હવેબહુદિવસોનથી.
હવેબહુદિવસોનથી.

1 min

239
અશોક અને મહેશની વચ્ચેપહેલી વખત અબોલા થયા.
અશોક બ્લડકેંસરની પીડાથી થાક્યો હતો અને તેના ભાઇ જ્યોતિષજ્ઞ મહેશને પુચ્છ્યા કરતો કે "ભાઈ હવે આ પીડા કેટલા દિન ?"
મહેશકહેતો“અમારું કોઇજ ભવિષ્ય કથન મૃત્યુ માટે સાચુ ન પડે તેવો અમને શ્રાપ હોય છે. તેથી તેના સિવાય કંઈ પણ પુછ.”
માલવિકા ભાભી ગુસ્સે થઇને બોલ્યા, ”સારુ તમે મૃત્યુ કથન ન કરી શકતા હો, તો કહો હવેહું રોજરોજ મરતા અશોકને જોતા ક્યારે બંધ થઈશ.”
મહેશ માલવીકાભાભીને જોઇરહ્યો, એનું મન કહી રહ્યુ હતું 'હવે બહુદિવસોનથી.'