દીકરો લાડથી કહે કે ધાડથી કહે
દીકરો લાડથી કહે કે ધાડથી કહે


નટુદાદા ગયા અને નિમુબા રડે રડે પાર વિનાનું રડે.તેમનો અમેરિકન દીકરો રાકેશ કહે “ બા! આજે રડવું હોય તેટલું રડી લો પણ મારી સાથે અહીંનુ ઘર બંધ કરીને તમારે અમેરિકા આવવાનું છે, નિમુબાનાં પિયરીયા કહે “આ તો નરી દાદાગીરી છે તેને અહી પિયર છે તેને રહેવું હોય તો રહી ના શકાય?”
રાકેશ કહે “ ના ન રહી શકે સાજે માંદે મારાથી તેમની કાળજી કરવા ના અવાય. મારી બાતો મારી નજર સામે જ રહેવી જોઇએ. દીકરો જીદ કરે તો માની તાકાત નહીં કે તેને તાબે ન થાય. વળી એકનો એક દીકરો લાડથી કહે કે ધાડથી કહે માનવું જ પડે.
દીકરાની વાત વહેવારની. અને પાછી તેમાં જીદ ઉમેરાઈ.
“ બોલ બા તું હા કહે
તો જ બાપાની ચીતાને આગ દઉં”.
નિમુ બા ખુશ થાય કે નાખુશ?