STORYMIRROR

krishna Purohit "dwarika"

Fantasy Inspirational

1  

krishna Purohit "dwarika"

Fantasy Inspirational

ખેલ નસીબના હાથમાં

ખેલ નસીબના હાથમાં

2 mins
50

અગિયતપુર નામના ગામમાં ચાર મદારી રહેતા હોય છે જેમાં બે છોકરા અને બે છોકરીઓ આમ તો ચારે ભાઈ બહેન હોય છે પણ બધાને અલગ અલગ કામ કરવાનું કહેવામાં આવેલું હોય છે બધા મદારીનો અલગ અલગ પ્રકારનો ખેલ કરતા હોય છે.

 આ ખેલમાં સૌથી મેન દોરડા પર ચાલવાનું હોય છે જે કામ લક્ષ્મી કરતી આ લક્ષ્મી ને આખું ગામ કહે તું કે તું મદારીના ખેલ ન કર કોઈ સાથે લગ્ન કરી લે પરંતુ લક્ષ્મીની કિસ્મત એટલી ફૂટેલી કે કોઈ તેની સાથે લગ્ન કરવા તૈયાર ન હતો તેથી તે આ ગામ મૂકી બીજા ગામમાં ચાલી જાય છે.

 લક્ષ્મી એક વાર બાજુના ગામમાં પોતાનો મદારીનો ખેલ કરતી હતી આ ખેલ જોવા રાજાનો મોટો પુત્ર ભદ્ર આવે છે અને ખેલ જોતાં જ તેને લક્ષ્મી બહુ ગમી જાય છે અને આમ તે રાજાને વાત કરે છે કે મારી પત્ની તો પેલી મદારી લક્ષ્મી જ બનશે કારણકે હંમેશા રાજકુમારના લગ્ન રાજકુમારી સાથે જ થાય છે પણ મારે એક સામાન્ય વર્ગની દીકરી સાથે લગ્ન કરવા છે જે રાજ્યને સારી રીતે સંભાળી શકે.

 રાજા પહેલા તો સંમતિ આપતા નથી પરંતુ પુત્રની જિદ સામે ચાલતું નથી બંનેના લગ્ન થાય છે અને પાડોશી રાજ્ય અચાનક જ હુમલો કરે છે અને આમ કોઈ શસ્ત્ર સમજણ તૈયાર હોતા નથી એથી રાજા ખૂબ જ સંકોચાઈ જાય છે ત્યારે આ સામાન્ય વર્ગની ગરીબની આ મદારી દીકરી તેણે રાજકુમાર સાથે લગ્ન કર્યા હતા અને તે મદારી હોવાથી તેને બધું કામ આવડતું રાજા ને કહે ,"પિતાજી ચિંતા કરશો નહીં મને શસ્ત્ર ચલાવતા આવડે છે મને યુદ્ધ લડતા આવડે છે રાજા હસી પડે છે ક્યાં ને શું આવડે વાતો ભિખારીની દીકરી છે."

 અને આમ યુદ્ધ પૂરું થાય છે અને તે દીકરી યુદ્ધ જીતીને આવે છે ત્યારે રાજાને વિશ્વાસ આવે છે કે સાંજે ન જ દીકરી પૈસા વાળા ઘરથી નથી પરંતુ સમજણ વાળા ઘરથી છે દીકરીનો માતાપિતાનો વર્ગ પૈસા વાળો હોવો જરૂરી નથી એની સમજણ શક્તિ અને તેનો ઉછેર કયા વાતાવરણમાં થયો છે તથા તે કેટલી કુશળ છે તે જરૂરી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Fantasy