતાં, તે યુવતીનાં ગુલાબની પાંખડીઓ જેવાં નાના અને રસદાર હોઠ મૌલિકનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યાં હતાં..તે યુવતીનાં ભરાવદાર ગાલ તેની ચહેરાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યાં હતાં, તે યુવતીએ પહેરેલ બ્લેક રંગના ગોગલ્સ તેનાં વ્યક્તિત્વને વધુ મોભાદાર બનાવી રહ્યાં હતાં...આમ મૌલિક તે યુવતીને જોઈને જાણે તેનાં પ્રેમમાં ડૂબી ગયો હોય તેવું અનુભવી રહ્યો હતો, મૌલિક હાલ જે યુવતીને મનોમન પસંદ કરી રહ્યો હતો, તે યુવતીમાં કંઈક એવી બાબત હતી કે જે આ યુવતીને બાકી બધી યુવતીઓથી અલગ પાડી રહી હતી, બાકી તો તેની કોલેજમાં ઘણીબધી યુવતીઓ અભ્યાસ કરી રહી હતી...પરંતુ મૌલિકે ક્યારેય આવી અનુભૂતિ કરેલ હતી જ નહીં..હાલ તે યુવતીને જોઈને મૌલિકનું હૃદય ખુબ જ જોર - જોરથી ધબકવા માંડ્યું..હાલમાં મૌલિક પોતાનાં હૃદયનાં ધબકારા સ્પષ્ટપણે સાંભળી રહ્યો હતો.

  મૌલિકે તે યુવતી પાસે જવું કે નહીં…? જઈશ તો હું શું વાત કરીશ..? શું તે યુવતી મારી સાથે વાત કરશે કે નહીં…? શું હું તે યુવતીની સાથે વાત કરીશ તો તેને ખરાબ તો નહીં લાગશે ને…? શું એ યુવતી સાથે હું વાત કરીશ તો તે મારી ગલીઓના આવારા છોકરાઓમાં મારી ગણતરી નહીં કરશે ને…? - મૌલિક તો તે યુવતીની નજીક જવાં ઈચ્છતો જ હતો..પરંતુ તેનાં મનમાં ઉદભવે અનેક પ્રશ્નો મૌલિકને પેલી યુવતીની નજીક જતાં રોકી રહ્યાં હતાં.

 ઘણી મિનિટો સુધી વિચાર કર્યા બાદ અંતે મૌલિકનાં મનમાં "જે થશે એ જોયું જશે…!" એવો વિચાર આવતાં મૌલિક તે યુવતીની નજદીક ગયો, અને બોલ્યો.

"એક્સ્ક્યુઝમી ! શું હું બાંકડા પર તમારી બાજુમાં બેસી શકું છું કે પછી કોઈ આવી રહ્યું છે..?" - મૌલિકે હિંમત કરતાં - કરતાં પૂછ્યું.

"જી ! સ્યોર…! તમે બાંકડા પર મારી બાજુમાં બેસી શકો છો..! મને કોઈ જ વાંધો નથી..! બાકી તો લોકો અમારી જેવાં લાચારની બાજુમાં પણ બેસવાનું પસંદ નથી કરતાં...!" - બાંકડા પર પોતાની બાજુમાં બેસવાની પરવાનગી આપતાં પેલી યુવતી બોલી.

"અમારી જેવાં લાચાર..એટલે..?" - મૌલિકે આશ્ચર્ય સાથે પેલી યુવતીને પૂછયું.

"જી ! અમારી જેવાં લાચાર એટલે ફિઝીકલી હેનડીકેપ કે જેને આપણાં સમાજમાં માત્રને માત્ર તિરસ્કાર જ મળે છે..!" - પેલી યુવતી મૌલિકનાં પ્રશ્નનો ઉત્તર આપતાં બોલે છે.

"ફિઝીકલી હેનડીકેપ મિન્સ વોટ..?" - મૌલિક જાણે એકપછી સસ્પેન્સ જાણી રહ્યો હોય તેવી રીતે પૂછે છે.

"આઈ એમ વિઝ્યુઅલી ઈમપેર્ડ એટલે કે હું અંધ છું હું મારી આંખે જોઈ શકતી નથી...!" - પેલી યુવતી પોતાનાં ગોગલ્સ ઉતારતાં - ઉતારતાં બોલે છે.

"ઓહ ! આઈ એમ સોરી..! મે તમને જાણતાં કે અજાણતાં હર્ટ કર્યા..!" - મૌલિક માફી માંગતા બોલ્યો.

"જી ! નહીં..પરંતુ તમે મારી સાથે વાત કરી એ જ મારા માટે મહત્વનું છે..કારણ કે હું અહી બે કલાકથી બેસેલ છું પણ કોઈ મારી સાથે વાત કરવાં તૈયાર નહીં થતું..મને ગીતો ગાવાનો અને સંગીત સાંભળવાનો ખુબ જ શોખ છે પરંતુ કોઈ મારા ગીતો સાંભળવા તૈયાર નહીં થતું...એ લોકોને એવું લાગી રહ્યું છે કે હું તેઓને ગીતો સંભળાવીને ચેરીટીના નામે તેમની પાસેથી મોટી રકમ દાન સ્વરૂપે પડાવી લઈશ...!" - તે યુવતીએ લાચારી ભર્યા અવાજે મૌલિકને કહ્યું.

"ઓકે ! ધેન ડોન્ટ વરી..આઈ એમ રેડી ટુ લિસન યોર સોંગ…!" - મૌલિક પોતાની તૈયારી દર્શવાતાં બોલ્યો.

"ઓકે..થેન્ક યુ સો મચ..મને ગીતો ગાવાની સાથે ગિટાર પણ વગાડવાની આદત છે..પરંતુ હાલ ગિટાર નહીં મારી પાસે...જો તમેં તમારો હાથ મારા હાથમાં આપશો તો હું તમારા હાથને ગિટાર સમજીને ગીતો ગાઈશ...!" - પેલી યુવતી મૌલિકને વિનંતી સાથે પૂછે છે.

"યસ ! વ્હાય નોટ..!" - મૌલિક પોતાનો હાથ તે યુવતીનાં હાથમાં આપતાં બોલે છે.

"ઓકે ! તો હું ગીતો ગાવાનું શરૂ કરું..?" - પેલી યુવતી મૌલિકની પરમિશન મેળવવા માટે પૂછે છે.

"યસ ! રેડી...વન..ટુ..એન્ડ…થ્રી..!" - મૌલિક ચપટી વગાડતા બોલે છે.

"હમમમ..

 તું મેરી જિંદગી હે..તું મેરી હર ખુશી હે,

 તું હી પ્યાર, તું હી ચાહત, તુ હી આશિકી હે,

 તું મેરી જિંદગી હે..તું મેરી હર ખુશી હે..!" 

 આ ગીત સાંભળતાની સાથે જ જાણે મૌલિકની નજરો સમક્ષ થોડા વર્ષો અગાવનો પોતાનો ભૂતકાળ ખડો થઈ ગયો, મૌલિક બારમાં ધોરણમાં ભણતો હતો, ત્યારે એક યુવતીને તે સાચા દિલથી પ્રેમ કરતો હતો,જેનું નામ નિત્યા હતું, નિત્યાને પણ આ યુવતીની માફક ગીતો ગાવાનો અને સંગીત સાંભળવાનો ખૂબ જ શોખ હતો, નિત્યા અવારનવાર મૌલિકનાં હાથને ગિટાર સમજીને ગીતો લલકારતી હતી, પેલી યુવતીનાં એક સ્પર્શથી જાણે મૌલિકનાં શરીરમાં એક અલગ જ પ્રકારની ચેતાનોઓ દોડી રહી હોય તેવું લાગી રહ્યું હતું..આ અનુભવ્યા બાદ મૌલિકની આંખો નવાઈ, આશ્ચર્ય અને વિસ્મયતાને લીધે પહોળી થઈ ગઈ, જેમ ચોમાસામાં ઘનઘોર વાદળો વચ્ચે જોરદાર ધમાકા સાથે તેજસ્વી વીજળીઓના ગળગળાટ થાય તેવી રીતે હાલ મૌલિકનાં હૃદયમાં વીજળીઓ ઝબકી રહી હોય તેવું લાગી રહ્યું હતું...નિત્યાથી અલગ થયાંનાં બે વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયેલ હોવાથી મૌલિક માટે નિત્યાને ઓળખવી થોડુંક મુશ્કેલ ભર્યું હતું..પરંતુ પેલી યુવતીની આ હરક્તથી મૌલિકને ખ્યાલ આવી ગયો કે તે હાલ જે યુવતીની બાજુમાં બેસેલ છે તે યુવતી બીજું કોઈ નહીં પરંતુ પોતે જેને સાચા હૃદયે પ્રેમ કરે છે..એ જ એટલે કે નિત્યા પોતે જ છે.

"નિ..ત્યા..!" - આંખોમાં આંસુ સાથે રડતાં અવાજે મૌલિક નિત્યાને અધવચ્ચે જ અટકાવતાં બોલી ઉઠ્યો.

"યસ..! બટ તમે…?" - નિત્યાએ અચરજ ભરેલાં અવાજે પૂછ્યું.

"જી..હું...હું..મૌલિક..!" - આટલું બોલી મૌલિકે નિત્યાને આ સ્વાર્થી અને મતલબી દુનિયાની પરવા કર્યા વગર જ પોતાની બહોપાશમાં ભરી લીધી..અને કપાળનાં ભાગે પ્રેમપૂર્વક એક ચુંબન કર્યું..જાણે વર્ષોથી પોતાનાં ઉદગમસ્થાનેથી નીકળેલ નદી આજે દરિયાને મળી હોય તેવું દ્રશ્ય લાગી રહ્યું હતું, આ બધું અનુભવ્યા બાદ નિત્યાને જેની ખાસ જરૂર હતી તે હૂંફ, પ્રેમ, માન, આદર વગેરે જાણે એકસાથે જ મળી ગયું હોય તેવું લાગી રહ્યું હતું..ભલે નિત્યા આંખો વડે હાલ કંઈ જોઈ શકતી ના હોય પરંતુ હાલ જે પરિસ્થિતિ ઉદ્દભવેલ હતી તે આખેઆખી પરિસ્થિતિ નિત્યા પોતાનાં મનની આંખોથી જોઈ અને અનુભવી રહી હોય તેવું નિત્યાને લાગી રહ્યું હતું...ત્યારબાદ તે બને ઘણી મિનિટો સુધી એકબીજાને હગ કરીને કંઈપણ બોલ્યાં વગર માત્ર રડતાં જ રહ્યાં.

"પણ..નિત્યા..તારી..આવી હાલત..?" - મૌલિકે સ્વસ્થ થતાં - થતાં અચરજ ભરેલાં અવાજે નિત્યાને પૂછ્યું.

"જી..આજથી થોડાક મહિના પહેલાં હું મારી એક્ટિવાં લઈને મારા ઘરે જઈ રહી હતી...એવામાં એકાએક મારી એક્ટિવામાં પંક્ચર પડવાથી મેં એક્ટિવા પરનો મારો કંટ્રોલ ગુમાવી દીધો..બરાબર આ જ સમયે મારી પાછળથી એક બાઈક પૂર ઝડપે આવી રહી હતી, તે બાઈકની મારી એક્ટિવ સાથે ટક્કર ના થાય એટલે એ બાઈક ચાલકે એકાએક પોતાની બાઈકમાં જોરદાર બ્રેક લગાવી..જેથી તે ફંગોળાઈને વૃક્ષ સાથે અથડાઈ ગયો..પછી તેને એમ્બ્યુલન્સ દ્વારા ઓમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો...અને તેનાં થોડા સમય બાદ મને ખ્યાલ આવ્યો કે તે બાઈક ચાલક રિકવર થઈ ગયો છે પણ તે પોતાની બંને આંખો ગુમાવી બેઠો છે..આ બધું મારે લીધે જ થયું હોવાથી મેં મારી આંખો તેનાં માટે ડોનેટ કરવાનો નિર્ણય કર્યો અને જ્યારે પેલાં બાઈક ચાલકને સીટી આઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, એ જ દિવસે મેં મારી આંખો તેના માટે ડોનેટ કરી દીધી...!" - નિત્યા પોતાની આપવીતી જણાવતાં બોલે છે.

"નિત્યા એ બાઈકચાલક બીજું કોઈ નહીં પરંતુ હું જ એટલે કે તારો મૌલિક જ હતો..!" - મૌલિક સ્પષ્ટતા કરતાં બોલે છે.

"હા ! હું એ બાબતથી ખૂબ જ સારી રીતે પરિચિત છું...આથી જ મેં તને જ્યારે સીટી આઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો એટલે તરત જ મેં તને મારી આંખો ડોનેટ કરવાનો નિર્ણય કરી લીધેલ હતો..ભલે હું નાં જોઈ શકુ પરંતુ હવે હું તારા દ્વારા જ આ આખી દુનિયા જોઈ શકીશ..!" - નિત્યા રહસ્ય જણાવતાં બોલે છે.

"તો ! એનો અર્થ એવો કે મારા શરીરમાં જે આઈ ટ્રાન્સપ્લાન્ટ કરેલ છે...એ આંખો બીજા કોઈની નહીં પરંતુ તારી જ છે એવું ને...?" - મૌલિક ખાતરી કરતાં - કરતાં પૂછે છે.

"હા !" - નિત્યા ટૂંકમાં જવાબ આપતાં બોલે છે.

  હવે મૌલિકને એ બાબત એકદમ સ્પષ્ટપણે સમજાય ગઈ હતી કે હાલ જો તેની બ્લેક એન્ડ વ્હાઈટ દુનિયા જો રંગીન બનેલ છે, તો તેનો બધો જ શ્રેય કે યશ નિત્યાને ભાગે જ જાય છે..નિત્યાનો પોતાની પ્રત્યેનો આટલો અનહદ પ્રેમ જોઈને મૌલિક ઉપર જોઈને ભગવાનને મનોમન પ્રાર્થના કરી...કે 

"હે ! ઈશ્વર ! મને દરેક જન્મમાં નિત્યાનો જ પ્રેમ આપજે, જેણે એકવાર પણ ખચકાયા વગર જ પોતાનાં પ્રેમીની બ્લેક એન્ડ વ્હાઈટ જિંદગીને રંગબેરંગી બનાવવા માટે પોતાની આંખો ડોનેટ કરી દીધી.

ત્યારબાદ નિત્યા અને મૌલિક ફરી પાછા પોતાની લાઈફમાં વ્યસ્ત બની ગયાં, અને રાજીખુશીથી રહેવાં લાગ્યાં, થોડાક જ મહિનામાં તેમના ધામધૂમથી લગ્ન પણ થઈ ગયાં.

મિત્રો, નિત્યા અને મૌલિકનાં પ્રેમએ એક બાબત સ્પષ્ટ કરી દીધેલ હતી કે જો તમારો પ્રેમ સાચો હોય, તો તમને તમારો એ સાચો પ્રેમ મળીને જ રહે છે..પછી ભલે તમે તમારી આંખો વડે જોઈ શકતા હોય કે ના જોઈ શકતા હોવ..અને પ્રેમમાં આપેલ બલિદાન ક્યારેય નિષ્ફળ જતું નથી પરંતુ તે બલિદાન અરસપરસ પ્રેમ, લાગણી, અને સંબંધને વધુ મજબૂત બનાવે છે..માટે કહેવામાં આવે છે કે...

"જેને ચાહો છો, એને મેળવી નથી શકતાં,

 જે મળે છે, એને ચાહી નથી શકતાં,

 જો આ દરમ્યાન કોઈ પ્રેમ નામનું તત્વ

 તમને મળે તો ઉપરવાળાનો સાચા હૃદયે

 ખૂબ ખૂબ આભાર માનજો……!"


Rate this content
Log in

More gujarati story from Rahul Makwana

Similar gujarati story from Drama