એક રાતનો ફેંસલો
એક રાતનો ફેંસલો
આ વાર્તા એવી એક છોકરીની છે કે જેના સપનાની ઉડાન ખૂબ જ ઊંચી હોય છે. સુરેન્દ્રનગરના પાટડી જેવા નાના ગામડામાં જન્મેલી આ છોકરી અનેક મોટા સપના લઈને મોટી થાય છે નામ એનું પ્રીતિ. પ્રીતિ ભણવામાં પહેલાથી જ ખૂબ હોશિયાર હતી. ભણતરની સાથે એનામાં આવડત પણ હતી. કલાકૃતિમાં, ભરત ગૂથણમાં એની સારી એવી આવડત હતી. નાનપણથી એ આ બધું શીખતી હતી. એક વાર એને એની શિક્ષિકાને મસ્ત ભરતગૂંથણ કરેલું એક વોલપીસ બનાવીને આપ્યું. શિક્ષિકા એ એના ખુબ જ વખાણ કર્યા. ત્યારે એ ધોરણ ૯ માં ભણતી હતી. શિક્ષિકાએ કહ્યું કે ધોરણ 12 કરી લે પછી તું ફેશન ડિઝાઈનનો કોર્સ કરી લેજે. ત્યારે પ્રીતિને કંઈ વધારે સમજાયું નહીં પણ એટલું તો સમજાઈ ગયું હતું કે શિક્ષક એના હુનરને લઈને જ કંઈક આગળ વધવાનું કહે છે. ઘરની પરિસ્થિતિ એટલી પણ કઈ સારી ન હતી,પણ પ્રીતિની ભણવાની લગન, તેની મહેનત, આવડતને લીધે બધા શિક્ષકો એને મદદ કરતા હતા. સમય એના વેગ સાથે પસાર થઈ રહ્યો હતો. જોતજોતામાં પ્રીતિ ધોરણ ૧૨ માં આવી ગઈ અને સારી ટકાવારી સાથે પાસ પણ થઈ. પરિણામ આવ્યા બાદ પ્રીતિએ ઘરમાં ફેશન ડિઝાઇનિંગના કોર્સ અંગેની વાત કરી. મા બાપે એટલું તો ભણેલા ન હતા કે સમજી શકે. પ્રીતિના પપ્પા રીક્ષા ચલાવતા હતા. પ્રીતિ જે કોર્સ કરવા માંગતી હતી એ સુરેન્દ્રનગરમાં થઈ શકે તેમ ન હતું. તેના પિતાએ કહ્યું કે તુ જે કોર્સ કરવા માંગે છે ક્યાં થશે અને કેટલા પૈસા લાગશે ? પ્રીતિ એના પપ્પાને કહે છે કે તમે ચિંતા ના કરો. હું ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લઈશ એટલે ખૂબ જ ઓછી ફી આવશે અને મારા શિક્ષકો પણ મને મદદ કરશે.
મમ્મી-પપ્પા અને શિક્ષકોના આશીર્વાદથી પ્રીતિ અમદાવાદની એલિસ બ્રિજ પાસે S. L. U કોલેજમાં ફેશન ડિઝાઇનીંગ કોર્સ કરવા આવી ગઈ. એ જાણતી હતી કે અમદાવાદમાં રહેવું હોય તો એને કોઈ હોસ્ટેલ, કે કોઈ સગા સંબંધી કે પછી પી. જી તરીકે રહેવુ પડશે. પ્રીતિએ એક વર્ષના ડિપ્લોમા માં એડમિશન લીધું હતું. એને નક્કી કર્યું કે તે કોલેજના નજીકમાં પીજી તરીકે જ રહેશે અને પાર્ટ ટાઈમ જોબ કરશે. ઘણા ઓછા સમયમાં એને ઘણા બધા સપના જોઈ લીધા હતા. એડમિશનના થોડા સમય પછી કોલેજ ચાલુ થઈ ગઈ અને પ્રીતિ અમદાવાદમાં રહેવા લાગી. થોડા દિવસ તો એને ઘર વગર ગમતું ન હતું. રોજ ઘરે દિવસમાં બે-ત્રણ વાર ફોન કરતી. નવી જગ્યા અને નવા લોકો સાથે એની ઓળખાણ થવા લાગી હતી. ધીમે ધીમે એ લોકોમાં ભળતી ગઈ અને નવું શીખતી ગઈ. આ બાજુ કોલેજમાં પણ બધા એને પસંદ કરવા લાગ્યા હતા. એમાં શીખવાની ધગશ ખૂબ જ હતી. નવી નવી ડિઝાઈન બનાવી, ફેશન વિશેની માહિતી મેળવવી એ બધુ કરતી. એ જયાં પી જી તરીકે રહેતી હતી ત્યાં બીજી ત્રણ છોકરીઓ પણ રહેતી હતી. જે જોબ કરતી હતી અને પોતાનું જીવન ખૂબ મસ્ત જીવતી હતી. જેમાં એકનું નામ શિવાની હતું, બીજીનું નામ હીના અને ત્રીજી નું નામ લતા હતું.
શિવાની કોઈ મલ્ટિનેશનલ કંપનીમાં જોબ કરતી હતી, હીના કોઈ ટ્રાવેલ એજન્સીમાં જોબ કરતી હતી જેના લીધે એ મોટાભાગે બહાર જ હોતી અને લતા કોઈ ઇવેન્ટ કંપનીમાં કામ કરતી હતી.
પ્રીતિ એકદમ સાદી સિમ્પલ રહેતી હતી. આ ત્રણેય એને બહેનજી કહીને બોલાવતા હતા. લતા પ્રીતિને હંમેશાં કહેતી કે તું આમ રહીશ તો તું ફેશન ડિઝાઈનિંગમાં ક્યાંથી ચાલીશ. ફેશન ડિઝાઇનરની પર્સનાલિટી કેવી હોય છે તને ખબર છે ?
પ્રીતિ કહેતી કે વ્યક્તિ પર્સનાલિટીથી નહીં પણ હુનરથી ચાલે છે. લતા અને શિવાની કહેતી કે આ બધી કહેવાની વાતો છે. તારે અમદાવાદનું થોડું કલ્ચર અપનાવવું પડશે તો જ તુ ચાલીશ. આવી વાતો સાંભળીને ક્યારે ક્યારે પ્રીતિ ઉદાસ થઈ જતી. કોલેજમાં ઘણા લોકોને જોતી કે લોકો કેવા કપડા પહેરે છે, કેવી રીતે તૈયાર થાય છે, છોકરીઓ છોકરાઓ સાથે ફરવા જાય છે. આ બધું હવે તેના દિમાગમાં ઘર કરી ગયું હતું, એને પણ હવે આવી જિંદગી જીવી હતી, પણ આવી જિંદગી જીવવા માટે થોડા ઘણા પૈસા પણ જોઈએ. જે એની પાસે હતા નહીં.
એક વાર એને લતાને કહ્યું કે તું ઇવેન્ટનું કામ કરે છે તો મને પણ એમાં કામ અપાવને. લતા હસવા લાગી અરે બહેનજી તું ત્યાં ના ચાલે. પ્રીતીએ સવાલ કર્યા કેમ ના ચાલુ.
લતા, શિવાની, હીના એને કહે છે તારે કામ કરવું હોય તો તારે પહેલા તારો મેકોવર કરવો પડશે. પ્રીતિ કહે એટલે ?
હીના કહે છે કે અરે યાર થોડું સ્ટાઇલિશ બનાવું પડશે.
પ્રીતિ પોતાને બદલવા તૈયાર થઈ જાય છે અને થોડા જ દિવસમાં એનામાં પરિવર્તન આવી જાય છે. જે પ્રીતિ લાંબો ચોટલો રાખતી હતી હવે એ સ્ટેપ કટ રાખતી થઈ જાય છે,જે પ્રીતી એ ક્યારે પણ જીન્સ ન પહેર્યું એ શોર્ટ સ્કટ પહેરતી થઈ જાય છે. હવે એ આ કલ્ચર અપનાવી લે છે. ધીરે ધીરે એ ઘરે ફોન કરવાનું ઓછુ કરી દે છે. હવે પ્રીતિ લતા સાથે ઇવેન્ટની પાર્ટીઓમાં જવા લાગે છે. લતા હવે એને એક ઉપનામ આપે છે પરી. ધીમે ધીમે પાર્ટીમાં જવાનો ચસકો પ્રીતિથી પરી બની બેઠેલી છોકરીને લાગી જાય છે. એકવાર લતા એને ડ્રીન્ક કરવાનું કહે છે પણ પ્રીતિ ના પાડે છે.
લતા કહે છે કે અરે યાર ડ્રીન્ક કરવું તો નોર્મલ કહેવાય. આપણે ક્યાં બહાર જઈને ડ્રીન્ક કરવું છે, તું પહેલીવાર ડ્રિન્ક કરે છે ને એટલે એટલે આપણે અહી ઘરે જ કરીશું. જેથી કરીને કોઈ પ્રોબ્લેમ ના થાય. પ્રીતિ ઉફ પરી લતાની વાતો માં આવી જાય છે અને ડ્રિન્ક કરે છે. એ દિવસે હિના ઘરે હોતી નથી. શિવાની લતા અને પરી ડ્રિન્ક કરે છે, બે ખબર પરીને અંદાજો પણ નહીં હો તો કે આ એક રાતમાં, એક ફેસલાથી એની જિંદગી બદલાઈ જાય છે. નશાની હાલતમાં શિવાની અને લતા પરીના ફોટા પાડી લે છે, એની વીડિયો ક્લિપિંગ બનાવી લે છે અને સાથે સાથે શારીરિક શોષણ એ કરે છે. સવારે નશો ઉતરતાની સાથે જ તેને લાગે છે કે તેની સાથે કોઈ ચોક્કસ અણબનાવ બન્યો છે. એ એ વિશે શિવાની અને લતા અને પૂછે છે. શિવાની ઊલટું પરી પર આરોપ લગાવ્યો છે કે એને લતા સાથે શારીરિક છેડછાડ કરી. આ સાંભળીને જ પરીનું મગજ હેન્ગ થઈ જાય છે. તે શિવાનીની વાતો પર વિશ્વાસ કરી લે છે અને લતા અને શિવાની માફી માંગે છે. એ આ વાતથી અજાણ છે કે તેની સાથે શું થયું છે.
એક દિવસ લતા એને એક કંપનીની ઇવેન્ટમાં લઈ જાય છે લઈ જાય છે. જયાં એના ડ્રિંકમાં કોઈ નશીલો પદાર્થ નાખી દેવામાં આવે છે. જેના લીધે પરીને હોશ રહેતો નથી. નશાની હાલતમાં એની સાથે બળાત્કાર થાય છે, જ્યારે એની આંખ ખૂલે છે ત્યારે એ હોટલના કોઈ રૂમમાં હોય છે અને એની બાજુમાં કોઈ ૬૦થી ૬૫ વર્ષની ઉંમરનો આધેડ પુરુષ સૂતો હોય છે. પ્રીતિના શરીર પર એક પણ કપડું હોતું નથી. એને સમજાઈ જાય છે એની સાથે શું થયું છે. જ્યારે એની આંખોને ત્યારે ઘડિયાળમાં રાતના 3. 30 વાગ્યા હોય છે. થોડી વારમાં કપડાં પહેરી ત્યાં પડેલો એક સ્કાર્ફ ચહેરા પર બાંધીને એ હોટલની બહાર નીકળે છે. હોટલની બહાર ઘણા રિક્ષાવાળા ઊભા હોય છે. એ રિક્ષા બદલતા બદલતા એ જયાં પીજી તરીકે રહેતી હોય છે, ત્યાં પહોંચે છે. એ ઘરે પહોંચે છે જ્યાં શિવાની લતા અને હીના હાજર હોય છે. એ આવતાની સાથે લતાને લાફો મારે છે અને કહે છે કે તે મારી સાથે આવું કર્યું ?લતાને શિવાની હસવા લાગે છે શિવાની કહે છે કે તને જ આ મોહમાયાની દુનિયાનો શોખ હતો, અને એના ફોટો અને વિડીયો બતાવે છે. એના એક રાતના એ ફેસલાથી તેની આ જિંદગી ક્યારે બદલાઈ ગઈ હોય છે, તેને આ વાતનું ભાન થતાં ખૂબ જ વાર થઈ જાય છે. તેને ખૂબ જ પસ્તાવો થાય છે પણ બદનામીના બીકે એ કશું કરતી નથી. એ જ્યારે લતા અને શિવાની ને કહે છે કે એક કાર્યવાહી કરશે, પોલીસ કેસ કરશે ત્યારે શિવાની કહે છે કે તું કરી શકે છે પણ આ બધા ફોટો અને વિડીયો અને ઘણી બધી રાતોના વિડીયો અમે ઇન્ટરનેટ પર મૂકી દઈશું. ત્યારે તું બધા સવાલોના જવાબ તારા મા- બાપને આપજે. આટલું સાંભળતા જ પ્રીતિના પગ નીચેથી જમીન ખસી જાય છે. શિવાની એને કહે છે કે તારી ભલાઈ એમાં છે કે તું ચૂપ રહે. અમે તારી સાથે કોઈ જબરજસ્તી નથી કરી, જો તારે જવું હોય તો તું જઈ શકે છે. તું ચૂપ રહીશ તો અમે પણ ચૂપ રહીશું.
પ્રીતિ પોતાનો સામાન પેક કરીને, કોલેજ છોડીને, અમદાવાદ છોડીને હંમેશા માટે સુરેન્દ્રનગર એના ગામડે જવા નીકળી જાય છે. જવાનીના જોશમાં લીધેલા એ રાતના એક ફેસલાએ એની આખી જિંદગી બદલી નાખી. એના સપનાને એને પોતે જ મારી નાખ્યા. આ વાત જિંદગીભર માટે દબાઈ ગઈ કે એની સાથે અમદાવાદમાં શું થયું હતું. એને ક્યારે પણ એના મા-બાપને કે કોઈને આ વાત કરી નથી. એક નાના ગામડાની છોકરીના સપના એ રાતમાં બળીને ખાખ થઈ ગયા.
