A Real Success Story
A Real Success Story


“कर्मन्ये वाधिका रस्ते मा फलेशु कदाचन। “
ગીતાનું આ સૂત્ર મારા જીવનની આ સફળ વાર્તાનો સાર છે. દરેક મનુષ્યના જીવનમાં એક વળાંક એવો આવે છે કે જેમાં તેનું યોગ્ય ઘડતર થાય છે, સાથે સાથે સેવા - પરોપકારનાં કાર્યો થાય છે અને સંપૂર્ણ વ્યક્તિત્વ એક અલગ અંદાજ સાથે ખીલી ઊઠે છે. કહે છે ને કે અંધકાર પછીનો ઉજાસ - ” तमसो मा ज्योतिर्गमय। “
મારા જીવનમાં પણ એક એવો વળાંક આવ્યો જે મારું યોગ્ય ઘડતર કરી ગયો. જી હા...
જ્યારે હું શાળા નંબર 5 માંથી ધોળાકૂવા શાળામાં આવી ! આ મારા નિર્ણાયક વિચારે મને જડમૂળથી બદલી કાઢી. આ મારા જીવનનું નિર્ણાયક પગલું કેટકેટલાં ધરખમ ફેરફારો સાથે લેવાયું હતું તે મને પાછળથી સમજાયું અને મને એક પુણ્યકાર્ય માટે નિમિત્ત બનાવી ગયું.
હું આ શાળામાં એક શિક્ષક તરીકે જ આવી હતી અને એ જ કામ મને મળશે તે રીતે હું અહીં આવી. આવતાં જ જૂના શિક્ષકો જિલ્લાની શાળાઓમાં બદલી કરાવી ગયેલ હોવાથી મને આચાર્યનો ચાર્જ સંભાળવો પડ્યો. મારા માટે આચાર્યનો ચાર્જ એક આંચકો હતો ! મને મારું મન પાછું મારી શાળામાં જવા ખૂબ દબાણ કરતું પરંતું મારા અંતરાત્માના એક ખૂણે અહીં એક ખેંચાણ અનુભવાયું. અને અંતે મેં મારા અંતરાત્માનો અવાજ સાંભળ્યો. મેં ચાર્જ સંભાળી લીધો. ધીરે ધીરે શિક્ષણ સમિતિના સહકારથી મારો સ્ટાફ વધતો ગયો.
હું આવી ત્યારે જૂની શાળા હતી. નવી શાળાના બાંઘકામ માટેની કાર્યવાહી ચાલતી હતી જ પણ મારા આવ્યા પછી આગળ વધી અને સૌનાં સાથ સહકારથી મંજૂરી મળી ગઈ. અહીંથી મારા જીવનનો એક બીજો વળાંક શરુ થયો. નવી શાળાની કામગીરી શરૂ થઈ. જૂની શાળા જમીનદોસ્ત ! અમે સૌ શાળા નંબર ૩૦ માં સિફ્ટ થયાં. શાળા નંબર ૩૦ પણ વિસ્તારમાં ઘણી નાની પરંતું શાળાના આશ્ચર્યશ્રી રાજુભાઈનું વિશાળ હ્રુદયે અમને સૌને દૂધમાં સાકર ભળે તેમ સમાવી લીધાં. શાળાનાં બાળકો અને બધાંને ઘણી મુશકેલીઓનો સામનો કરવો પડ્યો. બે પાળીની શાળા કરવી પડી. મોટાભાગના બાળકો રિક્ષામાં આવે. કઠિન સંજોગોમાં મને મારો સ્ટાફ, મારાં બાળકો, મારું એસ. એમ. સી., વાલીગણ, મારા પતિ અને હંમેશા મારી સાથે ને સાથે જ રહી. મને સતત માગૅદશૅન, હિંમત અને સહાય કરનાર મારા ભગવાન ! સાથે સાથે નગરપાલિકા, નગર શિક્ષણ સમિતિના શાસન અધિકારી અને ચેરમેન સાહેબશ્રી, આ સૌના સાથ અને સહકારથી હું મારો જંગ જીતી.
નવી શાળા બંધાઈ ગઈ. હવે મારે મારા સ્વપ્નની શાળા તૈયાર કરવાની હતી. શાળાનું બાંઘકામ ચાલતું હતું તે દરમ્યાન મેં મારી નવી શાળાને કેવી રીતે શણગારવી કે જેથી કરીને બાળકોને ગમે અને તેઓ શીખે તે વિચારી લીધું હતું. મારા સ્ટાફનાં ખૂબ જ સાથ સહકારથી એ કામ પણ સુંદર રીતે પાર પડ્યું.
શાળાનું ઉદ્ઘાટન થયું. સૌને નવી શાળામાં આવવાનો ઘણો આનંદ હતો. નવી શાળામાં પાછો અમારો સામાન સીફ્ટ કર્યો. એક જ વર્ષમાં આ રીતે બે વખત શાળા શિફ્ટ કરવી તે ઘણું મુશ્કેલ ભર્યું કામ હતું જે પાર પડ્યું. નવી શાળા મારી કલ્પના મુજબ તૈયાર થઈ ગઈ. શાળામાં જીવન જરૂરિયાત માટે શું ન જોઈએ ? પંખા, બ્લેક બોર્ડ, ગ્રીન બોર્ડ, ખુરસી ટેબલ અને અન્ય જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે દાતાઓ શોધવા અને લોક સહકાર મેળવવો એ માટે હવે મેં મારી કાબેલિયત કેળવી લીધી હતી. પરંતું કહેવાય છે ને કે, જેને કંઈ કરવું હોય તેને બધું જ મળી રહે છે. એક ધગશ, નિષ્ઠા, પ્રમાણિકતા અને વિશ્વાસની ધરોહર પર આગળ જરૂર વધી શકાય છે.
આ બાબતે મારાં ઘણાં અનુભવો અને ઘણી વાતો છે પણ મને એક સંતોષ અને આનંદ છે કે હું કંઇપણ કરી શકુ છું. કોઈપણ વ્યકિત જો દિલથી ઇચ્છે તો બધું જ કરી શકે છે જેમાં સ્ત્રી અપવાદ ન હોઈ શકે જે મને મારા ખુદના અનુભવ પરથી લાગે છે.
આજે અમે બધાં ખૂબ ખુશ છીએ. મહેનતનાં મીઠાં ફળો હું, મારો શાળા પરિવાર અને શાળાના બાળકો ચાખી રહ્યાં છીએ.
અસ્તુ
જય હિંદ
જય ભારત
(અહીં જે સત્ય ઘટના આધારિત sucess story લખી છે; જે પાત્ર ગાયત્રીબેન નરેન્દ્રસિંહ મહિડાનું છે, જેઓ હાલ સ્ટોરી વાળી જ શાળા - નગર પ્રાથમિક શાળા નંબર : ૩૧, ધોળાકૂવા, બાકરોલ, આણંદમાં આચાર્યા છે.)