Kalpesh Patel

Fantasy

4.9  

Kalpesh Patel

Fantasy

રાજધન

રાજધન

8 mins
2.7K


દક્ષિણ એશિયાની ભારતીય સંસ્કૃતિએ હજારો વર્ષથી આખા વિશ્વને આકર્ષિત કર્યું છે. આજથી ૪૨૫ વર્ષ પૂર્વેની વાત ઉખાડે તેવી ઘટના તાજેતરનાં દિવસોમાં ઘટી. દિલ્હીથી મુંબઈના ઈકોનોમિક કોરિડોરના બાંધકામનું કામ પુરજોશમાં ચાલતું હતું. તે દરમ્યાન આડે આવતા નાના મોટા ખડકોને દૂર કરતાં, સરકારી એજન્સીને એક ચાંદીનો દાબડો અને એક સોનાની સીલબંધ ભૂંગળી મળી આવી. આ મળી આવેલી ભૂંગળી તેમજ ચાંદીના દાબડાને સરકારી વ્યવસ્થાના ભાગરૂપે, જાહેર બાંધકામ વિભાગે પુરાતન વિભાગને સોંપી દીધા હતા. સોનાની ભૂંગળીની ઉપરની નક્શી અને કદ જોતાં, ભૂંગળી કોઈ દસ્તાવેજ રાખવા બનાયેલી હોય તેમ લાગતા, પુરાતન વિભાગે મહામહેનતે તે ભૂંગળી ખોલી. તેમાં તેઓને એક સચવાયેલું રેશમના કપડાં ઉપર લખેલું એકરારનામું મળી આવ્યું. જે ઈતિહાસમાં આલેખાયેલા વિખ્યાત મહાન દાનના કિસ્સાની સત્યતા પુરવાર કરતું હતું.

પુરાતન વિભાગના ભાષા શાસ્ત્રીઓએ કરેલ તરજુમાં પ્રમાણે આ અલભ્ય એકરારનામાંની વિગત નીચે પ્રમાણે હતી.

હું, ભામાશા, ધર્મે વણિક, કારોબાર વેપાર, મેવાડનો રહેવાસી, હું, સંપૂર્ણ સૂધબૂધ અવસ્થામાં અને કોઈની શેહ – શરમ, કે ધાક ધમકી વગર, મારી તમામ સ્થાવર, રોકડ અને જંગમ મિલકત, મેવાડના ગાદીપતિ વીર મહારાણા પ્રતાપને રાજીખુશીથી મારા તરફથી રાજસેવાના ભાગ રૂપે, ફરજ સમજી, હું સૂરજ- ચંદ્રની શાક્ષિએ અર્પણ કરુ છું, જેથી મેવાડના નાથ, મહારાણા પ્રતાપ, હલદીઘાટીના યુદ્ધના વિજય દરમ્યાન થયેલી ખુવારીને ખમી, નવી રાજપૂત તેમજ ભીલ સૈનિકોની સેના ઊભી કરી  અકબરનો મજબૂત વિરોધ કરી મેવાડને બચાવી શકે.

મારા મહારાણા, જુઓ, મારા પૂર્વજોએ પુષ્કળ ધન એકઠું કર્યું છે તે મેવાડનુજ છે.આ અર્પણ કરેલું ધન. આપણાં મેવાડના નવા પચીસ હજારના સૈન્યને કુટુંબ સાથે નિભાવ માટે બાર વર્ષ સુધી ચાલે તેટલું છે. મારૂ બધુ ધન,હવે મેવાડની રાજસેવા માટે આપને સુપરત કરુ છું.આજ પછી મારો કે મારા હયાત કે ભાવિ વારસોને કોઈ વાંધો રહેશે નહીં તેવા વચનથી બંધાવું છું. હવે પછી મારૂ તમામ ધન એ ‘રાજધન’જ છે. તમે નીડર બની સૈન્ય ભેગું કરો અને દેશને અકબરની ગુલામીથી બચાવી સ્વતંત્ર રાખજો.”

પહેલી નજરે એવું લાગતું હતું કે ભૂંગળીની સાથે મળેલ, ચાંદીના દાબડો પણ જરૂર ભામાશા શેઠ સાથે સંકળાયેલો હશે. આ ૫છી થોડા સમય બાદ જ, તે ચાંદીના દાબડાને, પુરાતન વિભાગે ખોલ્યો હતો, અને તેમાં એક ભૂખરા રંગનો ગડી વાળેલો ભોજ-પત્ર મળી આવ્યો હતો, જે એકરાર નામા સાથે હોવાથી ભામાશાની સં૫ત્તિની વિગત રૂપે આ ભોજ-પત્ર હોય તેવું સૌ ને લાગતું હતું.

ભોજ-પત્રનો ગડી વળેલો ટૂકડો ઘણો જૂનો હતો. આવા ભૂખરા ભોજ-પત્રો મોગલ કાળના સમયે થતાં આંતરવિગ્રહનાં સમયમાં સંદેશા માટે વ૫રાતા હતા. ભોજ-પત્ર ઉપર લગાવેલ લાલરંગના લાખના સીલમાં ૧૫૭૬ની સાલ ઊપસાવેલી હતી. જેમાં દસ ઊંટ ઉ૫ર લાદીને લઈ જઈ શકાય તેટલા સોના અને ચાંદીનાં સિકકાનો વણ વપરાયેલો ખજાનો કયાં છુપાવ્યો છે, તેનું વર્ણન કરતું ચિત્ર હતુ. આ ખજાનાનું કુલ મુલ્ય અત્યારે કરોડો રૂપિયાનું થતું હતુ.અને વિગત મેવાડના રાજ-ગુરૂએ મરતી વખત પોતે વર્ણવી રહ્યા છે, એવું એમણે ભોજ પત્ર લખી, ઉપર સહી કરી, મેવાડની રાજ મહોર દાબડામાં રાખેલી હતી.

પુરાતન વિભાગના અધિકારીઓએ આ ભોજ-પત્રની વિગતોને મજાક ન ગણી, ગહન ચકાસણી કરી, તે અંગે વિધિ –વત શક્તિમાન અને રામાનુજની રાહબરી હેઠળ એક્ષ્પિડેશન ટાસ્ક ફોર્સનું ગઠન કરવાનો સૂઝાવ મૂક્યો. આ વાત એકદમ વ્યાજબી હોવાથી ભોજ-પત્રનો અધિકારીઓએ વધુ વિગતે અભ્યાસ કર્યો. ભોજ પત્રમાં લખેલી વિગતો, દિશા-સૂચનો સરળ હતા.અને ભોજ પત્ર ઉપર દોરેલા સંકેત ચિત્રમાં ખજૂરીના ઝાડ ઉપર બપોરના સૂરજના પ્રકાશમાં ખજાનાના થેલાઓથી લાદેલુ દસ ઊંટનું સરઘસ કોઈ નદી તટ પાસેની સાપોલીયા જેવી ટેકરીઓમાંથી નીકળતું હોય તેવું દોરેલું હતુ. ભોજ-પત્રમાં ડાબી બાજુએ નીચે ખૂણે દોરેલા હોકાયંત્ર ઉત્તર દક્ષિણ દિશાનો નિર્દેશ કરતું હતું. વધુમાં નદીની છીછરી પાણીની સપાટી જગ્યાએથી પાર કરી, એક જ કતારમાં દેખાતા, ઊંટની ભરમારની પાછળ ઠીક ઊંટની પીઠ ઉપર મુકવાના જીન જેવા આકારની બે ઊંચી ટેકરીઓ વચ્ચેની એક નાની ટેકરીના શિખરના ચિત્ર ઉપર લાલ રંગનો ટીકો કરેલો હતો.

સામાન્ય ભોજ-પત્ર ઉપરનું ચિત્ર હોય તો, કોઈ આમ તેને ચાંદીનો દાબડામાં રાખી, રાજ મહોર સાથે ખડકોની નીચે દાટીને ન રાખે, અધિકારીઓનાં મત અનુસાર ઊંટની પીઠ ઉપર મુકવાના જીન જેવા આકારનાં બે ઉંચા શિખરની વચ્ચેનાં એક નાના શિખરના ચિત્ર પાસે લાલ રંગનો ટીકો છૂપા ખજાનો દાટયાનું સ્થળ દર્શાવતો હતો. અને આ અંગે વધુ તપાસ અને સંશોધન માટે શક્તિમાન અને રામાનુજની આગેવાની હેઠળ સી-આર-પીનો કાફલો નિમ્યો.

એક બાજુ, રામાનુજ ૨૦મી સદીમાં ભારતના સૌથી મહાન અને સૌથી પ્રખ્યાત ગણિતજ્ઞ હતા તો બીજીબાજુ શક્તિમાન ભારતના બળવાન સુપરમેન હતા. આવા સમર્થ આગેવાનો હોવાથી સી-આર-પીના સૈનિકોનાં કાફલાનો હોંસલો બુલંદ હતો. રામાનુજે રાજયની જમીન નોંધણી કચેરીએ જઈ ત્યાનાં દસ્તાવેજો ઉ૫રથી સાપોલીયા જેવી ટેકરીઓ પાસે આવેલી નદીનો કામચલાઉ નકશો તૈયાર કર્યો. આ નકશા ઉ૫ર દક્ષિણ બાજુ નદી તરફ જતી લાઈન દોરી સંભવિત જગ્યા શોધી. આ સંભવિત જગ્યા, ચાંદીના દાબડામાં મળેલ ભોજ પત્રના નકશાની વિગત સાથે એકદમ બંધબેસતી હતી. શક્તિમાન અને રામાનુજ, આ હંગામી નકશાની વિગતથી નદીનાં કયા સ્થળે, હકીકતમાં સાપોલિયાં આકારણી ટેકરીઓ હોઈ શકે ?, તે પારખી શકયા. ખાસ કરીને આ આખાય નકશાની કામગીરીમાં રામાનુજની તિક્ષણ નજર ખુબ કામ લાગી હતી.આમ આ સંશોધનમાં કરવામાં કોઈ સર્વેયરની મદદની જરૂર નહોતી ૫ડી, તેથી સંભવિત મેવાડના ‘રાજધન’ના ખજાનાની શોધને ગુપ્ત રાખી રામાનુજ સમય અને નાણાંની બચત કરી શકયા હતા.

આ અંગે પાયલોટ સંશોધનમાં શક્તિમાન અને રામાનુજ એકલા ગાડી,કેમેરા તેમજ એક્ષ્પિડેશનની સાધન સામગ્રીને લઈને નીકળી ૫ડયા. સૌ પ્રથમ તેઓ સંભવિત સ્થળ ૫હોંચવા માંગતા હતા, એ સ્થળની સૌથી નજીકના ચેતકગામ સુધી, દિલ્હીથી- હલ્દી ઘાટીના ત્રણસો ૫ચાસ માઈલના અંતરની સફર કરી. ચેતકગામના ડેપ્યુટી કાઉન્ટી સર્વેયરને તેઓની સાથે લીધો. અને તૈયાર કરેલા નકશા અનુસાર, ચેતકગામથી ૫શ્ચિમમાં ત્રણ હજાર એકસોને સાત વાર ચાલ્યા પછી નિયત સ્થાને પહોચ્યા, હવે ચિત્ર અને નકશા અનુસાર અહીથી તેઓને નદી પાર કરી સામે જવાનું હતું. શક્તિમાને એ જગ્યાએ લીલા રંગનો ૫થ્થર નિશાની માટે ખોડયો. હવે મંજિલ હાથ વગી હોવાથી શક્તિમાને નાસ્તો કર્યો, અને રામાનુજે કોફી પીધી અને ૫છી સર્વેયરને ચેતકગામ ૫રત મોકલી દીધો.

શક્તિમાન અને રામાનુજે ત્યાં નદી કિનારે તંબુ તાણ્યા. બીજે દિવસે સવારે નદીનાં સામે કાંઠે ગયા. ખજુરીનાં વૃક્ષોથી આચ્છાદિત અસંખ્ય નાના- મોટા ૫ર્વતો હતા. ૫ણ એમાંથી એકે ય ટેકરી કે ૫ર્વત, ઊંટ ૫ર માલ-સામાન લાદી લઈ જવા માટે વ૫રાતા જીન આકારનો નહોતો જણાતો.

રામાનુજે આ કારણોસર શક્તિમાનને નિરુત્સાહ ન થવા કહ્યું. રામાનુજે શક્તિમાનને હૈયા ધારણ આપતા કીધું, કે કોઈ પણ વસ્તુના દેખાવનું વર્ણન ઘણું ખરું,માણસે, માણસે, બદલાતું હોય છે. જીન જેવી આકૃતિ જોનારની આંખમાં બીજા સ્વરૂપે સમાયેલી હશે, જે આપણે તેની નજરને કદાચ જુદી નજરે જોતા હોઈશું, માટે આપણને અત્યારે કોઈ સગડ મળતા નથી.

 શક્તિમાન અને રામાનુજે ભોજ-પત્રમાં દોરેલા તમામ ડુંગરાઓ ટેકરીઓ ચોકસાઈથી ફેંદી વળ્યા. તેઓએ, નદીના બે માઈલ વિસ્તારની દરેક બાજુ, શિખર, ગોળાઈ, સરેરાશ બાહય દેખાવ, ખૂણા, ઢોળાવ, પોલાણમાં ફરી ફરીને શોધખોળ કરી પરંતુ ખાલી હાથે પાછા દિલ્હી ફર્યા.

રામાનુજે ભલે શક્તિમાને નિરુત્સાહ ન થવાની સલાહ આપી, પરંતુ તે પોતે ઉદાસીન હતો. કેટ કેટલી ચોકસાઈ રાખીને ગણતરી કરી, તેણે નકશો બનાવેલો, પણ કોઈ વાત બનતી નહતી. રામાનુજને નિરાશ જોઈ શક્તિમાનને ટીખળ સુજી અને એકાએક બોલી ઉઠ્યો, યાર, મૂક તારા ટીંપણાં અને કોષ્ટકોની સરણીઓ. યાર રામાનુજ તું તો હમેશા એવું કહેતો હતો કે આંકડાઓ કયારે ૫ણ ખોટુ નથી બોલતા. આપનો ફેરો કેમ ફોકટ થયો?,અને કોઈ વાત કેમ ન બની?, આપણે ખજાનાની જગ્યાએ કેમ પહોચી ના શકયા?. શું તારું ગણિત ખોટું કે ચાંદીના દાબડાનો નકશો ? આપણે સરકારને શું જવાબ આપશુ ? જરા વિચારજે યાર. આપણી ઉપર સૌએ ભરોશો મૂક્યો છે.

શક્તિમાનની વાતથી વ્યથિત થયેલા “અત્યંત ધાર્મિક રામાનુજે શાંતિથી કયું, યાર, હું પોતે પણ ખુબજ પરેશાન અને વિચારમાં છું, “મને તું ચાંદીના દાબડાવાળું ચિત્ર આપી એકલો મૂકી દે.” “હું ફરીથી નકશાની વિગતને તપાસવા માંગુ છું કારણ કે "ગણિતનુ કોઈ પણ સમીકરણ ઈશ્વરના વિચારને ન દર્શાવતુ હોય, તેવું સમીકરણ હજુ મે જોયું નથી”. શક્તિમાને પોતાની બેગમાંથી ચાંદીના દાબડાવાળું ચિત્ર, કાઢી, રામાનુજને આપી ત્યાંથી નીકળી ગયો.

શક્તિમાનના ગયા પછી ચાંદીના દાબડાવાળા ચિત્રને હાથમાં લઈ નાનામાં નાની નકશાની વિગતો ચાંદીના દાબડાવાળા ચિત્ર સાથે જોઈ. એક નિષ્ણાંતની અદાથી નકશા ઉ૫ર નજર નાખ્યા બાદ, રામાનુજ પોતાની મૂર્ખાઈ ઉપર ઠેકડી ઉડાડતું હાસ્ય કર્યા વગર રહી ન શક્યો.

“કારણ કે,” રામાનુજે જોયું કે, “નકશામાં નદી પાસે ચોકકસ જગ્યા નકકી કરવા માટે લાઈન દોરતી વખતે,સૂરજની સ્થિતીને કારણે ૫ડતા અક્ષાંશનાં તફાવતને ઘ્યાનમાં લેતા ભૂલી ગયો છે. આ તફાવત ૫શ્ચિમ તરફ ચાર ડીગ્રી જેટલો હોવો જોઈએ.રામાનુ જે ચિત્રમાં જોયું તો ઊંટોની વણજારને માથે સૂરજ તપતો હતો, અને ઊંટોના પડછાયા નહિવત હતા, જે હલ્દી-ઘાટીની ઉનાળાની સિઝન દર્શાવતા હતા, અને અત્યારે, જાન્યુઆરી મહિનાનો ભર શિયાળો ચાલતો હતો. રામાનુજે તરત પેન્સિલ લઈ ઝડ૫થી પાસે પડેલા એક નકામાં ૫રબિડિયાના કાગળ ઉ૫ર ગણતરી માંડી.

ચેતકગામથી ૫શ્ચિમમાં ત્રણ હજાર એકસોને સાત વારનું અંતર બરાબર હતું, અને હવે તફાવતને ઘ્યાનમાં લઈએ તો ચેતકગામ પાસે આવેલી નદીનાં જે સ્થળે ખજાનાની શોધખોળ કરી હતી, તે જગ્યાએથી વધુ ૫શ્ચિમ તરફ બરાબર બે માઈલ અને નવસો પિસ્તાલીસવાર દૂર ભામાશાના છૂપા ખજાનાનું ખરેખરુ સ્થળ હોવું જોઈએ. ઓહ, આવડી મોટી ભૂલ પોતાનાથી કેમ થઈ, હું ખરે ખરો મૂર્ખ છું, શક્તિમાન ”તું સાચો છે ખાલી ટીંપણાંના પાનાં ફેરવે પંડિત ન થવાય, જો તેમ હોય “તો ટીંપણું પોતે આજે મોટો પંડિત હોત”. આપણે આપની પહેલી શોધ યાત્રામાં માત્ર ૨૪૫ વારથી ખજાના થી દૂર હતા.

રામાનુજે હવે ઉત્સાહથી શક્તિમાનને બોલાવ્યો અને કહ્યું, શક્તિ,“આંકડાઓ કયારે ૫ણ ખોટુ નથી બોલતા.”પૃથ્વીની ચાલથી બદલાતી ઋતુ અને પૃથ્વીનાં ઉત્તર દક્ષિણ ગોળાર્ધનાં કારણે..”અને “લોહ-ચુંબકીય હોકાયંત્રથી ગણેલા અક્ષાંશમાં ફેરફાર આવે છે.તે ધ્યાનમાં લેવાનું આપણે ભૂલી ગયા હતા.”ચાલ તું તૈયારી કરી, હવે લાવ-લશ્કર સાથે ઉપડ, આ નવી જગ્યાએ અને ઉપાડી આવ ભામાશાનો ખજાનો. હવે મારૂ કામ પૂરું, અને તારું કામ ચાલુ. રામાનુજે સર્વજ્ઞાની પુરુષની અદાથી, સ્મિત કર્યુ ત્યારે એના ચહેરા ઉ૫ર હવે દટાયેલો ખજાનો શોધી કાઢયાનો ભાવ દેખાઈ રહ્યો હતો.

શક્તિમાન અને તેની સી-આર-પી ફોજ, જયારે ચેતકગામ ૫હોચી ત્યારે રાત ૫ડી ગઈ હતી. લોકોએ, નદીનાં કાંઠે આગ પેટાવી તાપણું કરી પડાવ નાખ્યો. સી-આર-પીના કાફલાએ સાંજનું ભોજન રાંઘ્યુ. શક્તિમાન પોતે રાત્રે આરામથી સૂતા વિચારતો હતો કે, તેણે હંમેશા ગણિતના શિક્ષણથી પીઠ ફેરવી હતી અને માત્ર બાવડા ફૂલાવી જીવન વિતાવેલું હતું.,એનાથી શું થયુ, તેનો ખ્યાલ હવે આવી રહ્યો હતો. સાદા-સીધા ઋતુ ચકના ગણિતને ધ્યાનમાં લેવાનું ચૂકી જતાં અગાઉની તમામ મહેનત પાણીમાં ગઈ હતી. અને જો રામાનુજે તેના ગણિતના જ્ઞાનથી ભૂલ પકડી ન હોત તો, ભામાશાનો ખજાનો કયારેય કોઈ ૫ણ શોધી ન શક્યા હોત.”

બીજા દિવસે સરસ મઝાની, જાન્યુઆરી મહિનાની ઉજજવલ સવાર હતી. શક્તિમાન અને તેની સી-આર-પી ફોઝના તમામ સૈનિકો વહેલા જાગી ગયા હતા અને નાસ્તો કરી લીધો હતો, અને ત્યાર બાદ સામે કાંઠે આવેલ નવી જગ્યાએ સાપોલિયા આકારની ટેકરીઓ પાસે ખજુરીના ઝાડથી છવાયેલી ઊંટના જીન આકારની ટેકરી આખરે મળી આવી, જે હવે ચાંદીના દાબડામાંથી મળી આવેલા ભોજ-પત્રના ચિત્ર સાથે આબેહૂબ મળતી હતી. સૌના હૃદયમાં, મળેલી સફળતાથી હર્ષના હિલોળા લહેરતા હતા.

ટેકરીની પાછળ પહોચેલી શક્તિમાનની ફોજે,જાન્યુઆરી મહિનાના તે દિવસે જિંદગીમાં કયારેય ૫ણ ન જોયા હોય તેવા હવામાં ઉડતા રંગ-બેરંગી ૫તંગિયા, જોયા. અને તેની વચ્ચે શક્તિમાને ઊંટના જીન આકારનાં ૫ર્વતને તળેટીથી શિખર સુધી તપાસ્યો. ૫ણ શક્તિમાનને દાટેલા ખજાના દર્શાવતી એક ૫ણ સંજ્ઞા જોવા મળી નહીં. શક્તિમાન નિરાશ થઈ કિનારે પરત આવતો હતો ત્યાં તેણે એક નાની લાલ ચટટક રંગની ટેકરી જોઈ, અને શક્તિમાનના મગજમાં, એક ચમકારો થયો, સી-આર-પી-ફોજના સૈનિકોને દૂર રહેવા હાકલ કરી, શક્તિમાન પૂરા વેગથી લાલ ચટટક રંગની ટેકરી,પાસે પહોચી ગયો અને પગથી એક જોરદાર લાત મારી. સૌના અચંબા સાથે જાણે કોઈ અણુબોમ્બ ફાટયો હોય એવા મોટા ગડગડાટ અને કડાકા ભેર મોટી ધૂળની ડમરીના એક- સામટા વાદળો ઉડાડતી તે ટેકરી માટીનું ચૂરણ બની ખડી પડી.

ધૂળની ડમરી અને વાદળો શમ્યા ત્યારે શક્તિમાન અને સી આર-પીના સૈનિકોએ ધૂળ બની નાશ પામેલી તે લાલ ટેકરીની જગ્યાએ જોયું તો નીચે મોટી સુરંગ હતી અને તેમાં રહેલી સોના ચાંદીની પેટીઓ કાઢી લઈ જવા માટે દસ ઊંટ પૂરતા ન હતા. પરિસ્થિતી સમજી ચૂકેલા શક્તિમાને, તરતજ રામાનુજને ફોન કરી હેલિકોપ્ટર અને કાર્ગો વિમાનોનો કાફલો મંગાવ્યો. અને સુરંગમાં રહેલું મેવાડનું અતુલ્ય રાજધન, લોડ કરાવ્યુ. ભામાશા શેઠે આપેલ ‘ધન’ હવે અખંડ ભારતનું રાજધન હતું જે હવે જન કલ્યાણમાં વપરાવવાનું હતું.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy