Vibhuti Mehta13

Drama Tragedy Action

3  

Vibhuti Mehta13

Drama Tragedy Action

રિવાજોની વેબસાઇટ એટલે લગ્ન

રિવાજોની વેબસાઇટ એટલે લગ્ન

4 mins
171


સપ્તપદી એટલે એક અજાણી વ્યક્તિ સાથે લગ્ન, સાત વચન સાથે જીવનભરનું એક અનોખું બંધન, સપ્તપદીના ફેરા પહેલાના નાટકો નીચે મુજબ છે. 

કોઈ ‌વ્યકિત એક જ મુલાકાત માં 'હા' કહી દે આખી જિંદગી જીવવા માટે ! મને તો વિશ્વાસ નથી આવતો ? એકબીજાને જોવાનાં પછી છોકરીએ શરમાવાનું, કંઈ બોલવાનું નહીં છોકરો જે પ્રશ્ર્નો પૂછે એનાં જવાબ આપવા નાં સમગ્ર મિટિંગમાં છોકરાંનું વર્ચસ્વ રહે છે. છોકરીનાં શોખ "હા અને ના"માં જ વર્ણવાય છે જે છોકરી પોતાના માતા-પિતાની સામે જિદ પૂરી કરતી હોય તેના શોખ આ જ એક વ્યક્તિ સામે "હા કે ના" માં કહેવાય છે, ફેમિલી સામે વેટર‌ની જેમ પ્લેટમાં પાણી, ચા, નાસ્તો લઈને જવાનું‌ ત્યારે નજર નીચે રાખવાની, સાડી કે ડ્રેસ જ પહેરવાનો જીન્સ પેન્ટ પહેરે તો‌ દીકરી સંસ્કારી ન કહેવાય ! ? આવાં તો રિવાજ છે આપણાં..!

એક મુલાકાત પછી બન્ને પુછવામાં આવે કે ગમ્યું... ? કેવું લાગ્યું ? સારું છે ને ? હા પાડી દઈને ? ફેમિલી સારું છે, માણસો સારા છે ! બધા કુટુંબમાં એમ કહેશે કે બહું સારું ગોત્યું હો...આવાં અનેક પ્રકારના પ્રશ્નો બન્ને કહેવામાં આવે છે....! વોટ અ કવેશ્ચન ? જે બે વ્યક્તિને જીવન જીવવાનું છે એની શું ઈચ્છા છે તે કોઈ જાણતું જ નથી' બસ‌ ગમે છે ને‌ સારું છે આ બે શબ્દથી બે વ્યક્તિ આખી જિંદગી જીવી લેતા હોય છે I કાન્ટ બિલિવ !

સમાજ શું કહેશે એવા વિચારોથી આપણે ક્યારેય બે વ્યક્તિની જિંદગી ‌બરબાદ કરતાં હોય ‌એવુ લાગે છે! ? ઉતાવળમાં લીધેલા નિર્ણયો, પછી છુટાછેડાનાં કેસ પણ‌ વધતાં જાય છે આ હકીકત છે, સમાજ અને કુટુંબનાં ડરથી ક્યારેક માતા- પિતા પોતાના સંતાનોનું ભવિષ્ય વિચારતા નથી... કારણ ઈતિહાસ છે કે દાદા-દાદી, માતા-પિતા કે કુટુંબનાં સભ્યો આ સમયમાંથી પસાર થયા હોય એમને પણ આ જ રીતે લગ્ન કર્યા હોય છે એટલે સંતાનો ને પણ એમાં જ સામેલ થવું પડે છે...!

વૃદ્ધ દાદા-દાદીનો પ્રેમ આજે પણ સફળ છે એટલે આપણા એરેજન્ડ મેરેજ પણ સફળ જ થશે એવું વિચારવું શકય છે ખરું ? 

હું તો નથી વિચારી શકતી કારણ સમય બદલાઈ ગયો છે એકબીજાને સમજવા બહુ જ જરૂરી છે પહેલા ના સમયમાં સ્ત્રીઓ સહન કરી લેતી બધું જ અત્યારે કોઈ નથી કરી શકતું એટલે આ પોસિબલ તો મને નથી લાગતું કારણ કોમ્પ્રોમાઈઝ કરવાનો આ સમય જ નથી. 

લગભગ એરેન્જ મેરેજ માં જ સપ્તપદી નું મહત્વ વધારે હોય છે બાકી લવ મેરેજ માં માત્ર બે ચાર જણાની સહી હોય છે (હસતાં હસતાં)એરેન્જડ મેરેજ એટલે સમાજ માં રહી કરેલા લગ્ન, આ લગ્ન ને સંસ્કારી લગ્ન પણ‌ કહેવાય છે કારણ સમાજ અને કુટુંબનાં સભ્યો આમાં ખુશ હોય છે અને પણ‌ જેનાં લગ્ન છે (અમુક કિસ્સામાં )એ નાખુશ છે કદાચ એટલે કહેવાતા હશે..!જો તમે કુટુંબ‌ કે સમાજ નાં દબાવમાં આવી લગ્ન કરો તો‌ તમે સંસ્કારી... ?પણ જો સમાજ સ્વિકારી લે અમુક સંબંધો તો 'લવ વિથ એરેન્જડ મેરેજ" પણ થઈ શકે છે, અમુક અંશે થાય પણ છે.

 જેમાં સપ્તપદીના સાત ફેરા ને વચનો લેવાં માં આવે છે,આ વચનો કોઈ લગ્ન કરનાર ને યાદ છે !!!! ? ? ? ? નાં નથી હું સાચું જ કહું છું ને ? ? સપ્તપદી ને લગ્ન નો આત્મા માનવામાં આવે છે,પણ આ આત્મા કેટલાક અંશે આપણા અંતરમાં છે! ? "લગ્ન ને સાત જન્મોનાં બંધન થી બાંધવામાં આવે છે,સાત જન્મોની આપણે ને ક્યાં ખબર છે બસ આ એક જન્મ ગમતી વ્યક્તિ સાથે જીવી જઈએ આ જન્મ જ સાત જન્મ જેવા થઇ જશે.."

એરેન્જડ મેરેજ એટલે આખો સમાજ લગ્ન માં આવી મોજ-મસ્તી કરે, ખુબ તૈયાર થાય, અનેક પ્રકારની વાનગી બનાવી હોય તે આરોગે, છોકરો કે છોકરી કેવી લાગે એની ચર્ચા કરે, છોકરી કેવો મેકઅપ કર્યો એની પણ જુદી-જુદી ચર્ચા થાય, છેલ્લે એક પિતાએ ભેગા કરેલો વરસોની મહેનત નો પૈસો માત્ર બે‌ કે‌ ત્રણ દિવસ માં ઉડાડી દે છે,અને માણસો આવી ને એનાં પર પાણી ફેરવી દે છે જમવામાં બહુ મજા ન આવી! આ આપણો‌ સમાજ!આ આપણા સમાજમાં થતાં એરેન્જડ મેરેજ!

એક એવાં મેરેજ કે જેમાં ‌બે વ્યક્તિની મરજી‌ અમુક અંશે જ હોય છે સાચું છે ને દોસ્તો ? છતાં પણ જિંદગી જીવી લે છે' અને લાઈફ માં બહુ મોટો કોમ્પ્રોમાઇઝ કરે છે,પણ હું આવાં કોમ્પ્રોમાઇઝ ને ધિક્કારું છું...! કારણ જિંદગી આપણે જીવવાની છે તો પસંદગી પણ આપણી હોવી જોઈએ એવું નથી કે બધાં ને લવ હોય જ પણ‌ એક વ્યક્તિ ને પહેલા સમજી લેવું , એમનાં જોડે થોડો સમય વિતાવો પછી નિર્ણય લેવો જોઈએ !

 નથી પરફેક્ટ લાગતું તો ના પાડી દયો શું કામ આવી સરસ જિંદગી બરબાદ કરો છો ? આ એવો સમાજ છે જો તમને બીજી જ્ઞાતિની વ્યક્તિ સાથે પ્રેમ થાય તો‌ નહીં કરવા દે પણ‌ જો તમારી ઉંમર ૩૫ ની થશે તો તમને કોઈપણ જ્ઞાતિ ની વ્યક્તિ સાથે પરણાવવા માટે મજબૂર કરશે આ હકીકત છે' સાચું છે ને દોસ્તો..... ? ? ?

લવ મેરેજ હોય કે એરેન્જડ મેરેજ એકબીજાને સમજવા બહુ જરૂરી છે,અને સાથે રહેવા માટે થોડી સ્પેસ પણ આપવી જરૂરી છે તો જ લગ્ન જીવન સફળ બનાવી શકાય છે...અને સપ્તપદી ના સાત વચનો ન સમજો તો કઈ નહીં પણ જીવનસાથી સાથે ફક્ત સાત મીનીટ પ્રેમ થી વાતો કરો અને એની નાની નાની સાત તકલીફો ને સમજો તો એ પણ સપ્તપદી જ છે. 

 મેં મારા વિચારો વ્યક્ત કર્યા છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama