પર્સનલ સેક્રેટરી ભાગ ૨
પર્સનલ સેક્રેટરી ભાગ ૨
અનિલ અને વિશ્વા ખૂબ જ સમજુ અને પ્રેમાળ પતિ પત્ની, અનહદ પ્રેમ કરતા હતા. પાંચ વર્ષ પહેલા થયેલ લગ્ન અમદાવાદની બાહોશ, અલ્લડ છોકરી વિશ્વા, તેના પિતાનું એકનું એક સંતાન બોલ્ડ, બુદ્ધિશાળી અને સુંદર, પોતાના પૈસાના પ્રતાપે બધું થઈ જશે તેવું તેના મગજમાં હજી પણ હતું.
અનિલ એકવાર અમદાવાદ તેના મિત્રના લગ્નમાં ગયો હતો. તેની સાથે થનાર પત્નીની ખાસ સખી આ વિશ્વા હતી. બંને જણ લગ્નમાં એકબીજા સાથે લડવામાં અને ઝગડવામાં તેમના પ્રેમની કુંપણ ખીલવી બેઠા. છેલ્લે તો અનિલે વિશ્વાને આંખ મારતા કહ્યું, 'બસ હવે બહુ હોશિયારી ના માર !'
'જેની પાસે જે હોય તે મારે, મારી પાસે હોંશિયારી છે,તો હું તેનો ઉપયોગ કરું છું.' વિશ્વા બોલી.
'મેં પણ મારી પાસે જે હતું તે માર્યું, તારી એકલાની પાસે નથી, મારી પાસે પણ છે.' કહેતાં તેણે આંખ મારી...
'બસ હવે ના મારતા આવડતી હોય તો, ના મારીશ.'
બંને જાણ તું , તા પર આવી ગયા.
'જો, શું નામ છે ?'તારું, અનિલ બોલ્યો.
'વિશ્વા, પણ તારે શું કામ છે ?'
'તને યાદ છે કે નહિ તે જાણવા માટે પૂછ્યું.'
આંખો કાઢીને વિશ્વા તેની પાછળ દોડી. અનિલ હોલના ફર્સ્ટ ફ્લોરના પગથિયા ચડીને ભાગ્યો. વિશ્વા પાછળ દોડતા સીડી ચડી. ઉપરના પગથીયા સુધી પહોંચીને તેનો પગ સ્લીપ થઈ ગયો. અનિલ સજાગ હતો. સીડી પરથી નીચે પડતી વિશ્વાને હાથ પકડીને તેની તરફ ખેંચી. .વિશ્વા તેની છાતી પર પટકાઈ. અચાનક થયેલા બંનેના શરીરનો અકસ્માત દિલની ધડકન વધારતો ગયો. વિશ્વાને પોતાની તરફ ખેંચતા, વિશ્વા સીડીઓથી નીચે પડતી બચી તો ગઈ, પરંતુ અનિલ તેને લઈને પડ્યો. વિશ્વા તેની પર આવી જતા, બંને જણ પોતાનો ઝઘડો ક્યારના ભૂલી ગયા, અને પ્યારના મહાસાગરમાં ડૂબવા લાગ્યા.
લગ્ન હતા અનિલના મિત્રના, આમને બંધન બંધાતા વાર ના લાગી.
'હવે મારા પરથી ઊઠ, જાડી ભમભોલ મારા હાડકા ભાગી ગયા.' ઓ..બા... પા...રે... કરતા તેના બંને હાથ,તેની કંમર પર વિટળાઈ ને સજ્જડ રીતે લોક કરી દીધી.
'ઉઠવા તો દે...' કહેતા તેને ક્યારે વિશ્વાએ કિસ કરી, એની ખબર પણ ના પડી. મોડી મોડી ખબર પડતા, અને તેની પકડ મજબૂત રાખીને પ્રત્યાઘાત આપવામાં અનિલે કશું પણ બાકીના રાખ્યું. ચુંબનોનો વરસાદ ઉપરના માળે વરસી રહ્યો હતો.
ઉભા થઇ પહરેેલી ચણિયાચોળી અને તેના અસ્તવ્યસ્ત થયેલા શરીરના ભાગને સરખા કરતા અનિલની સામુ જોઇ હસવા માંડી. 'તારું મોં જો પૂરેપૂરું વાદળી થઈ ગયું છે.'
'વાદળી ? વાદળી કઈ રીતે ?'
'તું જો તો ખરો આઇનામાં.' વિશ્વા પણ ઉપરના હોલમાં આવેલા ડ્રેસિંગરૂમમાં ભાગી, પાછળ અનિલ પણ અંદર આવ્યો. આયનામાં પોતાનું મો જોતા ભડક્યો.
'આટલી બધી લિસટીક કોઈ લગાવતું હશે ? લાવ, સાફ કરી દઉં.'કહેતા વિશ્વાએ ટીસ્યુ પેપર લઈને તેના ચહેરા પરના લિસટીકના ડાઘા સાફ કરવા લાગી.
'બસ બસ અનિલ બહુ અડપલા ના કર. અનિલ પ્લીઝ મારી ચોળીની દોરી બાંધી દે ને !' કહેતા તે અનિલ ની આગળ આવીને ઊભી રહી. બંનેના ચહેરા ચાઇનામાં ખૂબસૂરત કપલની ઝાંખી કરાવતા હતા.
લગ્ન ક્યારે પત્યા અને ક્યાં શું થયું તેની બંને ને ખબર ના રહી. એકબીજાને પસંદ ન કરવાનો હવે તો તેમની પાસે કોઈ વિકલ્પ જ ન હતો. અનિલ અને વિશ્વા છૂટા પડતાં અનિલ સુરત આવ્યો પણ દિલ તો અમદાવાદ વિશ્વાને આપીને આવ્યો હતો. વિશ્વા પણ જાય તેમ ન હતી તેણે તો તેના પિતાને પટાવવા માટે ફક્ત એક દિવસનો સમય લીધો હતો. અને ત્રીજા મહિને બંનેે લગ્નગ્રંથિથી જોડાઇ ગયા હતા...
***
ઓફિસથી ઘરે આવીને અનિલે બેગ પોતાના સ્ટડી રૂમમાં મૂકી-જ્યાં તેને પોતાની ઘરમાં નાની ઓફિસ બનાવી હતી. ટાઈ કાઢીને મૂકવા જતો હતો ને વિશ્વા દોડતી આવીને બોલી, 'ટાઇ ના કાઢ, મેં તને કેટલા ફોન કર્યા, બંધ કેમ આવતો હતો ?'
'કેમ શું થયું ?'
'મારે મોલમાં ખરીદી કરવા જવું હતું. ચાલ, હું ચા મૂકી દઉં. ચા નાસ્તો કરીને આપણે મોલમાં જઈએ.'
'અત્યારે છ વાગ્યા છે, સાત વાગ્યે પહોંચી જઈશું તો મજા ક્યાંથી આવશે ?'
'ચાલને અનિલ પ્લીઝ પ્લીઝ...'
'હું બહુ થાકી ગયો છું. તને ખબર તો છે, સવારના પાંચ વાગ્યે ઊઠીને હું ત્રણ કલાકની મુસાફરી કરીને મિટિંગ પતાવી, ઓફિસથી અત્યારે થાક્યો આવ્યો છુ્ં. મારી તાકાત નથી વિષુ... ઓફિસમાં ખૂબ જ કામ રહે છે, મારુ પર્સનલ કામ પણ મારે જાતે કરવું પડે છે. કેટલું યાદ રાખુ યાર... મારો મોબાઇલ ચાર્જ કરવાનું પણ હું ભૂલી જાઉં છું.'
'તારી પેલી ગીતા શું કરે છે ? અને તારો પેલો પ્યુન ?
'તે બધા બહારના દરેકની જોડે એકબીજા સાથે સંકળાયેલા હોય છે. મારે સેક્રેટરી રાખવી જ પડશે. ચાલ, ચા બનાવ હું નાહીને ફ્રેશ થઈને આવું છું. ચા નાસ્તો કરીને આપણે જઈએ. જમવાનો પ્રોગ્રામ બહાર જ રાખીશું બરોબર ને !'
'હા' કહેતા વિશ્વા એ અનિલને પ્યાર ભરી કિસ કરતા તેણે રુમમાં ફ્રેશ થવા મોકલ્યો.
અનિલ તું જબરો છે. મને ફોસલાવીને સેક્રેટરી રાખવાની ભલામણ તો કરતો ગયો. ખરેખર તેને તકલીફ તો પડતી જ હશે. કમ સે કમ ઘણા બધા ફોન એટેન્ડ કરે, ઈમેઈલ કરે, કોટેશન ભરે અને અમુક જગ્યાએ તો ચર્ચા કરીને મિટિંગ પણ ફિક્સ કરે. અરે હું પણ ક્યાં અનિલમાં આવી ગઈ. પર્સનલ સેક્રેટરી, મસ્ત રમકડું હોય તો ? અનિલ અને રમાડ્યા કરે જ ને !
વિચારોમાં ને વિચારોમાં જ ચાનો એક ઉભરાયે તેને અટકાવી દીધો. પરંતુ દિલમાં આવેલ ફડકનો ઉભરો બુઝાવતા તેને પરસેવો પડી ગયો. ડાઇનિંગ ટેબલ ઉપર કોફી અને અનિલની ચાનો કપ તથા અને ભાવતી ફરસી પુરીની પ્લેટ તૈયાર હતી. નાહી ધોઈને ફ્રેશ થઈ અને પાછો તેની બનાવેલી ઓફિસમાં જઇને, લેપટોપ લઈને આવ્યો.
'અનિલ પ્લીઝ ચા નાસ્તો મોલ અને ડિનર પછી આપણે. આંખ મારી ને બોલી કામ કરવાનું નથી આપણે જલસા કરીશું.'
'તું રહેવા દે, ચાલ હું આવું જ છું પણ મારે રાતના બાર પછી પણ કામ તો કરવું જ પડશે. કાલે પછી ત્રણ મીટીંગ મારે કરવાની છે.'
'બસ પ્રોમિસ, હું તને મજ નુ માલીશ કરી આપીશ.' વાત કરતા વિશ્વા બોલી.
ચા નાસ્તો કરીને બંને જણ બહાર નીકળ્યા રાજુ ગાડી ગાડીમાં તૈયાર બેઠો હતો. રેસ્ટોરન્ટમાં નાસ્તો કરતા વિશ્વાએ ધીમે રહીને સેક્રેટરીની મંજૂરી આપી દીધી. તારે સેક્રેટરી ના ચક્કરમાં આવવાનું નથી. તારી કેબિનમાં એની જગ્યા ના હોવી જોઈએ. એના કપડાં સાદગીભર્યા હોવા જોઈએ.
ખુશ થતા અનિલ બોલ્યો, 'અરે હું સેક્રેટરીનો ડ્રેસ કોડ બનાવી દઈશ.' ડાઇનિંગ ટેબલ ઉપર હાથથી લાંબી કિસ કરતા બોલ્યો.
ઘરે આવી બન્ને જણ પથારીમાં પડતાં જ સુઈ ગયા.
સવારના સાત વાગી ગયા હતા. આજે રવિવાર હતો અનિલ તેના બેડરૂમમાં મીઠી નીંદર લઇ રહ્યો હતો. વિશ્વા ચા, નાસ્તો તૈયાર કરી રહી હતી. બેડરૂમમાં અંદર આવીને જોયું તો, કાચની બારીમાંથી સૂર્યનો પ્રકાશ અંદર આવીને અનિલના ચહેરા ઉપર પડતો હતો. ધીમે રહીને બારીનો પડદો સરકાવીને વિશ્વાએ સૂર્યના પ્રકાશને આવતો રોક્યો. અને પછી રૂમની બહાર નીકળતા અનિલની સામુ જોઈને બોલી, તુ ઊંઘમાં પણ કેટલો મસ્ત લાગે છે !
મોટું કપાળ, અણીદાર નાક અને દાઢી ઉપર પડતુ ખંજન તથા તેણે વધારેલી સાધારણ દાઢી તથા મુંછ તેના ચહેરાને પાકટ બનાવતી હતી. વિશ્વા અનિલને સુતેલો જોઈ થોડી વાર ઉભી રહી. તેણે ઓઢેલી ચાદરનો અડધો ભાગ ખુલ્લો થઈ ગયો હતો. અને મનમાં બોલી, 'ખરો છે, અનિલ સૂતી વખતે બધું જ કાઢીને સુઈ જાય છે.'અને હસતા હતા તે રૂમની બહાર જવા નીકળી.
બહાર નીકળતા જ અનિલનો અવાજ આવ્યો.."દુરથી જોઇને મને તો એમ આનંદિત ન થા,પાસે આવીને પામ તો મજા આવશે."
'ઉસ્તાદ છે,, તું અને કહેતા તે તેના ઉપરની ચાદર હટાવી, અને તે પોતે જ તેેની પર સુતા ચાદરની ગરજ સારી. અડધા કલાકની સુપ્રભાતે અનિલમાં નવા જોશનો સંચાર કર્યો.
કલાકમાં તો અનિલ નાહી ધોઈને અને વિશ્વા સાથે ચા-નાસ્તોનો આનંદ લઇ રહ્યો હતો. ચા પીતા પીતા તેણે છાપામાં સેક્રેટરીની એડ આવી છે કે નહીં તે જોઈ લીધી, અને તે એડ વિશ્વાને બતાવવા લાગ્યો.
'તું જબરો છે !'
'કેમ ?' અનિલ બોલ્યો.
'ઓફિસમાં જ નક્કી કર્યું હતું કે, મારે સેક્રેટરી જોઈએ છે, અને એડ પણ આપી દીધી હતી ખરું ને ?'
'હા યાર હું ખૂબ જ થાકી ગયો હતો, ગીતાંજલીને કહી દીધું હતુ કે તું યાર એડ આપી દે. બીજું મને ખબર જ હતી, અને મને તારા ઉપર વિશ્વાસ જ હતો કે, આ વખતે તું ના નહીં પાડે. તને મારા કામનું ભારણ ખબર જ છે ને ?
'બહુ સારું' ચા પી ને ઉભી થતાં વિશ્વા તેના માથા ઉપર મસાજ કરતી રસોડામાં ચાલી ગઈ
ક્રમશ:

