Rashmika ``રસુ´´ CHAUDHARI

Inspirational Others

3.1  

Rashmika ``રસુ´´ CHAUDHARI

Inspirational Others

કાગળ અને કલમ

કાગળ અને કલમ

2 mins
123


કાગળ અને કલમ સાથે જોડાયેલા છે. આ દુનિયામાં આવ્યા ત્યારથી નોધણી માટે પણ કલમ અને કાગળની જરૂર પડી હતી. દુનિયા છોડીને જઈશું તો પણ એની નોધણી માટે પણ કાગળને કલમની જરૂર પડશે. આજ બધા ટેકનોલોજીનો ઉપયોગ કરતા થઈ ગયા છે એટલે બધું ઓનલાઈન કરી લે છે. પહેલાના સમયમાં આપણે દરેક કાગળ, દરેેક પત્ર, દસ્તાવેજો ખુૂબ જ સાચવીને રાખતા. કાગળ અને કલમ આપણાને આપણા અસ્તિત્વની ઓળખ આપે છે. કલમની તાકાત તલવાર કરતાં પણ ધારદાર હોય છે. કોઈ સુધી પોતાની વાત પહોંચાડવા માટે પણ આપણે અખબારમાં કલમનો ઉપયોગ કરીએ છે. કલમ આપણાને એક તાકાત આપે છે. વિચારવા જેવી વાત કે ચલણી નોટોમાં એ કાગળની જરૂર પડે એના પર સહી કરવા માટે પણ કલમની જરૂર પડે. બાળક જન્મે ત્યારે છઠ્ઠીના દિવસે વિધાતા લેખ લખવા આવતા હોય છે એવું બધા કહે છે.આપણે ત્યારે પણ કલમને કાગળ મૂકીએ છે.

બાળપણથી લઈ વૃદ્ધાવસ્થા સુધી કાગળ અને કલમની જરૂર પડે છે. જ્યારે વિચારોનું તોફાન મનમાં દોડે, જે લાગણી, જે પીડા તમે કોઈને કહી ન શકો એને દરેક વ્યક્તિ કલમથી કાગળમાં ઉતારે છે. જ્યારે જ્યારે વ્યક્તિ ખુશ થાય,તકલીફમાં હોય ત્યારે હંમેશા કલમ તેનો સાથ આપે છે. બધા તમારો સાથ છોડી શકે છે પણ કલમને કાગળ તમારો સાથ નથી છોડતા. એક નાનું બાળક કાગળમાંથી નાનું વિમાન બનાવીને વગર પાંખે એની સાથે ઊડે જાય છે. એ બસ એના માટે એક કાગળ ન રહેતા એના સપનાની ઉડાન બની જાય છે. કાગળ અને કલમ આપણને આપણા જીવનનું મહત્વ સમજાવે છે. દરેક વ્યક્તિમાં એક આગ છૂપાયેલી હોય છે કલમ થકી એને ચિનગારી મળતી રહે છે !

આપણાને આપણી ઓળખાણ માટે પણ કાગળ પુરાવાની જરૂર પડે છે. એક સહી માટે પણ કલમની જરૂર પડે છે. જીવનમાં ડગલેને પગલે કાગળ અને કલમની જરૂર પડી છે અને હંમેશા પડતી રહેશે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational