પર્સનલ સેક્રેટરી - 3
પર્સનલ સેક્રેટરી - 3
ઓફિસ રૂટિનના બે દિવસ થઈ ગયા હતા. ગીતાંજલીનાં મોબાઈલ માં 5 સેક્રેટરીની અરજી રજીસ્ટર થઈ ગઈ હતી. ગુરુવારે દરેક કેન્ડિડેટ ને હાજર થવાનું હતું.
આ બાજુ મોરિસ અને અમર અવસ્થિના એડવર્ટાઈઝની ત્રણ ડિઝાઈન ગીતાંજલી એ મોકલી આપેલ હતી.. તેમને ત્રણે ત્રણ ડિઝાઈન પસંદ આવી હતી.
ઓફિસ સ્ટાફની ખુશીનો પાર ન હતો... ગુરુવારે પર્સનલ સેક્રેટરીનો ઈન્ટરવ્યૂ હોઈ દરેક જણ ખુશ થતું હતું. ગીતાંજલી ને પોતાના કામનું ભારણ ઓછું થવાનો આનંદ વધુ હતો....જ્યારે બીજા બધાને નવો ચહેરો આવશે, તેનો અને તેમનો જુસ્સો વધશે... તેનો આનંદ હતો. ગીતાંજલી જોઈને થાક્યા એવો મનનો ભાવ હતો.
ઉમેશ અને મયંક વાતો કરતા હતા. ધવલ વચ્ચેજ બોલ્યો, યાર આપણો બોસ અનિલ ઓછો છે... શું સેક્રેટરી તેના કંટ્રોલમાં નહીં રહે ? હા યાર તારી વાત તો સાચી છે, કંઈ નહીં તો તેને જોઈને આંખોને ઠંડક તો મળશે. ઓફિસમાં ચાલતી રેગ્યુલર થિયરી અપનાવી. બુધવાર બધાનો બેચેની માં રહ્યો.
ગુરૂવારની સવારે અનિલ ફટાફટ નાહી ધોઈને તૈયાર થઈને ડાઈનિંગ ટેબલ ઉપર આવીને ચા નાસ્તા માટે માટે રેડી થઈ ગયો.
અનિલને જોતા જ વિશ્વા આંખોની ભમરોથી વિસ્મય ચહેરો બનાવી મનમાં બોલી, સાલી સેક્રેટરીની કિંમત વધારે છે ? આ અનિલનું મારે ધ્યાન તો રાખવું જ પડશે. મારે પણ એની સેક્રેટરી કરતા સારા અને સેકસી ડ્રેસ પહેરવા પડશે. જોઈએ તો ખરા કોણ છે. કેવી હશે, કેવી લાગે છે..... પછી બધી વાત...અને અનિલનું વર્તન કેવું છે તે પણ જોઈ લઈશ.
મનમાં મુસ્કુરાતી વિશ્વા કોફી પી રહી હતી.
કેમ કંઈ બોલતો નથી, બહુ કામ છે કે શું ઓફિસમાં ?
હાસ્તો કામ બહુ જ છે આજે પર્સનલ સેક્રેટરીનો ઈન્ટરવ્યૂ છે..... બે મીટીંગ પતાવવાની છે....... કાલે મુંબઈ જવાનું છે, બે દિવસ માટે..... ત્યાં પણ મીટીંગનું ભારણ છે. વિષા તું આવીશ મારી સાથે બે દિવસનું કામ છે મજા આવશે.
ના મારે તારી સાથે આવવું નથી... તું મીટીંગમાં વ્યસ્ત હોય અને હું ક્યાં જઉ..... એકલી એકલી હોટલમાં હું બોર થઈ જાઉ.
તારી વાત તો સાચી જ છે. મારી જોડે ધવલ આવવાનો છે અને જો સેક્રેટરીની નિમણૂક થઈ જાય તો તેને પણ સાથે લેતો જઈશ.... કેવી રીતે તેને મીટીંગ એડ્રેસ કરવી તેનો તેને ખ્યાલ તો આવી જાય..... સેક્રેટરી કેવી છે તે તો તેના ચહેરા ઉપરથી તેની સ્માર્ટનેસનો ખ્યાલ આવી જાય, પણ તેની ઈન્ટેલિજન્સી તો અનુભવે જ ખબર પડે.
યસ તારી વાત સાચી છે. હું બની જાઉં તારી સેક્રેટરી, તે પણ પર્સનલ.
તું વિશ્વા એકદમ અચાનક કેમ આમ બોલે છે અનિલ થોડો વિમાસણમાં પડી ગયો..... ...હા પાડું તો તે પ્રપોઝલ સ્વીકારી લેશે,, શું વિચારે છે,હું કહું છું કે હું તારી સેક્રેટરી તરીકે આવી જાઉ.
હું તો તને ક્યારનો કહું છું કે, તું મારી સેક્રેટરી બની જા. પણ તું ક્યાં માને.... અને હવે તું પાછળથી પૂંછડુ પછાડે છે.....!!! અનિલે પરિસ્થિતિ સંભાળતા તેના ગાલે ટપલી મારી.
10:00 વાગે તૈયાર થઈ ઓફિસે જવા બેગ લઈને અનિલ ઉપડયો..પંદરથી વીસ મિનિટ તૈયાર થવામાં લગાવી ને આજે તેણે તેનું મનપસંદ સેન્ટ ભારોભાર લગાવ્યું હતું. વિશ્વા મરક મરક મુસ્કુરાતી હતી.
શાનદાર કોમ્પ્લેક્ષમાં રાજુએ પાર્કિંગમાં ગાડી ઊભી કરતા અનિલ ગાડીમાંથી બહાર નીકળતા, તેના કર્મચારી ધવલ ને જોતા પાછું ફરી તેને તરફ બોલાવવા સાઈન કરી, આગળ વધતા જ એક પાંચ ફૂટ સાત ઈંચ લાંબી, એકદમ અતિશય સુંદર કન્યા લાઈટ બ્લૂ શર્ટ અને બ્લેક સ્કર્ટ માં અર્ધશ્યામ વર્ણી, લાંબું નાક,આકર્ષક મારકણી માંજરી આંખો અને કાનમા મોટા કુંડળ, સ્વર્ગની અપ્સરા ને પણ ઈર્ષા આવે તેવી મનમોહક કન્યાને ભટકાઈ બેઠો.
અનિલના બે ડગલા ફોર્સથી ફરતા સુંદર કન્યા પડતા પડતા રહી ગઈ. એક હાથમાં તેનું પર્સ અને બીજા હાથમાંની ફાઈલ ઉછળીને પાર્કિંગના ખૂણામાં પડી.
તેણીની પણ ગોળ ફરતા તેને બચવાના પ્રયત્નોમાં તેના બંને હાથ અનિલના ખભા પર ટેકવીને લટકી પડી. બેગ સાથે લટકેલી કન્યાને અનિલે તેના બંને હાથથી તેને પકડી લીધી. અનિલની બેગ જરૂર તેના થાપા ઉપર વાગી હશે.
ઓ માય ગોડ અનિલ બોલ્યો. ગભરાઈ ગયેલી પેલી યુવતી તેને શું કરવું, ક્યાં કોનો વાંક હતો, તેના વિચારમાં તે અનિલ સામે જોઈ રહી. અનિલનું પ્રભાવશાળી વ્યક્તિત્વ તેને ઝઘડો કરતા રોકી લીધી.
યુવતી બોલી આઈ એમ સોરી
અનિલ બોલ્યો આઈ એમ સોરી
માથાના વાળ સરખા કરતાં પોતાનું પર્સ અને ફાઈલ લઈ પાર્કિંગમાંથી, ટાઈમ જોઈને તે ગેટની બહાર રવાના થઈ.
અનિલે ટાઈ સરખી કરી, તેણે પહેરેલું શર્ટ આઉટ થઈ ગયું હતું, તે સરખું કરવા લાગ્યો. દોડીને આવેલા ધવલે, અનિલની બેગ લઈ લીધી. ડ્રાઈવર રાજુ ગાડી પાર્ક કરીને, ગાડી માંથી લેપટોપ લઈ, ઓફિસમાં જવા કોમ્પલેક્ષમાં દાખલ થયા.
અસ્વસ્થ બની ગયેલો અનિલ કેબીનમાં જઈ કેબિનની બહાર આવી ગીતાંજલી પાસેથી કેટલા કેન્ડિડેટ આવવાના છે તેની માહિતી લીધી...
ધવલ બોલો સર ઈન્ટરવ્યૂમાં મારે બેસવાનું છે કે ગીતાંજલી મેમને ?
તમારા બંનેમાંથી કોઈએ પણ આવવાની જરૂર નથી મારી પર્સનલ સેક્રેટરીનો ઈન્ટરવ્યૂ છે. હું તેનો ઈન્ટરવ્યૂ લઈશ....
હું તમને જણાવું છું કે, જે પણ પર્સનલ સેક્રેટરી આવશે હું તેને કામ સમજાવીશ. તેણીની તમને જણાવશે કે તમારે શું કામ ક્યારે કયું કરવાનું છે.....હા ટેકનિકલ વાતની ચર્ચા તો આપણે કરતા રહીશું.... અમુક કામ તે મારા વતી આપે તો પણ તમારે એમ જ સમજવાનું છે કે મેં તમને કામ સોંપ્યું છે, એવી ભાવના રાખજો.
આપણે સર્વે ટીમવર્ક થી કામ કરીએ છીએ. અને કરવાનું છે. ઓફિસમાં સ્ટાફ બોલી ઉઠ્યો યસ સર...
ઘડિયાળ 10 45 તો સમય બતાવતા અનિલ તેમની કેબિનમાં અંદર ગયો.
અનિલના અંદર જતા જ ધવલ ધીમેથી બોલ્યો તને ખબર છે સર કેવા લકી છે ?
કેમ શું થયું ? ઉમેશ અને મયંક બોલી ઉઠ્યા.
અરે, આજે પાર્કિંગમાં અનિલ સર અને એક મસ્ત મેડમ જોરદાર ભટકાઈ ગયા.. તેઓ મને બોલવા પાછા વળીને આગળ વધતા જ પેલા મેડમ જોડે ભટકાયા.
તો , તો જોરદાર થપ્પડ પડી હશે ?
હોતું હશે એમાંથી કશું થયું નથી. જવા દે એમની ખુશકિસ્મતી, એમને કેટલી મજા આવી હશે. એવા તો કટ ટુ કટ અથડાયા હતા.... હા તે જોયું ને તેમનું શર્ટ આઉટ થઈ ગયું હતું અને એમની ટાઈ રફે દફે થઈ ગઈ હતી.

