Deepa rajpara

Action Crime Thriller

4.7  

Deepa rajpara

Action Crime Thriller

પૂર્ણવિરામ

પૂર્ણવિરામ

4 mins
372


"શૌર્ય..." એનો અવાજ સાંભળી શૌર્યની આંખો બેબાકળી ચકળ વકળ થઈ ઉઠી હતી. કોઈ અંજાન ડરથી પાંપણ કાંપી પણ ઉઠી હતી પણ વ્હીલચેર પર પડેલું તેનું નિસ્તેજ શરીર તસુભાર પણ હલી શક્યું નહિ.

"શૌર્ય..તમે જલ્દી સારા થઈ જશો. હું તમને સાજા કરીને રહીશ" પ્રિયંવદા બોલી.

ડો.નિશિથ બોલ્યાં, "મિસ પ્રિયંવદા, શુ આપ મિસ્ટર શૌર્યને જાણો છો ? અરે વાહ..તો તો આઈ હોપ એમની ટ્રીટમેન્ટ કરવી સરળ થઈ જશે. આપ નર્સ તરીકેનો આપનો ચાર્જ અત્યારે જ સંભાળી લો અમારે આપની સેવાની તાત્કાલિક જરૂર છે."

"જી ડોક્ટર સાહેબ, એ મારા માટે ખુશીની વાત હશે. આમ પણ મારે શૌર્યને આ પેરેલીસીસમાંથી બહાર તો લાવવા જ છે.નહિ તો.."

ડો. નિશિથ પ્રિયંવદાનાં ચહેરા પર છવાયેલાં અજીબ હાવભાવની ખાસ નોંધ લીધા વિનાં વચ્ચે જ વાત કાપતાં બોલ્યાં, "લાગે છે કે મિસ્ટર શૌર્ય આપના કોઈ નજીકના સગા છે.આપનો ઉત્સાહ કહી રહ્યો છે"

પ્રિયંવદા થોડું અટકીને બોલી, "ના, સગા તો નથી પણ કશુંક તો અધૂરું બાકી છે જ. કદાચ પૂરું કરવું જરૂરી છે." અને એણે સરસરી નજરે શૌર્ય તરફ જોઈ લીધું.

ડો.નિશિથ ઉતાવળમાં હોય એમ બોલ્યાં,"ઓકે...ઓકે....તમે કામ શરૂ કરી દો.. મળીયે પછી.." અને એટલું બોલી ડો.નિશિથ ત્યાંથી નીકળી ગયાં. 

પ્રિયંવદા શૌર્ય તરફ ફરીને મુસ્કુરતા ચહેરે અવાજમાં વાત્સલ્યની મીઠાશ ઘોળીને બોલી," શૌર્ય..આઈ લવ યુ..મને ખબર છે તમે મારી વાતમાં વિશ્વાસ નહિ કરો. પણ હું સાચું કહું છું. તમને ન ચાહીને મેં જે ભૂલ કરી એનું પરિણામ- કે સજા જે કહો તે, પણ મેં ખૂબ ભોગવી લીધું. હવે બસ સહન નથી થતું..હવે મારે 'પુર્ણવિરામ' લાવવો જ છે. બસ તમે જલ્દી સાજા થઈ જાઓ."

 ઘેઘુર લીલી વનરાઈઓથી લદાયેલા એ હિલસ્ટેશન પર વાત્સલ્ય હોસ્પિટલની આબોહવા જ કંઈક એવી શીતળ અને સ્વાસ્થ્યવર્ધક હતી કે ગમે તેવા મનોરોગી હોય કે શરીરની વ્યાધિ લઈને કોઈ આવેલાં હોય, જે અહીં મુલાકાત લેવા આવ્યા હોય તે સૌ ખૂબ થોડા સમયમાં તો સાજા થઈને જ જતાં !

શૌર્ય પણ અહીંની ટ્રીટમેન્ટ લેવા આવેલો..હકીકતમાં એ એની જાતે નહોતો આવેલો. એ તો એકલો હતો. એનું કોઈ સગુ વ્હાલું, મિત્ર સંબંધી કોઈજ નહોતું. પણ કોણ જાણે એનાં નસીબ હજી સાથ આપી રહ્યાં હશે કે કેમ એને આવેલાં પેરેલીસીસનાં હુમલા કોઈ અજાણ્યો શુભચિંતક એને અહીં વાત્સલ્ય હોસ્પિટલમાં એડમિટ કરાવી ગયેલ.! એમ તો શૌર્ય પાસે પૈસો પણ ખૂબ હતો એટલે એની ટ્રીટમેન્ટ શરૂ થઈ જ ગઈ હતી. ડૉક્ટરોનાં મત પ્રમાણે શૌર્યની તબિયતમાં ઝડપથી સુધાર આવી જવો જોઈતો હતો.પરંતુ કોને ખબર કેમ શૌર્યની હાલતમાં કોઈજ ફેર પડી નહોતો રહ્યો. 

ડોકટર્સ પણ આશા ખોવા મંડયા હતા. પરંતુ પ્રિયંવદા જાણે આશાનું કિરણ બનીને આવી. એ જે રીતે દિવસ રાત એક કરી શૌર્યની સેવા કરી રહી હતી એ જોઈ હોસ્પિટલમાં સૌ આશ્ચર્ય પામી ગયાં હતાં. શૌર્ય પણ પ્રિયંવદાની હાજરીથી ખીલી ઉઠતો હોય એવું ધીરે ધીરે લાગવાં લાગ્યું હતું અને એનું નિસ્તેજ શરીર ફરીથીપ્રતિભાવ આપવા લાગ્યું હતું. એક દિવસ શૌર્ય પોતાનાં પગ પર પ્રિયંવદાને ટેકે ઉભો પણ થયો. પરંતુ પ્રિયંવદા આટલેથી સંતોષ માનવા નહોતી માગતી. એણે તો શૌર્યને સંપૂર્ણ સાજો કરવો હતો. એ જ જાણે એનું મિશન હોય એમ એ સેવા કરવાં લાગી જ પડી હતી. 

આખરે લગભગ એ દિવસ આવીજ ગયો જ્યારે શૌર્ય સાવ સાજો થઈ ગયો. આજે એ રજા આપવાની હતો. એ ગુલાબનાં ફૂલોનો ગુલદસ્તો લઈ, પ્રિયંવદા જ્યાં હોસ્પિટલનાં ગાર્ડનની લોન માં બેઠી હતી ત્યાં આવ્યો. "પ્રિયુ...આજે હું તને ઘણાં દિવસે ફરીથી આઈ લવ યુ કહેવા માગું છું.." એમ કહી પ્રિયંવદાને ભેટવા ગયો ત્યાં જ પ્રિયંવદા હાથમાં ખંજર લઈ તેનાં તરફ પલટી !

પ્રિયંવદા વિચિત્ર ઘોઘરા અવાજે બોલી.."મિસ્ટર શૌર્ય-ધ ગ્રેટt... તારા પગમાં હોય એટલું જોર ભેગું કરીને ભાગવા મંડ. આજે કાં તો તું નહિ કાં તો હું નહિ.." 

શૌર્ય ચમકી ગયો. એ જાણે જીવ પર આવી ગઈ હોય એમ પરસેવે રેબઝેબ હતી. એનાં થડકારા એની કાનમાં ધાક બની પેસી ગયા હોય એમ એને એના જ બોલેલા શબ્દો સંભળાઈ નહોતા રહ્યાં..છતાં એ બોલ્યે જતી હતી.

"તને શું લાગ્યું ? હું બધું જ ભૂલી જઈશ. મારો હર્યો ભર્યો સંસાર તે પળમાં પિંખી નાખ્યો. મારો દેવ જેવો ભોળો પતિ. એની હત્યા માત્ર મને પામવા તે કરી નાખી..અરે મારા પેટમાં મારા પતિની આખરી નિશાની સમું મારું માસૂમ બાળક પનપતું હતું એને પણ તે મારા પર પાશવી બળાત્કાર આચરી આ દુનિયામાં આવતાં પહેલાં જ મોતને હવાલે કરી દીધું. આમાં કયું શૌર્ય બતાવ્યું તે. લોહીની નદી વહી છે મારામાંથી. તારી હવસની આગમાં જુલસાઈને રાત રાત મેં પીડાનાં ચિત્કાર કર્યા છે. કશું જ નથી ભૂલી હું. એટલે જ વરસ દિવસ પછી હું બહારથી સાજી થઈ અને અંદરથી દૂઝતા ઘાવ લઈ બદલો લેવા જ પાછી ફરી.. પણ તને આવી પેરેલીસીસની હાલતમાં જોયો. મને ખબર નથી તને આવું કેમ થયું પણ જે હોય તે. તું એનાથી પણ વધારે ખરાબને લાયક હતો.અરે એટલેજ મેં વિચાર્યું, એક મુડદાલને મારવામાં કયું મોટું કામ મેં કર્યું કહેવાય ?પણ, હવે તું તારા પગ પર ચાલી શકે છે. જા તને મોકો આપું છું. તારી હોય એટલી તાકાત ભેગી કર અને દોડવા જ માંડ. હવે આ ખંજર અને આ 'પીડિતા' તારી સગી નહિ જ થાય !"

શૌર્ય દસ ડગલાં પણ દોડી શક્યો નહિ હોય ત્યાંજ ખંજર એની આરપાર થઈ ગયું. એક 'પીડિતા' એ સમાજમાં જડબેસલાક અનોખો દાખલો બેસાડ્યો !


Rate this content
Log in

Similar gujarati story from Action