Dina Vachharajani

Drama Fantasy Inspirational

4  

Dina Vachharajani

Drama Fantasy Inspirational

રામ

રામ

2 mins
23K


આજનો સૂરજ જાણે કંઇક વધારે જ દૈદિપ્યમાન હતો અને કેમ ન હોય, આજની તારીખ માનવ ઇતિહાસ માં સ્વર્ણ અક્ષરે લખાવાની હતી! જોકે પૃથ્વી પર વસતા મોટા ભાગના લોકો આ વાતથી બેખબર હતાં. . આ ભારતનાં વૈજ્ઞાનિકો ની વર્ષો ની મહેનતને અંજામ આપવાનો એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતો . સાચું પૂછો તો દુનિયા ભરનાં વૈજ્ઞાનિકો આ દિશામાં અથાગ સંશોધન કરી જ રહ્યા છે પણ હજુ સુધી કોઈને સફળતા નથી મળી. બધા દેશને આ શોધ પોતાના નામે ચડે એમાં રસ છે. એટલે જ કોઈ માહિતી લીક ન થાય -બીજા દેશના જાસુસ દ્વારા ચોરી ન થાય એ તકેદારી રાખવી અત્યંત જરુરી હતી . ભારતમાં કચ્છના રણમાં અનેક મહીનાઓથી થતી તૈયારી અત્યંત ગુપ્ત રીતે જ ચાલતી હતી . . આ પ્રોજેક્ટ 'રામ' ભારતના વડાપ્રધાન ની સીધી આગેવાની હેઠળ હતો. આજે આ પ્રોજેક્ટ અંતિમ કસોટી ની એરણે ચડવાનો છે. . અત્યંત ગુપ્તતા ની વચ્ચે.

છેલ્લા દસ-દસ વર્ષ થી આખી દુનિયાની પ્રજા ત્રાહિમામ પોકારી ગઇ છે -હવામાં ફરતા કોરોના ને બીજા અનેક પ્રકારના વાયરસથી. લાખો લોકોના મોત નું એ કારણ બન્યા છે. લોકો હંમેશા ભયભીત જ રહે છે. ઘરની બહાર નીકળવું હોય તો આખા શરીર ફરતે કવચ જેવાં વસ્ત્રો પહેરી નીકળવું પડે છે. . મોલ-થિયેટર-હોટલ-રેસ્ટોરન્ટ તો દૂરનાં ભૂતકાળની વાત થઈ ગઈ છે. કારણ સમૂહમાં આ વાયરસ ઝડપ થી ફેલાય છે. મંદિર -મસ્જિદ -ચર્ચ માં ભગવાન સૂના- સૂના થઈ ગયાં છે કારણ મૃત્યુના ભયથી કોઇ ભેગા નથી થતાં. . જરુરી કામકાજ કવચ પહેરી પતાવવામાં આવે છે. . લોકો હસતાં -મજા કરતાં જ ભૂલી ગયાં છે. આ વાયરસ-જેવા જૈવિક જીવાણુ ચીનએ દુનિયામાં ફેલાવ્યા પણ હવે એ બેકાબૂ થઈ કોઈ દવા કે વેક્સીન ને નથી ગાંઠતા ત્યારે કોઈ ચમત્કાર જ માનવ જાતને બચાવે. અને આજે એવી જ શોધ ને ભારતના વૈજ્ઞાનિકો પારખવાના છે. . . .

કચ્છના રણમાં વાતાવરણ તંગ છે. ચારે દિશાને તાકતાં- મોટા મોટા રોકેટ, લોન્ચર પર તૈયાર છે. આ રોકેટસ્ આખી પૃથ્વીને ફરી વળશે ને એમાં થી એક ખાસ પ્રકારના વાયુ ધરતીના વાતાવરણમાં ભળી બધા જ જૈવિક જીવાણુઓનો નાશ કરી વાતાવરણ ને વાયરસથી મુક્ત કરશે.

કાઉન્ટ ડાઉન શરૂ. . દસ -નવ-. . . . . . . . એક. . . ને લો 'રામ' ના રોકેટ છૂટ્યા ને વાયરસનાં રૂપ માં રહેલાં રાક્ષસ જાય ભાગ્યાં દૂર. . . દૂર. . . દૂર. . . પાછા ક્યારેય ન આવવા. . . . .

જાણે ફરી એક વાર અધર્મ પર ધર્મ ને રાવણ પર 'રામ'નો વિજય થયો.


Rate this content
Log in

Similar gujarati story from Drama