STORYMIRROR

Rashmika ``રસુ´´ CHAUDHARI

Others

3  

Rashmika ``રસુ´´ CHAUDHARI

Others

આક્રોશ

આક્રોશ

2 mins
126

આક્રોશ, ક્રોધ, ગુસ્સો આ બધા શબ્દો કેટલાં લોકોના મોઢે આપણે સાંભળયું હશે. આ બધા શબ્દો માણસના સ્વભાવનો એક સ્વરૂપ છે. આક્રોશ હંમેશા નકારાત્મક પરિણામ લાવે છે. માણસ ગુસ્સામાં ક્યારે ક્યારે ન કરવાનું પણ કરી બેસે છે.

ગુસ્સામાં માણસ શું કરતો હોય છે એનું એને ભાન હોતું નથી. કોઈ વાત કે કોઈ વ્યક્તિ કોઈ ભૂલ થાય તો આપણે સહન નથી કરી શકતા. એ વાત ક્રોધ સ્વરૂપે બહાર આવતી હોય છે. આજે નાના -નાના બાળકને પણ ગુસ્સો આવી જાય છે. એમને મન મરજીનું જો ન થાય તો બાળક ચીડિયાપણું કરે છે. એ પોતાની વાત મનાવવા માટે ગુસ્સો બતાવે છે.

ગુસ્સાને લીધે તમારું સ્વાસ્થ્ય પણ બગડે છે. ક્યારે કોઈ વાત તમને આઘાત પહોંચાડી હોય કે મનને ઠેસ લાગી હોય તો એને જાહેર કરી દેવી જોઈએ. કેમ કે જો તમે એને જાહેર નહીં કરો તો એ વાત મનમાં કયાંક ને કયાંક છુપાયેલી હશે. જેને ક્યારે પણ ચિનગારી મળતા એ લાવા સ્વરૂપે બહાર આવશે અને એ બધું જ બાળી નાખશે.

ગુસ્સા કે આક્રોશથી ક્યારે કોઈપણ સમસ્યાનો હલ આવ્યો નથી. કોઈ તમારું માન કરે તો તમારા વ્યક્તિત્વને લીધે કરવું જોઈએ નહિ કે તમારા ડર કે ગુસ્સાને લીધે. જો કોઈ તમારુ માન તમારા ડર કે ગુસ્સાને લીધે કરતું હોય તો શું ખરેખર એ વ્યક્તિને તમારા માટે માન છે ? 

ક્યારેક ક્યારેક ગુસ્સો આવવો તમારા હાથમાં નથી હોતો. જયારે પણ ગુસ્સો આવે ત્યારે મનને શાંત કરવું જોઈએ. મનને ગમે એ કાર્ય કરવા લાગવું જોઈએ જેથી મન એ તરફ વળી જવું જોઈએ. સંગીત સાંભળવું જોઈએ, નાના બાળકોનું હસતો ચહેરો જોવો જોઈએ. જેથી મન શાંત થઈ જાય અને આવનારી કોઈ મોટી આફત ટળી જાય. ગુસ્સાથી હંમેશા સંબંધો બગડે છે. ક્યારે સુધરતાં નથી.


Rate this content
Log in