Vijay Shah

Drama Thriller

4.5  

Vijay Shah

Drama Thriller

કલ્યાણ મિત્ર

કલ્યાણ મિત્ર

3 mins
541


જાનકી બહુ જ ખુશ હતી. બીજે દિવસે સિનિયર સિટિઝન નાં ફંક્શનમાં ફિલ્મી ગીત ગાવાની હતી કેરૉઓકી ઉપર પ્રેક્ટીસ કરી કરી ને કંઠસ્થ કર્યુ હતું. જાહેરમાં પહેલી વખત ગાવાની હતી તેથી નરવસ પણ હતી. આગલી રાત્રે બે બુટ્ટીનાં ચાક ગુમ થઇ ગયા હતા તેથી નરવસ્નેસ માં વધારો થયો હતો. રામ જાણતો હતો પણ “ચિંતા ન કર મળી જશે.” કહીને પડખુ ફેરવીને સુઈ ગયો. પણ જાનકીની ઊંઘ ઉડી ગઈ હતી.

દીકરી પણ મમ્મીને ગાવા પ્રોત્સાહીત કરતી હતી. મમ્મી તું મારા ચાંદીનાં દાગીના રાસ માં પહેરજે, આગળ ગરબાની પ્રેક્ટીસમાં પહેરેલા ડ્રેસ્માં જ સ્ટેજ ઉપર ગીત ગાવાનું નથી. ડ્રેસ બદલજે અને સોનાનો દાગીનો પહેરજે અને વટ પડવો જોઇએ તારો અને તારી જોડે અમારો પણ વટ પડવો જોઇએ ને..!

 દીકરીને ત્યાં વહેલું જવાનું નક્કી હતું પણ ઊંઘ વેરણ થઈ હતી.

 ચાલ ઊંઘ નથી આવતી તો કપડા ભરી ને બેગ તૈયાર કરી ગરાજ્માં ગાડીમાં ગોઠવી દઉ એમ વિચારીને બીજા દિવસની તૈયારી કરી બેગ અને પર્સ ગાડીમાં ગોઠવી દીધી..બેગમાં બે જોડી કપડા અને દીકરીને ત્યાં પરત કરવાનાં દાગીના બોક્ષ અને વારસામાં આવેલ સિક્કા, સોનાની લગડીઓ અને રોકડ વગેરે મૂક્યાં. સવારે ૬ વાગે તો નીકળવાનું હતું બે કલાકમાં આંખ મળી જાય તો મોડું ના પડાય તેમ વિચારીને જાનકી ઘરમાંથી ગેરેજ્માં દાખલ થઈ. બેગ ગાદીમાં મૂકી ગાડી બંધ કર્યા વિના ઘરમાં પરત થઈ, એને વિચાર પણ આવ્યો કે ગાડી બંધ નથી કરી પણ હમણા બે કલાક્માં નીકળી જવાનું છે ચાલશે .. બંધ નહી કરે તો.

સવારે ચારનાં ટકોરા પડ્યા ત્યારે ગરાજ્માંથી થોડો અવાજ આવ્યો.. જાનકીએ રામને જગાડતા કહ્યું ગરાજમાંથી વિચિત્ર અવાજ આવે છે.. અને હું કહી કહીને થાકી ગઈ છતા તમે અર્થીગ નું કરાવતા નથી મને બીક લાગે છે કંઈ શોર્ટ સર્કીટ નહીં થઈ જાય ને? ત્યાંજ લાઈટ બંધ થઇ ગઈ. જાનકીનો ગુસ્સો બીકમાં પુનરાવર્તીત થઇ ગયો. હું કહ્યા કરતી હતી પાણ તમે સાંભળ્તા જ નહોંતા. ઊંઘમાં આંખ ચોળતા ચોળતા ઉભા થઈને બહાર જોયું તો બધાની લાઈટ ચાલુ હતી. “ બધાની લાઈટ ચાલુ છે. આપણા ઘરની લાઈટ બગડી છે,”

ઓફીસમાં જઈને ડાયરીમાંથી નંબર શોધીને જાનકીએ ફોન કર્યો. થોડીવારમાં લાઈટ ચાલુ થઈ ગઈ અને જાનકીએ બુમ પાડી રામ કોલ નાઇન વન વન. અવર ગરાજ ઇઝ બ્રોકન આ કાળીયો મારી બેગ લઈને ભાગે છે કોલ નાઇન વન વન.

હાંફળો ફાંફળો રામ ફોન ઉપર નાઇન વન વન ને કોલ કરે છે અને ગરાજ્ડોર ખોલી નાખે છે, કે જેથી તે ચોર ને પકડી શકે, કે તે ચોરાયેલ માલ પકડી શકે, ચોરનાં હાથમાં રીવોલ્વર હતી. તે ડરેલો હતો અને તેણે બે રાઉંડ રામ ઉપર ચલાવ્યા. જાનકી રામ ઉપર ગુસ્સે થતી હતી કે “ગરાજ ડોર કેમ ખોલ્યુ?”

રામ જવાબ આપી શકતો હતો પણ ન આપ્યો,તેને રીવોલ્વરની હવે બીક લાગી ત્યાં મોટી પોલીસની કાર આવી, પહેલા કોપે પ્રશ્ન પુછ્યો મારું નામ કોપન હેગન ૯૧૧ ઉપર તમે ફરિયાદ કરી? જાનકી બહાર આવી ત્યારે લેડી કોપ જેનીફર પણ કોપન હેગન સાથે આવીને ઉભી. જાનકી પોલીસને સમજાવવા બેઠી કે શું થયુ હતું.

જેનીફર સામે જોઇને કોપન હેગન બોલ્યો “ ઍગ્રી વેટ્ડ રોબરી ની ફરિયાદ નોંધ.” વાતાવરણ ઠંડુ હતું. રામ અને જાનકી બંને ધ્રુજતા હતા. ગરાજ્માંથી ઘરમાં ગયા જેથી ગરમાટો મળે.

જાનકીએ અને રામનાં ડ્રાઈવીંગ લાય્સંસ ની નકલ કાઢી ફરિયાદ નોંધાવા માંડી.

કોપન હેગન ગરાજ અને ઘરની બહાર કાર્તુસ શોધવા માંડ્યા. ગરાજ માં અને ઘરનાં લાઈટ્નાં મૂલ સ્થાનો જોયા પછી કહે

મોટી ફરિયાદ અમે નોંધી લીધી હજી પણ તમને કશું ક યાદ આવે તો ૨૪ કલાક્માં અમને ફોન ઉપર નોંધાવજો આ તમારો ફરિયાદ નંબર અને અમારા સંપર્ક નંબર, જેનીફર કહે સૌથી પહેલા લોકર બદલાવી નાખો અને જેટલા ક્રેડીટ કાર્ડ છે તે બધા બંધ કરાવી લો. અને યાદ રાખો કે અમે તમે આપશો તે વિગતોને આધારે ચોર ને શોધવા મથીશું તેથી ક્યારે પણ કશું ક યાદ આવે તે જણાવજો. ખુબ જ ઉષ્મા પુર્ણ વહેવાર હતો બંને પોલીસનો સવાર પડી ગઈ હતી. કોપન હેગને જતા જતા એક પ્રશ્ન પૂછ્યો આ ચોર ને હું જહોન નામ આપીશ આ જહોન તમારા જોવામાં આવે તો તેમને ઓળખી જશો ને જાનકી બહેન?

જાનકી નું મન કહેતું હતું તે ફોગટીયાને તો હું ક્યારેય ના ભૂલુ પણ વહેવાર બુદ્ધિથી કહેતી હતી “ અંધારુ બહું હતુ અને હું ડરેલી પણ બહુ હતી તેથી તેને ઓળખી ના શકું, રામ મનમાં બોલ્યો,

આ જહોની તો કલ્યાણ મિત્ર હતો, બધુ લઇ ગયો પણ તે સંપતિ માટેનો મોહ છોડાવી ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Drama