જીવનનો સફર
જીવનનો સફર
જીવન સુંદર બની ગયું. સપ્તપદીના ફેરા લઈને તારા સંગ જીવન વિતાવવાનું સપનું લઈને જીવનની શરૂઆત કરી. એક એક પગલે એક એક ફેરે આપણે વચનથી બંધાયા. જીવનના હરએક સુખ-દુઃખમાં હંમેશા એકબીજાનો સાથ આપીશું એવા વચનમાં આપણે બંધાઈ ગયા. જીવનના દરેક તબકકે માં એકબીજાનો પડછાયો બનીને હંમેશા સાથે રહ્યાં. આમ જ આ જીવન પ્રસાર કરવા લાગ્યા. જીવનની દરેક ખુશીઓ, તડકો છાયો સાથે જોયો. આ આપણો સાથ હજુ પણ અંકબંધ છે. જીવનની અડધી ઉંમર આમ જ પસાર થઈ ગઈ. આજે પણ આપણો પ્રેમ અને સાથ અકબંધ મજબૂત છે. આ જીવનના સફરમાં કેટલી મુશ્કેલીઓ આવી તો પણ મજબૂત રીતે સાથે રહ્યા. તારો સાથ ન મળ્યો હોત તો આ જીવનમાં એક અધૂરાપો રહી જાત. આમ જ તું હંમેશા સાથ આપજે. જીવનના આ છેલ્લા તબકકામાં આપણે આવી ગયા છે. હજુ પણ આપણો પ્રેમ એવો જ છે જેવો લગ્નના પ્રથમ દિવસથી છે. કયારે પણ આ પ્રેમની મીઠાશ ઓછી થઈ નથી ન જીવનમાં આ મીઠાશ ઓછી થશે. તારી સાથે વિતાવેલી હરએક પળ મારા માટે અણમોલ છે.
હવે તો ઘડપણ આવી ગયું પણ તારા લીધે આ જીવનમાં હજુ પણ વસંત જ છે.
