રાખી અને રોબો
રાખી અને રોબો
💫 રાખી અને રોબોટ
ચિરાગ રંગવાલા રોજ નવી મશીન બનાવતો.આ વખતે તેણે એક ખાસ રોબોટ તૈયાર કર્યો,જે માણસની આંખમાં ઝળહળતા ભાવો વાંચી શકે.
તેનું નામ રાખ્યું “હ્યુમોબોટ”.
તે ઈચ્છતો કે રાખીનાં દિવસે એની બહેન રસના એને રાખી બાંધે, એની સાથે, રોબોટ પણ એક બહેન ની લાગણી અનુભવે.
રાખીનો દિવસ આવ્યો.રસના રંગીન થાળ લઈને આવી,પણ ચિરાગ તો તેની લેબ માં રોબોટનાં વાયર ચકાસી રહ્યો હતો.
“ભૈયા! ચાલ મુર્હુત વીતી જશે જલદી આવ,હું તને લેબમાં આવી રાખડી બાંધું?”,
“હા, તું આવી શકે છે.પરંતુ આ વરસે પહેલા આપણે, પહેલા રાખડી હ્યુમોબોટ પર બાંધીને જોઇએ તો કેવું?,મારો હ્યુમોબોટ પણ લાગણી અનુભવી શકે છે હવે.”
રસનાએ કહ્યું નાં ભાઈ એવુ કદીય શક્ય નાં બને , કુદરત પોતાની પાસે કેટલુંક રાખે છે ભાઈ.
તેણે મોઢું ચડાવી રોબોટના હાથમાં રાખી બાંઘી.
ત્યાં સ્ક્રીન ઝબકી… લાઇટ ચાલુ થઈ… અને પછી એકાએક .ઠપ્! બધું બંધ થઈ ગયું.
રસનાની આંખ ભીની થઈ.“
ભૈયા, કદાચ હજુ જગતના મશીન એક બહેન નાં પ્રેમને સમજાતા નથી.”
ચિરાગે નજર ઉચકી,તેને જોયું કે રસનાની આંખમાંથી એક આંસુ ટપકી પડ્યું હતું. અને અચાનક, રોબોટની સ્ક્રીન પર લખાણ દેખાયું. Beware “Detected: Emotion – Sadness.”
ચિરાગે રસનાના આંસુ લૂછી હસીને કહ્યું,
“રસના, મારી ટેક્નોલોજી તારા પ્રેમ સામે ફેલ થઈ ગઈ…
પણ, ચાલો સારૂ એ થયું કે,તારાં આંસુએ મને મશીન બનતા અટકાવી દીધો.”
રસના હળવેથી બોલી,
“કેમ કે ટેક્નોલોજી મન નથી વાંચી શકતી, ભૈયા…અને મનને જાગૃત કરી શકે છે પ્રેમ.”
ચિરાગે હાથ આગળ કર્યો.હવે સાચી રાખી તેના હાથમાં બંધાઈ.
રોબોટની સ્ક્રીન ધીમી લાઇટમાં ઝગમગતી રહી.
“Emotion saved: Love.”
અને તે પળે ચિરાગે સમજ્યું,
" ટેક્નોલોજી નહીં, પ્રેમ જ માનવતાનો સાચો પ્રોગ્રામ છે જેને કોઈ સર્વર કે બેટરી ની જરૂર નથી .”
