Jagruti Pandya

Thriller

4.7  

Jagruti Pandya

Thriller

રોબિનના વાળ

રોબિનના વાળ

3 mins
133


રોબિન, જો બેટા, કાલે રવિવાર છે. તારા વાળ ખૂબ જ વધી ગયા છે તો કાલે વાળ કપાવી આવજે. "

રોબિને ફક્ત ડોકુ જ ધુણાવી ને હકારાત્મક સંમતિ દર્શાવી.

સોમવારે રોબિન એવો ને એવો જ આવ્યો. મનોમન ગુસ્સા સાથે ચીઢ પણ ચઢી. અને ધીરે રહી ને બધું કામ પતાવી રોબિન પાસે ગઈ. હુ રોબિનને કાંઈ પૂછુ તે પહેલા જ રોબિનના મિત્રોએ મને જણાવી દીધું કે રોબિનની મમ્મી તેને વાળ કપાવવા માટે રૂપિયા નથી આપતી. તો મેં પૂછ્યું" પપ્પા? " તો બાળકોએ જણાવ્યું કે તેના પપ્પા તો આખો દિવસ દારુ પી ને પડી રહે છે. કાંઈ કામધંધો નથી કરતા.  

 વાત જાણી ને રોબિનના ચોટી વળાય એ રીતે વધેલા વાળ પર પ્રેમથી માથે હાથ ફેરવી, " ઓ. કે. " કહી. બાળકોને " ચાલો ગણિત ભણીએ " નું ફરમાન કર્યુ.

"હવે આનો રસ્તો શું?" આ જ વિચારો એ એકવાર હરિજન વાસ ની મુલાકાત અવશ્ય લેવી પડશે તેવુ મનોમન નક્કી કર્યુ.

આ વાત ને થોડાક જ દિવસો થયા ને એચ.એમ.પટેલ ઇસ્ટિટ્યૂટમાંથી બીએડના પાઠ ગોઠવાયા ને રોજના બે પીરીયડ અમને ફ્રી મળ્યા. આ તક લઈ ને અમે બે બહેનો, હરિજનવાસ, તડપદાવાસ ને આસપાસ ની ઝૂંપડપટ્ટી વિસ્તારની મુલાકાતે ગયા.

 આવો વિસ્તાર મેં પહેલી વાર જોયો. ખૂબ જ દયનીય સ્થિતિ. આવા વિસ્તારમાંથી બાળકો શાળાએ નિયમિત આવે છે , તે જ નવાઈ ની વાત છે.

 શ્રી રાજેશભાઈ પરમાર, આ. ન. શિ. સ. સંચાલિત શાળા નં. 30 ના આચાર્ય શ્રી ના અથાક પરિશ્રમનુંં આ ફળ છે કે જેનાથી આવા વિસ્તારના બાળકો નિયમિત આવે છે.

રોબિનના ઘરે ગયા. ધરની આસપાસ નર્કાગાર. ગંદકી જ ગંદકી. રોબિનને બૂમ પાડી. 5 મિનિટ પછી તેની મમ્મી એ કાચી ઝૂંપડી નો લાકડીઓના નાના મોટા ટુકડાઓ એકઠા કરીને બનાવેલ દરવાજો ખોલ્યો. દરવાજો ખૂલતાં ઘરમાંની ગંદકી અને અસ્તવ્યસ્ત સામાન પડેલો જોયો. 9 વાગી ગયા હતા,ને છતાં પણ આ ટાઈમે આટલા મોડા સુધુ સૂઈ રહેલા રોબિનના મમ્મી આંખો ચોળતા બહાર આવ્યા. અને સર્વ રીતની તેઓની કંગાલિયત ના દર્શન થયા. અમે તેમની સાથે વાત કરી" રોબિનને ફટાફટ તૈયાર કરી શાળાએ મોકલો". કહી ત્યાંથી રવાના થયા.

હવે રોબિનનુંં શું કરવુુ? બે વિકલ્પ વિચાર્યા. તેને વાળ કપાવવા રૂપિયા આપવા કે તેને બહાર વાળ કપાવવા લઈ જવો. રૂપિયા અપાય તેમ ન હતા, તેમ જ બહાર લઈ જવો તે પણ યોગ્ય ન લાગ્યુ.  

અંતે જાતે જ વાળ કપાવવાનુંં નક્કી કર્યુ.

 ને આવી ગયો આ દિવસ! બાળકોને પણ નવાઈ લાગી.

 બાળકો ને એમ હતું કે ટીચર તો બોલે, પણ ઓછા વાળ કાપે?

 નવી શાળામાં બાળકો ને મારો પૂરો પરિચય નો'તો. એટલે આ બાળકોને નવાઈ જ લાગી.

તે દિવસ ના ફ્રી તાસમાં રોબિન ને બોલાવ્યો,શેમ્પુ નું પાઉચ આપ્યુ અને વાળ ધોઈ લાવવા જણાવ્યુ.

રોબિન પણ એટલો જ ઉત્સાહી ને ખૂશ. જો મને રોબિનનો સપોર્ટ ના મળ્યો હોત તો હું આ કામ સારી રીતે ના કરી શકી હોત.

કાતર અને કાંસકો લઈને હું રોબિનની રાહ જોઈ બેઠી હતી. રોબિન આવ્યો. મારી સામે બેસી ગયો. બીજા બાળકો પણ મારી સેવામાં હાજર હતા. રોબિનના શરીર પર ઢાંકવાનું કપડુ પણ બાળકો શોધી લાવ્યા.

કાતર મૂકી વાળ પર. એક લટ કાપી. હજુ પણ રોબિનના વાળ ગંદા,ચીકણા,જૂ- લીખ વાળા ને વાળમાંથી વાળ ભીના હોવાને કારણે ભયંકર માથુ ફાટી જાય તેવી વાસ આવતી હતી. એક સેકન્ડ તો હું પણ હિંમત હારી, પાછી પડી ગઈ. પણ મનમાં થયુ જો હું આ નહી કરુ તો કોણ કરશે?

 મન મક્કમ કરી તમામ પ્રકારની સૂગ દૂર કરી વાળ કપાયા ત્યાં સુધી ઘડીક શ્વાસ રોકુ ને ઘડીક છીછરો શ્વાસ લઈ ફટાફટ કાતર ફેરવવા માંડી.

જોતજોતામાં તો જમીન પર વાળનો ઢગલો થઈ ગયો.

અડધો એક ઈંચ વાળ રહ્યા પછી બધી બાજુથી સરખા કર્યા.

 મારો પણ આ પ્રથમ અનુભવ.

ઘણી સુગ,ડર, ચીડ,ગુસ્સો,કરુણા અને સેવાભાવ સાથે સફળ થઈ.

4-5 વાર ડેટોલ હેન્ડ વૉશથી ઘસી ઘસી ને હાથ સાફ કર્યા પણ હાથમાંથી એ ખતરનાક સ્મેલ જાણે દૂર જ ના થાય. પછી થયું કે નાક માં સ્મેલ ઘૂસી છે,તે માટે ઊંડા શ્વાસ લીધા અને 5 મિનિટ કપાલભાતિ કર્યું.

 પછી રોબિન પાસે ગઈ. તે ખૂબ જ ખૂશ હતો,હું પણ એટલી જ ખુશ હતી.

ખરેખર રોબિન હવે પહેલાં કરતા વધુ રૂપાળો લાગતો હતો. તેના માથાનો ભાર હલકો થઈ ગયો હતો.

ટીચર,બહાર વાળ કાપે છે તેવા જ સરસ વાળ તમે તો કાપ્યા!

અમે સૌ ખૂશ હતા.

રોબિનને કાચ મોં તેનું મોં જોવા કહ્યું.

રોબિને કાચમાં તેનુંં મોં જોયું, ને મારી સામુ જોઈ 

રોબિનથી રડી પડાયું.


Rate this content
Log in

Similar gujarati story from Thriller