રાજાની પ્રતિજ્ઞા
રાજાની પ્રતિજ્ઞા
બંગાળનાં કાનાકુલ જીલ્લાના રાધાનગર ગામમાં જગમોહન રાયનું અકાળે અવસાન થયું, પત્ની આલોકમંજરી નાનકડા બે બાળકો સાથે વિધવા થયાં અને કુરિવાજ પ્રમાણે આલોકમંજરી પર સતી થવાનું દબાણ વધ્યું. એ ત્યાં સુધી કે પિયરથી મંજરીનાં માતા પિતા પણ રિવાજનું ઉલ્લંઘન કરવામાં પાતક લાગે, સનાતન ધર્મનો લોપ થાય, માટે તારે સતી થવું જ પડે એમ સમજાવવા આવ્યા. પણ મંજરીનો એકજ જવાબ કે "મને મારો જીવ વહાલો નથી, પણ મારાં આનાનકડા બાળકોનું શું ?"
પણ મંજરીનું કોઈ એનાં સાંભળ્યું અને સતી થવાની તિથી નક્કી થઈ ગઈ. પણ મંજરીનાંનાનકડા દિયરે મંજરી પરીવાર સામે બંડ પોકારયુ, કોઈ પણ ભોગે ભાભીને સતી નહીં થવા દઉં પણ એ લબરમુછીયા યુવાનનું સાંભળે કોણ ? અને આખર મંજરીનો અંતિમ દિવસ આવી ગયો, પંડાઓની વિધી ગુંજવા લાગી, સતી ઉત્સવમાં સતીમાનાં દર્શન કરવાં અને મહાલવા માટે આજુબાજુનાં ગામડેથી લોકો પોતપોતા નાનાનકડા બાળકોને તેડી નેં આવી પહોંચ્યા, હાં, એક પાંચ વર્ષનું આને એક ત્રણ વર્ષનું એવાં મંજરીનાં બાળકો ભલે નિરાધાર થતાં પણ પોતાના બાળકોનેને સતી મેળો દેખાડવા નવાં નવાં વસ્ત્રો પહેરવાની લોકો લઈ આવ્યા. ધાર્મિક આગેવાનો,ભૂવાઓ, ભૂઈમાઓ સતીમેળામાં પોતાનો છાકો પાડવાં ચિત્ર વિચિત્ર પહેરવેશ પહેરીને ઉમટી પડ્યા. સતીમેળામાં પોતાનો ધંધો કરવા દૂર દૂરથી ફેરિયાઓ પણ પોતપોતાના સર સામાન વેચવા આવી પહોંચ્યા. મંજરીની ના છતાં તેને ધરાર નવડાવી ધોવડાવી લેપ, ધૂપથી પવિત્ર કરીને સતી સ્વરુપે સ્મશાનની તરફ લઈ જવામાં આવ્યા. મંજરીનું અને તેનાં નાનકડા બાળકોનુ અસહ્ય રુદન ઢોલ નગારા અને લોકોનાં સતીમાનાં જયજયકારમાં દબાઈ ગયાં. નાનકા દિયરને એક ઓરડામાં પૂરી દેવામાં આવ્યો અને વાજતે ગાજતે પંડાઓનાં મંત્રોચ્ચાર તથા ભૂવા ભૂઈના હાકલ પડકારા સાથે લોકો મંજરીને લઈને સ્મશાને પહોંચ્યા. અને મુર્હૂત પ્રમાણે ઢોલ નગારા,હાકલ પડકારા, મંત્રોચ્ચાર તથા જયજયકાર સાથે મંજરી ને જીવતેજીવ ચીતા પર ચડાવી દેવામાં આવી.
નાનકો દિયર ઓરડાનો દરવાજો તોડી ને સ્મશાને પહોંચ્યો ખરો પણ ત્યાંતો મંજરીનું શરીર અડધું જાજેરુ બળી ચુક્યું હતું, ખૂબ રડ્યો પણ લોકો એ એને કસીને પકડી રાખ્યો, અને આખર મંજરીની ચીતા ઠરી અને એ ચીતાની રાખ પોતાના ઘરમાં છાંટવા ઘરમાં સૌ સારાવાના થાય ! ખેતરમાં છાંટવાથી મોલ સારો થાય ! ઢોરના ઢાળિયામા છાંટવાથી પશુ બિમારનાં પડે તથા દૂધ વધારે આપે !! એવી અપેક્ષિત માન્યતાને આધારે લોકો મંજરીની ચીતાની ઠરેલી રાખ લેવાં પડાપડી કરવાં લાગ્યાં અને જોતજોતામાં તમામ રાખ સાફ કરીનાખી ! અને પછી મંજરીનાં મા-બાપ, પરીવાર સમેત તમામ લોકો સતીમાની જય બોલાવતાં પોતપોતાના ઘરે ગયા.
દિવસ આથમી રહ્યો હતો સ્મશાન સુનું હતું પણ હજુ એક વ્યક્તિ સ્મશાનમાં હયાત હતી અને એ એટલે આલોકમંજરીનો નાનકો દિયર, નામ એનું રાજો અને એણે પણ પોતાના કોઈ સ્વાર્થ માટે નહીં પણ સ્ત્રી જાતિનાં કલ્યાણ માટે સ્મશાનની રાખની ચપટી ભરી અને આથમતાં સુર્યની સાક્ષી એ પ્રતિજ્ઞા કરી કે "આજથી હું, રાજા રામમોહન રાય પ્રતિજ્ઞા કરું છું કે આજથી પછી હિંદુસ્તાનમાં કોઈ પણ સ્ત્રીને સતી નહીં થવા દઉં અને હવે પછી મારાં જીવતેજીવ કોઈ મારી જાણકારીમાં સતી થશે તો હું પણ ચીંતા પર ચડી મારો જીવ આપી દઈશ. અને એ યુવાન ઘરે જવાને બદલે સીધો મારતે ઘોડે હિન્દુ ધર્મનાં સૌથી મોટાં આસ્થા કેન્દ્ર કાશી પહોંચ્યો અને તમામ પંડિતોને એક રાતમાં મળીનેં ધર્મમાં ક્યાંય સતીપ્રથાને સમર્થન આપ્યું હોય તો દેખાડવા કહ્યું. પણ મોટાભાગના મહાજ્ઞાની પંડિતો એ એની વાતને મજાકમાં લીધી તો કોઈ એ એમાંનાં પડવાની સલાહ આપી. તો કોઈ એ લાચારી બતાવી અને ઘણા એ તો ધર્મભંજક, સનાતન વિરોધી, નાસ્તિક ગણીને તિરસ્કાર આપ્યો,
પણ યુવાન નિરાશનાં થયો અને એણે વિચાર્યું કે આ લોકો અને પ્રજા સમજાવ્યા નહીં સમજે, વિનંતી, સંવાદ, ચર્ચાથી નહીં સમજે, સમજશે તો માત્ર કાયદાથી. અને વહેલી સવારે દિલ્હી બાજુ ઘોડો દોડાવ્યો અને બે દિવસે દિલ્હી પહોંચીને એ સમયનાં ભારતનાં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિકનેં મળ્યા. અને ભારતીય સ્ત્રીઓનાં સદનસીબે એ ગવર્નર એક સારો અને સુધારાવાદી માનસ ધરાવનાર ઈન્સાન હતો, રાજારામ મોહનરાયે એ અતથી ઈતિ સુધી અને પોતાના મા સમાન ભાભી આલોકમંજરીની સતીના નામે હત્યાવાળી હક્કીકત જણાવી અને આજદિન સુધી જે થયું તે પણ હવે પછી ભારતમાં સતીપ્રથાના નામે એક પણ સ્ત્રી ભોગનાં બનવી જોઈએ અને એનાં બાળકો નિરાધારનાં થવા જોઈએ એવો આગ્રહ રાખ્યો.
રાજારામ ની વાત સાંભળી બેન્ટિક ધૃજી ઉઠ્યો અને તુરંત જ પોતાના રેડિયો સ્ટેશન પરથી આખાં ભારત ભરની જનતાને કડક શબ્દોમાં જાણ કરતું પ્રવચન આપ્યું કે "હું હિંદ હાઈનેસ ગવર્નર વિલિયમ બેન્ટિક ભારતની જનતાને જાણ કરું છું કે આજે નહીં પણ અત્યારેથી જ કાયદો અમલ કરું છું કે હવે પછી કોઈ સ્ત્રીને સતી થવા અંગે દબાણ,લાલચ, ત્રાસ કે કોઈ પ્રકારે પ્રેરવામાં આવશે તો એ પરીવારજનો, એનાં માબાપ, પંડાઓ, ધાર્મિક આગેવાનો, મેળો મહાલવા અને ધંધો કરવા આવતાં તમામ લોકોને મૃત્યુદંડની સજા કરવામાં આવશે. અને ચમત્કાર થયો કે જે લોકો મનાવ્યા, સમજાવ્યા સમજ્યા નહી એ કાયદાની લાઠીથી સમજી ગયા અને તે દિવસથી આજ દિન સુધી કોઈ સ્ત્રી એ સતી થવું નથી પડ્યું !
કોઈ ચોરી છૂપી થી કેસ બન્યો હોય તો અલગ વસ્તુ છે અને પછીનાં દિવસોમાં એ સમયે જે વિધવા પુનર્લગ્ન અકલ્પનીય હતાં તે કાયદાનો આશરો લઈ ને રાજારામ મોહન રાયે ઘણી સ્ત્રીઓનાં પુનઃલગ્ન કરાવ્યા હતાં.
