રાજા સુરસેન
રાજા સુરસેન
રાજા રાજના ઘરે બે પુત્ર એક સેન અને બીજો ભદ્ર જેમાં સુર ખૂબ કઢાવવાનો હતો જ્યારે ભદ્ર છે એ શસ્ત્ર યોદ્ધા હતો એથી રાજા ને પણ શસ્ત્રો કાર્યો હંમેશા ગણતા કારણ કે રાજા ને યુદ્ધ લડવાનું હોય ન કે કળાઓ કરવાની હોય.
તેથી ભદ્ર હંમેશાં સુરને સમજાવતા કે તારે કળા મૂકી દેવી જોઈએ. અને શૂરવીર તરીકે તારે હમેશા શસ્ત્રમાં ધ્યાન દેવું જોઈએ કારણકે એક સાચા યોદ્ધાનું કામ હોય છે કે એને યુદ્ધમાં જીતી અને પ્રજાને બચાવવું.
એકવાર પાડોશી રાજ્ય આ રાજ્ય પર ચડાઈ કરી દે છે ત્યારે રાજના બે પુત્રો ભદ્ર અને સુર બંને લડાઈ કરે છે જેમાં ભદ્ર અને સુર બંનેની હાર થાય છે અને સામેના પક્ષની જીત થાય છે આ બંને રાજાની હાર થતી હોવાથી ગામના લોકો છે ખૂબ જ કંગાળ અને ગરીબ બની જાય છે અને તેના રાજા ભદ્રા અને સુર પણ ગરીબ બની જાય છે યુદ્ધમાં હાર થઈ હોવાથી આખા ગ્રામજનોમાં માતમ છવાઈ જાય છે હંમેશા યુદ્ધ માટે તત્પર રહેતો કે બીજીવાર યુદ્ધમાં હું જીતવા નહીં દઉં અને બીજી બાજુ સુર કે જે હંમેશા કળાને માન આપતો.
તેથી સુર અલગ અલગ પ્રકારની કળાનો આધીન અને જાણકાર હોવાથી અલગ અલગ પ્રકારની કળાના લીધે મૂર્તિઓ બનાવે છે અલગ અલગ પ્રકારના ચિત્રો બનાવે છે અને અલગ અલગ પ્રકારના વસ્ત્રો તૈયાર કરે છે આમ આ બધું વેચીને ઘણા બધા પૈસા કમાય છે અને જે પૈસા મળતા એ ગામના લોકોના માટે વાપરતો.
આમ સુર ભદ્ર ને સમજાવે છે કે ,"સાચો રાજા એ જ કહેવાય કે જે યુદ્ધથી નહીં પરંતુ પ્રજાને સુરક્ષા જ નહીં પરંતુ સલામતી અને શાંતિ પણ અપાવે."
આમ ગામના લોકો સુર ને પોતાનો રાજા બનાવી લે છે અને સુર સુરસેનના નામથી પ્રખ્યાત થાય છે.
આમાં નાનકડી વાર્તા આપણને એ સમજાવે છે કે હંમેશા આપણી પાસે જે વસ્તુ રહેલી હોય છે એ શ્રેષ્ઠ જ હોય છે કારણ કે કળા એ ભાગ્ય જ બધામાં નથી હોતી પરંતુ કોઈ ખાસ વ્યક્તિમાં જ હોય છે કારણ કે ભગવાન બધાને અલગ અલગ વસ્તુ તથા કળા આપે છે ભગવાનને ખબર છે કે કઈ વ્યક્તિને કયા પ્રમાણમાં શક્તિ તથા કળા આપવી. આમ ભગવાન એક શ્રેષ્ઠ સર્જન કાર છે.
