Rashmika ``રસુ´´ CHAUDHARI

Tragedy Inspirational Others

4.0  

Rashmika ``રસુ´´ CHAUDHARI

Tragedy Inspirational Others

રિપોર્ટનું પરિણામ

રિપોર્ટનું પરિણામ

3 mins
196


હેલો માય ડાયરી કેમ છે તુંં ? આજે તો બહું જ થાકી ગઈ પણ તારા સાથે વાત કર્યા વગર ચાલ્યું જ નહીં. થોડા દિવસથી હોસ્પિટલની ખૂબ દોડાદોડી હતી. તને ખબર તો છે જ કે જે વાત હું કોઈને નથી કહેતી એ હું તને કહી જ દઉં છું. મને ચાલે જ નહિ. આપણે કેવા છે યાર કે કયારેક કયારેક બનાવટ કરીને આપણે જીવવુંં પડે છે. આપણે દિલ ખોલીને કશું કરી પણ નથી શકતા. ના નફરત,ના ગુસ્સો, ના રિસામણા, ના પ્રેમ.

દુનિયામાં આવ્યા છો તો નાટક જ કરતા રહો. આવું તો કઈ ચાલતુંં હોય યાર, તું જ મને કહે,જે કરવું છે એ તો આપણે કરી નથી શકતા. કેમ કે પહેલા તો એ વિચારવાનું કે દુનિયા શું કહેશે. આ વિચારવામાં ને વિચારવામાં જ, જો આજે શું થઈ ગયું. તને મે થોડા દિવસ પહેલા કહ્યું હતુંં ને કે ડોક્ટરે મને કેન્સરના રિપોર્ટ કઢાવવાનો કહ્યું હતુંં. એ રિપોર્ટ આવી ગયા. તને શું કહું રિપોર્ટ આવ્યા પહેલાની મારા મનની હાલત શુંં હતી. થોડો ડર લાગ્યો હતો પણ નક્કી કરી લીધું હતુંં કે રીપોર્ટમાં કંઈ પણ આવે હું હિંમત નહી હારું. કેન્સર એ કેન્સલ નથી. જો રિપોર્ટ પોઝિટિવ આવશે તો પણ હું નહિ હારું અને પોઝિટિવ રીતે એનો સામનો કરીશ.

દુનિયા બડી ગોલ હે મેરે ભાઈ ઔર યહા હર ચીજકા ડબલ રોલ હૈ. વિચાર્યું હતુંં એવુંં જ થયું રિપોર્ટ પોઝિટિવ આવ્યો. રિપોર્ટમાં કેન્સર આવ્યું. સાંભળીને થોડોક ઝાટકો લાગ્યો,પણ હકીકતનો સામનો તો કરવો જ પડે. ડોક્ટર કહે રિપોર્ટમાં પહેલા સ્ટેજનું કેન્સર છે. તમે નસીબદાર છો કે તમને જલ્દી ખબર પડી ગઈ, કેટલાક લોકોને ત્રીજા સ્ટેજ સુધી ખબર નથી પડતી. વહેલી તકે સારવાર શરૂ કરી દીધી છે. જિંદગીના સ્ટેજ પર હવે મારે ફરી એક નવો રોલ કરવાનો છે ફરી એક વાર જીતવાનું છે. મને ખબર છે કેન્સર એ કેન્સલ નથી એટલે જીતીશ તો હું જ. રોજ હવે યોગા, પ્રાણાયામ કરુ છું. ચા પીવાની ખૂબ ઓછી કરી દીધી છે. ભરપૂર માત્રામાં પ્રોટીન યુક્ત આહાર લઉ છું. તીખુ તળેલું ખાવાનું બંધ કરી દીધું છે. કેમ કે કેન્સર ને હરાવવાની જિદ છે. બહું સપના પૂરા કરવાના બાકી છે એ પૂરા કર્યા વગર ભગવાન હું નહિ આવુંં. હવે નક્કી કરી લીધું છે કોઈ વ્યસન રાખવાનું જ નહિ. હકારાત્મક વિચાર રાખો, સમયથી દવાને ખોરાક લો, બસ પછી તો જીત આપણી જ છે. પેલુ કિશોર કુમારનું ગીત છે ને. . . . . .

જિંદગી કી યહી રીત હૈ, હાર કે બાદ હી જીત હૈ 

થોડે આંસુ હૈ, થોડી હસી 

આજ ગમ હૈ તો, કલ હૈ ખુશી. . . . . .

જિંદગી કી યહી રીત હૈ, હાર કે બાદ હી જીત હૈ.

  કેન્સરથી કોઈ ડરવાની જરૂર નથી. સારા સારા લોકોએ કેન્સરને હરાવ્યું છે બસ હિંમત કરવાની થોડી જરૂર છે. ફેમિલીનો સાથ,દોસ્તોનો સાથ, પોઝિટિવ એનર્જી અને સમયસર સારવાર. ડાયરી તું બિલકુલ મારી ચિંતા ના કરીશ મને કઈ જ નહિ થાય. આપણી મુલાકાત રોજ થશે એટલે તો તારી સાથે વાતો કરી કેમ કે તારી સાથે વાતો કરીને મને કિક મળે છે. મજા આવે છે. ઓય પાગલ આ આ મહિનામાં મારી બર્થ ડે પણ છે એટલે ધમાકો તો કરવાનો જ. ડરવાનુ તો બિલકુલ નહીં. આ કેન્સર તો થોડા દિવસનો જ મહેમાન છે. બસ થોડી મહેમાન ગતિ માટે આવ્યો છે. કાલ જતો રહેશે. આપણે બંને એને ફાઇટ આપીશુંં. જીતવાનું આપણે જ છે. મારા સપનાઓની તો વાત જ શુંં કરું. જે તારે મારી સાથે પૂરા કરવાના છે. આ કેન્સર પણ એવા લોકોને જ પકડે છે જે ફાઈટર હોય અને મારા જેવું કોઈ હોય ખરુ.

 ચલ હવે મારી કલમને વિરામ આપું. થોડો તું પણ આરામ કરી લે થોડો હું પણ આરામ કરી લઉ. ફરી ચલ ફરી મળીએ થોડા દિવસમાં જ. . લવ યુ માય ડાયરી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy