છોડથી વૃક્ષ સુધી
છોડથી વૃક્ષ સુધી
એક નાનકડો બાળક એક નાના છોડને રોપે છે ખુશીની સાથે કે કેટલો સરસ મજાનો છોડને વાવ્યું છે. સમયાંતરે એમાં પાણી નાખે છે. એની માવજત કરે છે ખૂબ ખુશ પણ થાય છે. સમયની સાથે સાથે એ છોડ મોટો પણ થતો જાય છે. એ એક નહિ પણ એકથી વધારે છોડોને રોપે છે. એ છોડથી એના ચહેરા પર ખુશી આવે છે. એ પર્યાવરણનું જતન કરે છે. એ જાણે છે કે વૃક્ષો વાવવા ખૂબ જરૂરી છે. જેમ જેમ સમય જાય છે તેમ તેમ એ છોડો મોટા થઈને વૃક્ષ બની જાય છે જે તડકો સહન કરીને આપણાને છાયડો આપે છે. એ છાંયડો જેમાં એક ઠંડક રહેલી છે. જે શીતળતા આપે છે. જે આપણે અનુભવીએ છીએ. જે આપણને ઓક્સિજન પણ પૂરું પાડે છે. જે વાતાવરણને શુદ્ધ રાખે છે, એ વાતાવરણને શુદ્ધ આબોહવા આપે છે. એક છોડનું જતન કરી વૃક્ષ બનાવવા માટે સમય તો લાગે છે પણ એ આપણા બધા માટે જરૂરી છે. વૃક્ષો વાવો અને તેનું જતન કરો. છોડથી બનેલો બગીચો તમારા જીવનમાં સુગંધ અને ખુશીઓ જ લાવે છે
