BINAL PATEL

Drama Thriller

3  

BINAL PATEL

Drama Thriller

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય- ૧૫

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય- ૧૫

4 mins
682વિકિના ડિસ્ચાર્જ પછી જેકી ટેન્શનમાં રહે છે અને વિચારોમાં જ ડાઇનિંગ ટેબલ પર જમવા બેસે છે અને બધી જ ચર્ચામાં હૅલન અને શનાયા જોડાય છે. અંતે વિકીને એકલો ના રાખવાની વાત પર શનાયા વિકી સાથે મેરેજ કરીને જીવનસાથી બનવાની વાત કરે છે. વિકી ડાઇનિંગ ટેબલ પર આવે છે, વાતો થાય છે ત્યાં જ હેલનનો ફોન વાગે છે એટલે એ બહાર વાત કરવા જાય છે હવે આગળ.


 'શાનયા, બધી વાતમાં હું તને પૂછવાનો જ ભૂલી ગયો કે તારે ઇન્ડિયા જવાનું છે ને? અંકલ-આંટીને મળીને તારે તારા જીવનસાથીની પસંદગી કરવાની છે અને એના માટે તું એવું ઇચ્છતી હતી કે હું પણ તારી સાથે ઇન્ડિયા આવું. હું પણ ઘણા સમયથી ગયો નથી તો ફેમિલીને મળીને આવું. પપ્પા, ચીકુ અને જીજાજી પણ બહુ યાદ કરે છે. તું શું વિચારે છે? કઈ નક્કી કર્યું છે તે??', વિકીએ બધાની સાથે જમતા ટેબલ પર જ શાનયાને પૂછ્યું.


 'હા, વિકી એમાં એવું છે કે.....( આમ-તેમ જોવે છે, નજર જેકી સામે કરે છે.)'


 'બોલ-બોલ, જેકી ઘરનો જ છે. એની સાથે બધી જ વાત શૅર થાય.' વિકીએ શાનયાને કહ્યું.


 'વિક, નો વરીઝ. એમ પણ મારે કામથી બહાર જવાનું છે હું નીકળું છું અને સાથે હૅલનને લેતો જાઉં છું. એને પણ માર્કેટ જવાનું છે. તમે વાતો કરીને આરામ કરજો. સાંજે મળીએ.', જેકી બોલીને બહાર ગયો.


 'હેલન, ચાલો, બંને વાતો કરે છે આપણે માર્કેટ જતા આવીયે અને મારા ઓફિસમાં કામ પણ પતાવતા આવીયે. સાથે જે કઈ આપણા લીધે પ્રોબ્લેમ થયા છે એનો ફેંસલો કરતા આવીયે.', જેકીએ બહાર ઉભા રહીને વાત કરતી હૅલનને કહ્યું.


 જેકી અને હેલન બહાર નીકળી ગયા. વિકી અને શાનયા હજી ત્યાં જ બેઠા છે.


  'બોલ, શું કહેવું છે તારે શાનયા? કઈ તકલીફ છે?', વિકીએ ફરી શાનયાને પૂછ્યું.


  'વિક, વાતને ગોળ-ગોળ ફેરવીને કહેવાના બદલે હું સીધી જ વાતના પોઇન્ટ પર આવું છું. આપણે એકબીજાને ૧ વર્ષથી ઓળખીયે છીએ અને ખૂબ સારી રીતે એકબીજાને સમજીયે છીએ તો હું તારી સાથે મારા ભવિષ્યના સપના જોઈ શકું અને તારી જીવનસંગીની બની હર-હંમેશ તારી સાથે રહેવા ઈચ્છું છું. ઇન્ડિયા જઈને છોકરાઓ જોઈને લગ્ન કરવા અને એમાં પણ એની સાથે જેને હું જાણતી પણ નહિ હોઉં એ મને જરાક યોગ્ય ના લાગ્યું. મારા પરિવાર સાથે મેં આ વિષય પર વાત કરી નથી. તારી શું ઈચ્છા છે એ જાણીને હું આગળ કાંઈક ડિસિશન લઇ શકીશ.', શાનયા બોલી.


 વિકી તો જાણે ૨ મિનિટ માટે સ્તબ્ધ થઇ ગયો. શાનયા સામે જોયા જ કરે છે.


 'શાનયા????????????'


 'હા, વિક, હું તને ઘણા સમયથી આ વાત કરવા માંગતી હતી પરંતુ મોકો જ ના મળ્યો. આજે હવે આ વાત ના કરું તો બહુ મોડું થઇ જાય. તું શું ઈચ્છે છે એ જાણીને આગળ આપણે વાત કરીએ.'


 'શાનયા, તું બહુ જ સારી છોકરી છે. આપણે એકબીજાને ઓળખીયે છીએ અને હા, હું પણ તને પસંદ કરું છું એમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ પરિવાર સાથે વાત કર્યા પછી જ આપણે આપણા આગળના જીવનની શરૂઆત કરીએ એવું હું ઈચ્છું છું.', વિકે કહ્યું.


 'વિક, સો, ધેટ'સ મીન, યુ લવ મી?? ઓહહહ. આઈ ન્યૂ ઈટ.', શાનયા ખુશીથી બોલી.


 'યેસ, બટ પહેલા ફેમિલી સાથે વાત પછી જ આગળ કાંઈક. બરોબર છે?', વિકી બોલ્યો.


 'હું આજે જ ઇન્ડિયાની ટિકિટ કરવું છું અને મમ્મી-પપ્પા સાથે વાત પણ કરી લઉં છું કે તમારા જમાઈને લઈને એવું છું હું હો!', શાનયા બોલી.


 'શાંતિ.... મહારાણી, થોડી શાંતિ વર્તો. આટલી ખુશી પણ ના સારી... શું કરે છે શનાયા તું?? અરે!!!', (શનાયા વિકીને ગળે લાગી ગઈ)


 'હા, હવે મારાથી શાંત નહિ રહેવાય. હું તો જેકી અને હૅલનને પણ ઘરે જ બોલવું છું.'


 'જેકી, યુ આર રાઈટ. વિક સેઈડ યેસ.', શાનયાએ જેકીને ફોનમાં જ કહ્યું.'


 'ઓહહ! વિકીડા....... જોર બોસ.. તું તો મને પણ કહેતો નથી કઈ. (જેકી દરવાજાથી કૂદીને અંદર આવી ગયો)


 'અરે! જેકી, હેલન?????? તમે તો બહાર ગયા'તા ને?', વિકી આશ્ચર્ય સાથે જોઈને બોલ્યો.


 'હા, બહાર એટલે બહાર જ ગયા'તા.(બધા જ હસી પડ્યા)


 'હું બહુ જ ખુશ છું વિકી યાર.. તમે બંને મારા દોસ્ત અને હવે જીવનભર પતિ-પત્ની. મને તો બહુ જ મઝા આવશે. હું તો તમારા લગ્નની શહેનાઇની રાહ જોઉં છું. શું કહેવું હેલન?', જેકી બોલ્યો.


 'હા, દોસ્ત, ધીરજ ધર. હજી અમને તો હાંશ ખાવા દે. આવીને બસ મંડી જ પડ્યો છે.', વિકીએ હસતા-હસતા કહ્યું.


 'ચાલો, બાળકો આજે આપણે બહાર ડિનર ડેટ પર જઈએ બધા જ સાથે. આજની ખુશીને વહેંચીએ.', હેલને કહ્યું.


 બધા જ રેડી થવા પોતાના રૂમમાં ગયા. તૈયાર થઈને બધા નીચે જ આવ્યા અને વિકી-શનાયા એકબીજાને બસ જોયા જ કરે છે.


 'ચાલ દોસ્ત, કારમાં જોયા જ કરજે પછી.', જેકીએ ટોન્ટમા કહ્યું.(હસતા)


 'હા હો. વાયડો તેમાં...'


 શનાયા હેલન પાછળ બેઠા અને વિકી જેકી આગળ બેઠા. વિકી ડ્રાઈવ કરતો હતો. શાનયાના ફોનમાં રિંગ વાગી.


 'યેસ, શનાયા સ્પીકિંગ. હુ'સ સ્પીકિંગ??',


 શનાયા ચૂપ છે. સામેથી અવાજ આવે છે અને બસ સાંભળ્યા જ કરે છે. શનાયાના ચહેરાના હાવભાવ વિકી કાચમાંથી જોઈ જાય છે.


ક્રમશઃ
Rate this content
Log in

Similar gujarati story from Drama