સંબંધ
સંબંધ
માનસ અને પૂર્વીના લગ્નને પાંચ વરસ થઈ ગયા હતા. લગ્નના થોડા સમય પછી બધું બરાબર ચાલતું હતું. માનસની મોટી બહેન એમની સાથે રહેતી હતી. માનસની મોટી બહેન આશાએ લગ્ન નહોતા કર્યા.પૂર્વીને માનસની બહેન બિલકુલ પસંદ ન હતી. થોડા સમય બાદ આશાની બધી મિલકત પોતાના નામે કરાવી લીધી અને આશાને ઘરેથી કાઢી મૂકી. સમય જતા ક્યાં વાર લાગે છે.
થોડા સમય બાદ માનસની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ. ડોક્ટરે રિપોર્ટમાં જાહેર કર્યું કે માનસની બંને કિડની ફેલ થઈ ગઈ છે જો કોઈ કિડની આપે તો માનસને બચાવી શકાય છે. આશાને એના ભાઈની તબિયતની ખબર પડતાં એ એના ભાઈને મળવા આવી પરંતુ પૂર્વીએ આશાને એના ભાઈને મળવા દીધી નહીં. આશા ડોક્ટરને એના ભાઈ વિશે પૂછીને જતી રહી. થોડા સમય બાદ માનસનું ઓપરેશન કરવામાં આવ્યું અને ઓપરેશન સફળ નીવડ્યું. પૂર્વીએ ડોક્ટરને પૂછ્યું કે કોણ હતું એ દાતાશ્રી ? ડોક્ટર જવાબ આપ્યો કે કોઈએ સંબંધનો પુરાવો આપીને કિડની આપી છે.
