રાંક રોટી !
રાંક રોટી !


લોકડાઉનમાં એકલા રહેતાં સીંગલ્સ, કેજુવાન જોડા નું ધ્યાન આજકાલ કેરીયર થી હઠી કુકીંગ પર છે. રોજ એમની ફેસબુક, વોટ્સએપ જાતજાતની વાનગીઓના ફોટાઓથી ઉભરાય છે. પણ અફસોસ ને આશ્ચર્ય કે એમાં ક્યાંય બિચારી રોટલીના ફોટા નથી દેખાતા!
મારી હોંગકોંગ રહેતી દીકરી કે એમની આસપાસના ભારત કે ભારતની બહાર રહેલાં એમના અનેક મિત્રોની તો મને ખબર છે કે જાત મહેનતના આ સમયમાં એ લોકો એમને સૌથી કંટાળાજનક અને સમય માંગતું કામ એટલે કે 'રોટી શીખો' અભિયાન ચલાવી રહ્યા છે......આ ફક્ત સાંભળ્યું જ છે કારણ બિચારી રોટલી નો કોઇએ ફોટો જ નથી પાડયો. સીધીસાદી અને આકર્ષક અને રોજ ખવાતી વસ્તુની શી કિંમત? ભલ
ે ને પાંચ ટંક પકવાન ખાધા પછી છઠ્ઠે ટંક એની યાદ આવવાની જ! પાસ્તા, ચાઇનીઝ કે ડેઝર્ટ બનાવવા કરતાં રોટલી બનાવવામાં વધારે આવડતની જરૂર લાગી હોય પણ તો શું? એ તો હંમેશા છે જ.
રોટલીની આ દશા મને ' હાઉસ વાઇફ' કે ગૃહિણીઓ ની દશા જેવી જ લાગે છે. જેના વગર પૂરા ઘરની વ્યવસ્થા ડહોળાઈ જાય, જે અવિરત સીધીસાદી રીતે ઘરનું કામ કરે જાય. જેના કામમાં કદાચ સૌથી વધુ આવડતની જરુર પડે છે .ઘરને એકસૂત્રે બાંધવા એ 'સ્વ'નું બલિદાન આપે જ જાય છે .પણ સૌનું એના તરફનુ વર્તન? એ તો હંમેશા છે જ.
આવી અનિવાર્ય વસ્તુ કે વ્યક્તિને એના હક્ક નું માન, સમ્માન આપીએ....બહુ મોડું થાય એ પહેલાં.