STORYMIRROR

Vijay Shah

Thriller Action

2.3  

Vijay Shah

Thriller Action

રહસ્ય

રહસ્ય

1 min
14.9K


રાણા જગતસિંહનું ખુન તેમની કેબીનમાં જ થયું હતું. કેબીનને સીલ કરેલી હતી અને સેક્રેટરી્ જુલીનું કહેવું હતું રાણા સાહેબ સાડાપાંચ સુધી તો ફોન ઉપર હતા. ફોરેન્સીક રીપોર્ટ મૃત્યુ સમય ત્રણ વાગ્યાનો બતાવતો હતો. છેલ્લે તેમની મુલાકાત અઢી વાગ્યે પ્રકાશ રાવત સાથે હતી ત્યાર પછી તો રાણા સાહેબની લાઇન સાડા પાંચ વાગ્યા સુધી ચાલુ હતી. જુલી પાંચ વાગ્યા પછી તેના સમય પ્રમાણે નીકળી ગયેલ.

પ્રકાશ રાવત અને જુલી બે જ જણાએ રાણા સાહેબને જોયા હતા.

ડીટેક્ટીવ રાજે ફોન પર પડેલા પાણીનાં ટીપા જોઈને પ્રકાશ રાવતને ગીરફતાર કરવાનો નિર્ણય આપીને જુલીને મુક્ત કરી.

ફોનની ઉપર બરફના ચોસલાને પીગળતાં બે અઢી કલાક તો લાગેને?


Rate this content
Log in

Similar gujarati story from Thriller