Amit Chauhan

Fantasy Children

3  

Amit Chauhan

Fantasy Children

પતંગિયું

પતંગિયું

2 mins
248


        

એક પતંગિયું એના ઘરમાં આવ્યું  આગળ-પાછળ એની એ ઊડવા લાગ્યું  એ કહેવા લાગ્યો,

'ચાલ હવે સ્થિર થઇ જા'

પણ એમ કંઇ પતંગિયું સ્થિર થાય ! એણે તો સ્થિર થવાની ના પાડી એ તો બસ ઊડતું રહ્યું. એ જુએ જ્યારે આગળ ત્યારે પતંગિયું આવે પાછળ એ જુએ જ્યારે પાછળ ત્યારે પતંગિયું આવે આગળ  પતંગિયાને ચિડવવા એણે એક યુક્તિ અજમાવી  સન્મુખ થઇને એની એ પૂછવા લાગ્યો,'હે પતંગિયા, હોય તારે આધાર કાર્ડ ?'

'હા, મારા આ સુંદર પગ એ જ મારું આધારકાર્ડ'

આટલું કહી તે વારંવાર પોતાના પગ તરફ જોવા લાગ્યું 

'ઊભું રહે, ઊભું રહે, વધુ એક સવાલ' એ મનોમન બોલ્યો. એ પછી પૂછવા લાગ્યો,'હે પતંગિયા, હોય તારે પાનકાર્ડ ?' 

'કેમ નહી! જે છોડના પાન પર બેસું એ મારું પાનકાર્ડ' આટલું કહેતાં પતંગિયું આંગણામાં શોભી રહેલ છોડના લીલાં પાન જોવા લાગ્યું 

'હં…. શોપિંગ કેવી રીતે કરતું હશે ! ચાલ પૂછવા દે' એમ વિચારતા તે પૂછવા લાગ્યો,'હે પતંગિયા, હોય તારે ડેબીટ કાર્ડ ?'

'હા, હા...કેમ નહીં! બિલ કાઉન્ટર પરના માણસને ફૂલની ખુશ્બુ આપું એટલે મારું બિલ ચૂકવાઇ ગયું ! 

હમણાં જ શોપીંગ મૉલમાં જઇ આવી ને ખરીદી કરતી આવી.' કહેતાં પતંગિયાએ પોતાની પાસેની બેગ બતાવી.

'વાહ પતંગિયા...વાહ પતંગિયા... તારી વાત મને નિરાળી લાગી' કહેતાં એણે પૂછી જોયું, 'હે પતંગિયા, તું ખાઇશ મેગી?' 

જવાબની રાહ જોયા વિના એ એક વાટકામા મેગી લઇ આવ્યો. એ પછી પતંગિયાએ મેગી આરોગી ને'સરસ ...સરસ' કહેતા ઘરની બહાર જવા લાગ્યુ 

એ જ પળે તે કહેવા લાગ્યો,'ઊભું રહે...ઊભું રહે. કહે મને તારું નામ શું ? 

પતંગિયાએ આંખો ત્રાંસી કરી ને કહેવા લાગ્યું,'મારું ફેવરિટ ફ્રૂટ છે ચિકુ ને મારું નામ છે દિકુ.'


Rate this content
Log in

Similar gujarati story from Fantasy