ઘડિયાળ
ઘડિયાળ
પપ્પુ પપ્પાને કહે છે કે બે દિવસ પછી મારી શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવાના છે. મારે એ દિવસે શિક્ષક બનવાનું છે એટલે તમે મને નવા કપડાં લઈ આપો. બેટા થોડા દિવસ પછી પગાર થશે ત્યારે લઈ આપીશ. પપ્પુ કહે છે કે શિક્ષક દિન થોડા દિવસ પછી નહિ આવે. મારે કાલે જ નવા કપડાં જોઈએ છે.
પિતા બીજા દિવસ પપ્પુને કપડાં લેવા લઈ જાય છે. શિક્ષક દિવસે પપ્પુ તૈયાર થઈને પૂછે છે કે હું કેવો લાગું છું. પિતા કહે ખૂબ જ સુંદર બેટા. પપ્પુ કહે છે કેટલા વાગ્યા પપ્પા ઘડિયાળમાં મારે શાળા એ જવા મોડું થશે. ઘડિયાળ તો બે દિવસ પહેલા જ પડી ગઈ બેટા હું બાજુમાં કોઈને પૂછીને કહું. પપ્પુ એના પિતાને જોતો જ રહી જાય છે.
