kiranben sharma

Fantasy Inspirational

4.0  

kiranben sharma

Fantasy Inspirational

પુસ્તકની પાંખે

પુસ્તકની પાંખે

2 mins
409


અવની, હાથમાં રહેલી પેનને રમાડતી કંઈક વિચારતી અને તરત તે નોટમાં લખતી હતી. આ તેની ચાલીસમી નવલકથા 'પુસ્તકની પાંખે' બહાર પડવા જઈ રહી હતી. 

અવની તેની જિંદગીની સત્ય વાત આ નવલકથામાં ઉતારી રહી હતી. આખરી નજર તેણે નવલકથામાં નાખી, તેની આંખોની સામે બધી વાતો, બનાવ, ચિત્રપટની જેમ આવવા લાગ્યાં. 

રતનપુરા ગામ, અમદાવાદ શહેરથી દૂર છેવાડાનું ગામ, જ્યાં હજુ જોઈએ તેવો વાહન વ્યવહારનો વિકાસ થયો ન હતો. અવની, ગામમાં આવતી મીની ટ્રેનમાં બેસી આવી રહી હતી, 22 વર્ષની એકદમ રૂપાળી ,નાજુક નમણી, બીએનો અભ્યાસ પૂરો કરી આગળ કંઈક સારું ભણવાનો ઇરાદો રાખતી તે ચોપડી વાંચતી બેઠી હતી. ટ્રેન સાવ નાની, શિયાળાનો દિવસ એટલે ઝટ અંધારું થઈ ગયું. ગામ છેલ્લું, બધા પેસેન્જર ઉતરી જવા લાગ્યા. તેના ડબ્બામાં એકલી રહી ગઈ. ટ્રેન મધ્યમ ગતિથી દોડી રહી, ત્યાં ચાર યુવાન ડબ્બામાં ચડી આવ્યા અને અવનીની છેડતી કરવાં લાગ્યાં. અવની, પોતાની જાતને બચાવવા કરગરવા લાગી. ડબ્બામાં આમ તેમ દોડવા લાગી. કોઈ રસ્તો ન જણાતાં તે ડબ્બાનાં બારણામાંથી નીચે ચાલુ ગાડીએ ઉતરવા જતાં ઉતાવળમાં પગ લપસ્યોને ગાડી નીચે આવી ગઈ.

અવની બચી ગઈ, પણ બે પગને એક હાથ કોણીમાંથી કાપવો પડ્યો. અવની, હિંમત હારી ગઈ." મને કેમ બચાવી ? મરી જવા દેવી હતી." કલ્પાંત કરતી દવાખાનેથી ઘરે આવી. માતા-પિતાએ હિંમત આપી. નકલી પગ બેસાડવા પણ પ્રયત્ન કર્યો ,પણ તે શક્ય ન બન્યું. માતા-પિતા પાસે પૈસા ન હતાં. જુવાન છોકરી અપંગ બની પિતાને ખૂબ આઘાત લાગ્યો, તે મૃત્યુ પામ્યા. 

 અવનીનાં માથે આભ ફાટ્યું. પિતાનું પેન્શન તેની માતાને મળતું, તેમાં બંને ગુજરાન ચલાવતાં, ધીમે ધીમે હિંમત એકઠી કરી માતાને પણ હિંમત આપી. નોકરી કરી શકે તેમ નહોતી, ભણેલી એટલે બીજી બહેનપણીઓ પાસેથી ટેકનોલોજીનું જ્ઞાન લઈ કોમ્પ્યુટરને મોબાઈલ વસાવ્યો. તેને લખવાનો શોખ હતો એટલે લખવાનું કાર્ય શરૂ કર્યું. તે સાહિત્ય ક્ષેત્રે ઉડાન ભરવા લાગી ! તે નાની મોટી વાર્તાઓ નવલકથા બીજાનાં નામે લખી આપીને વેચતી અને પોતાનું ગુજરાન ચલાવતી. 

 અવનીની આ મજબૂરી હતી. છતાં પેટનો રોટલો રળવા તે બેનામી જિંદગી જીવતી.

 કેટલાંય સમય પછી જીવનની આત્મકથા રૂપે લખેલ 'પુસ્તકની પાંખે' આજે તેના નામથી પ્રસિદ્ધ થવા જઈ રહ્યું હોવાથી તેના આનંદનો પાર નથી. જિંદગીમાં ઘણા ઉતાર-ચઢાવ વચ્ચે પણ શારીરિક અપંગતા સાથે ઘરે બેઠાં બેઠાં તેને પોતાનાં લખાણથી પાંખો મળીને સફળતાનાં આકાશે ઉડવા લાગી. એક સારામાં સારી લેખિકા તરીકે તેનું અને ગામનું નામ પણ ચમકાવ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy