પર્સનલ સેક્રેટરી ૫
પર્સનલ સેક્રેટરી ૫
ઓ કે ઓ કે સર ...
અનિલ ફટાફટ લીફ્ટમાંથી ઉતરીને ગાડીમાં બેસી સીધો સામેની હોટલ તરફ ગાડી ધીમે ધીમે લઈ ગયો. અનિલ હોટલમાંથી ઠંડુ લઈને ગાડીમાં બેઠો.....સામેથી આવતી બેલાની સુંદર ચાલ ને જોતા તે તેની કામના કરવા લાગ્યો.. તેણે તેનો હાથ ગાલ પાસે લઇ જઈને જોરદાર થપ્પડ મારી દીધી......
હું કેમ આમ વિચારું છું....
અનિલને દૂરથી ગાડીમાં બેઠેલો જોઈ, બેલા સીધી તેની ગાડી તરફ આવીને તેની બાજુમાં આગળની સીટ પર ગોઠવાઈ ગઈ. ગાડીમાં બેસતા તેને ઊંચે ચડી ગયેલ સ્કર્ટ સરખો કરતા, અનિલ હું ચાલી જાત... નાહકનો તું તારો ટાઈમ વેસ્ટ કરે છે... આપણે પાછું કાલે જવાનું છે....
ના ના એવું કશું નથી મને કશો ફરક પડતો નથી.... અને તું ક્યાં એટલી બધી દુર રહે છે.. તારું ઘર મારા ઘર તરફ જવાના રસ્તે જ આવે છે...
ઓકે કહેતા તેનુ પર્શ અને ફાઈલ ગાડીના ડેશબોર્ડ પર મુકતા બોલી, તમારે ઘરે બીજું કોણ કોણ છે...
હું અને મારી પત્ની વિશ્વા....
કોઈ દીકરા-દીકરી,,,,,,
ના અત્યારે તો કોઈ નથી મજા કરીએ છીએ. આંખ મારતા અનિલ બોલ્યો.
હું પણ એકલી મજા કરું છું....
...............એકલા,એકલા મજા કેવી રીતે થઈ શકે ? અનિલ આશ્ચર્યચકિત થઈને બોલ્યો.
ઘરમાં આવીને હું કલાક તો બાથરૂમમાં સ્નાન કરું છું..... અને પછી એકલા ગાઉન માં ઘરમાં ફરું છું. અને મારી મનપસંદ વાનગી બનાવવાનો આનંદ માણું છું... ઘણીવાર તો હું ગાઉંન પણ........ કહેતા તે અટકી ગઈ અને મારી ખાસ ફ્રેન્ડ શિલ્પા ચૌધરી જોડે કલાકો સુધી વાતો કરું છું.
યાર તું છે તો સેક્સી.....
છું જ ને,,બધા તારી જેમ ઓછા હોય.......
અનિલ બસ હવે ડાબી તરફ જ ગાડી રાખજે...ત્રીજી લેનમાં છેલ્લો બંગલો મારો છે. થોડી જ મિનિટોમાં બેલાં ના કહેવા મુજબ બંગલાની બહાર સાઇડ માં ગાડી ઊભી કરી.......આપણે કાલે મળીશું, બેલાને ઉતારતા કહ્યું......
સર આટલે આવ્યા છો તો ....
પાછું સર..... હું ઓફિસમાં બધાની સામે તારો સર . તું મને અત્યારે અનિલ કહી શકે છે.
આવને અનિલ, સેકન્ડનો પણ વિચાર ન કરતા બેલા એ આંખોથી પણ તેને આમંત્રણ આપ્યું.
સાલો દિવસ સારો છે, કે ખરાબ ? મનમાં બોલતો અનિલ ગાડી સાઇડમાં પાર્ક કરીને બેલા નું પર્સ અને ફાઈલ લેતા બહાર નીકળ્યો.
બેલા ધર નું લોક બોલીને અનિલની રાહ જોતી બહાર ઊભી હતી.. .....અંદર આવતાં જ અનિલ બોલ્યો મારે તારું પાકીટ અને ફાઈલ નું ધ્યાન રાખવાનું ? શું પનીશ કરું તને ?
બેલાએ તેને પકડીને સીધો જ તેનો ગાલ અનિલના હોઠ સામે ધરતા બોલી, સોરી... બાકી રહેલું કાર્ય અનિલે ન છૂટકે કરી ઘરમાં દાખલ થયો.
સોફા ઉપર બેસવા ઇશારો કરી, આંખ મારતા બોલી, હું પાંચ મિનિટ માં ચેન્જ કરીને આવું છું..... ચારે તરફ નજર કરતા અનિલ પુરા ઘરનું નિરીક્ષણ કરી રહ્યો હતો. દિવાલ પર લગાવેલ મોટી ફ્રેમમાં બેલાના માતાપિતા,ભાઈ નો ફોટો લાઈવ લાગતો હતો.. સુંદર રીતે સજાવેલા ઘરમાં સોફા તથા તેની સામેની તરફ આવેલો કિચન તરફ સાઈડમાં ડાઈનીંગ ટેબલ હતું. ચાર ખુરશીઓ આરામની પળો માણવા ટેબલ નીચે સંતાઈને ઉભી હતી. ડાઇનિંગ ટેબલ વાળી દિવાલ માં ઉપર તરફ પૂરેપૂરો મીરર લગાવેલો હતો. સોફા ની પાછળ ની તરફ બે બેડરૂમ તથા બાથરૂમ જણાતા હતા. બંને સોફાની મધ્યમાં રહેલી તાંબાની મૂર્તિ આકર્ષણ જમાવતી હતી. બે બેડરૂમની વચ્ચેની દીવાલ માં બેલાનો એક અતિશય ગ્લેમર ફોટો આંખોને ચકાચૌંધ કરતો હતો.
સોફા ઉપર બેઠેલ અનિલની પીઠ બેડરૂમ તરફ હતી. સાઈડમાં આવેલ કિચન તથા ડાઈનીંગ ટેબલ નું નિરીક્ષણ કરતો હતો. સામેની તરફનું ટીવી ચાલુ કરતાં બેલા એ અનિલને રીમોટ આપતા કહ્યું હું ચેન્જ કરીને આવું છું. પાંચ મિનિટ માં આપણે કોફી સાથે લઈએ. તુ કોફી લઈશ ને ???
ઓકે પણ મારે મોડું થશે તુ જલ્દી કર...
બસ હવે આ ઘર જ છે ને, બધું કામ રાત્રે કરજે. આજે તારી વિશ્વાને છુટ્ટી આપજે. કહેતા તેના માથા પરના વાળ બગાડી ,બેલા એના બેડરૂમમાં ચાલી ગઈ.
પોતાની આદત મુજબ એનો બેડરૂમ ખુલ્લો રાખી કપડા બદલવા લાગી. અનિલ ટીવી જોવામાં મશગૂલ હતો. પોતાની બનાવેલી એડ આવતા, તેણે બેલાને બૂમ મારી, તે સાથે તેની નજર ડાઇનિંગ ટેબલના મીરર ઉપર પડતા બેલાને .....કપડા બદલતા જોઈ અનિલનો પરસેવો છૂટી ગયો. અને તેણે પાછળ જોવાનો વિચાર માંડી વાળ્યો.
શું કહું બેલાને, એક જ દિવસમાં આટલો ટચ. જાણે તે જિંદગીમાં મારી પત્ની ના હોય...! હે ભગવાન હું શું કરું. તે જાતે કરીને તો આવું તો નહીં કરતી હોય ને? ના ના હું પાછળ જોવાનો નથી. અને થોડી જ સેકન્ડ માં વિચારો માં ખોવાયેલ અનિલની સામે પ્રત્યક્ષ બેલા તેના પારદર્શક ગુલાબી ગાઊન માં આવીને અનિલને ઢંઢોળ્યો.
આઈના તરફ એની નજર અને તેનો ચહેરો હોઈ આવતા જ બેલા બોલી આઇના માં શું જોતો હતો ? અંદર આવવુ હતુ ને...તને મઝા પડત...કંટાળી ગયો હતો કે શું? સોરી મારે થોડી વાર લાગી.. કેવી લાગુ છું... તું નહિ માને હું થાકી ગઈ હતી. ઇન્ટરવ્યુની તૈયારી માં, આપણો એકસીડન્ટ અને તારી ખુરશી ના મારે મને થકવી નાખી.. એટલે મેં બાથરૂમમાં જઈને ખંખોળીયુ કરી નાખ્યું....
દુ:ખે છે હજુ ડોક્ટરને બતાવવું છે?
ના, ના ડોક્ટર તો મારી સામે જ છે. કહેતા તે બેઠેલા અનિલ ની સામે આવીને તેની સામે ખૂબ જ નજીક ઊભી રહી......
કંટ્રોલ બહાર થઈ ગયેલો અનિલ, હવે તો આગળ વધ તું, તેને અંદરથી કામદેવ પ્રોત્સાહિત કરતો હતો. તેણે પોતાની તરફ ખેંચી તો લીધી... બેલા તેના બાહુપાશ માં સીમટાઇ જવા તૈયાર હતી..... બેલેન્સ ચુકી જતા વાગી જશે એની બીક લાગતાં તેણે ધીમે રહીને છોડી દીધી.. .....હું જાઉં છું કહેતા અનિલ ઉભો થયો.
બેલાને તો કામદેવ ક્યારનોય સવાર થઇ ગયો હતો. તેને તો એમ જ હતું કે આજે અનિલ ને નહીં છોડુ... તેની કેટલા સમય થી વર્ષોની પોતાની ઈચ્છા આજે પૂરી થતી જણાતી હતી. દરેક પુરુષને તે કામી અને તેના માટે નકામો દગાખોર સમજતી ... અનિલને જોતાં તેના પ્રત્યે તે આકર્ષાઈ
હતી. મનોમન તેને પોતાનો માની લીધો હતો. એને તો એમ જ હતું કે, ગમેતે થાય, આજે હું અનિલને છોડવાની નથી.
રવિવારથી જ જ્યારે ઇન્ટરવ્યૂ માટે ની એડ આવી..ત્યારથી જ તેણે અનિલની કંપનીનો પૂરેપૂરો બાયોડેટા જાણી લીધો હતો. અને તે પોતાનું બોસ સારો છે કે ખરાબ તે પણ જાણી લીધું હતું... એ ત્રણ દિવસમાં અનિલના ફેસબુક એકાઉન્ટ અને ટ્વિટર એકાઉન્ટ માંથી ઘણી બધી માહિતી અને ફોટા મેળવીને તેની તરફ આકર્ષાઈ હતી... સારા સ્વભાવના અનિલનો દેખાવ સુંદર આકર્ષક અને શરીર મજબુત બાંધાનો યુવાન, તેને પામવા તે સોમવાર થી તત્પર થઇ ગઇ હતી.
બેલાની ગણતરી તદ્દન સાચી જ હતી. અનિલ સાથે ભટકાવવા માટે તેણે જાણીને પાછળ જોઈ, આગળ ચાલતા આવુ નાટક કર્યું હતું...
..... અને ઓફિસમાં પણ ખુરસી પાછળ આવીને અનિલના શરીરને ઝંઝાવાતમાં મુકવાના પ્રયત્નો મા પણ તે કામયાબ રહી હતી. અનિલ તેને ઉંચકીને કેબિનમાં લઈ જતા આંખો બંધ કરી તેના સ્પર્શનો નો આનંદ લઇ રહી હતી.... ઓફિસના બેડ ઉપર સુવડાવી અનિલ પાણી લેવા જતાં વાર લાગી.... તો તેને વધુ ઘાયલ કરવા તેને શર્ટના બે બટન ખોલવા પડ્યા..... તેમાં પણ નજીવી સફળતાનો આનંદ આવ્યો તો ખરો...
તે એક પુરુષની ઝંખના કરતી હતી. એને ખૂબ જ પ્યાર કરે ,એવો પ્યાર કરે કે દુનિયાનો કોઈ પણ પુરુષની તુલનામાં તેની સાથે ન કરી શકે....
અનિલને તેને તેના ઘર મા આવવા પ્રેરિત કરવા માટે ગાડીમાં તેના કામણગારા ખુલ્લા પગે કર્યું...ઘરમાં આવી અનિલ ની સામે તેણે કપડાં બદલવાની ઈચ્છા તો કરી હતી, તે દબાવીને તેની નજર સામેના આયનામાં પડે તે રીતે, કપડા બદલવામાં વાર પણ કરી રહી હતી...ગાઉન માં રહેલું તેનું શરીર કામ વાસના માટે તડપતુ હતું...પરંતુ અનિલ તો ઉભો થઇ ને ઘરે જવાની વાત કરે છે.....
ના અનિલ, પ્લીઝ ....કોફી પીવાનું વચન તો તે આપ્યું જ હતું.. કહેતા તેણે અનિલ નો હાથ પકડી, પાછળથી તેના બંને હાથે પકડી અનિલ ને જતા રોક્યો. ધ્રૂજતા અવાજે, તેને બાથમાં લીધી કહ્યું કે કોફી બનાવ, પણ મારે તને કહેતાં.... તેના હોઠ ઉપર પોતાના હોઠ મૂકી ને... બ્રહ્માંડની સફર કરાવી લીધી.
બેલા થી છૂટતા પાછા અનિલને પતિ ધર્મ યાદ આવતા જ બોલ્યો પહેલા મારે જવું જ પડશે... મેં કોફી તો પી લીધી છે... તેના હોઠ તરફ નિશાની કરતા બોલ્યો... આંખ મારી અનિલ ફટાફટ ઘરની બહાર નીકળીને બોલ્યો , કાલે આપણે એરપોર્ટ મળીએ.
સાત વાગી ગયા હતા ગાડીમાં તેના કપડાં સરખા કરી ઘરે આવવા નીકળી પડ્યો. તેનો મિત્ર અશોક આહુજા એને યાદ આવતાં તેણે ફોન કર્યો..... સાલા વિશ્વા નો ચમચો....... મનમાં બોલ્યો....અરે અનિલ બોલ તું ક્યાં છે.... ફોન ઉપાડતા જ અશોક બોલ્યો...
બસ હવે હું ઘરે જઉ છું.... તું ક્યાં છે?
મુંબઈ છું. ત્રણ દિવસ સુધી રોકાવાનો છું.. પછી દિલ્હી જઈને સુરત આવવાનો છું.
ઓહો..હું કાલે બે દિવસ માટે મુંબઈ આવવાનો છું.......મારે ત્રણ ચાર મીટીંગ કરવાની છે.. જોઈશું મળાશે તો મળીશું. કહેતા અનિલે ફોન મુક્યો.
અનિલ અને અશોક બંને જીગરજાન મિત્ર....અઠવાડિયા માં બેથી ત્રણ વખત તો અશોક, અનિલ ના ઘરે આવે જ......... કલાકો સુધી વાતો કરે... અનિલ ની કોઈ પણ વાતની સામે તે વિશ્વા ને સાથ આપી તેના પક્ષે બેસી જતો....અનિલ તને હંમેશા કહેતો "સાલા વિશ્વા નો ચમચો"
આ બાજુ ધવલ ઉપર વિશ્વાનો ફોન આવી ગયો હતો...કેવો ચાલે છે ઇન્ટરવ્યુ ? શું થયું કોને લીધી ? અને કેવી લાગે છે?? બધી જ માહિતી ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ ધવલ પાસેથી લઈ લીધી હતી.
ધવલ તેનો ફોટો તો મોકલ કેવી લાગે છે બેલા.
ભાભી, મસ્ત લાગે છે બેલા..ટનાટન....સેક્સી છે... સોરી.
કશો વાંધો નહીં, તારા સાહેબ ક્યાં છે તું મને બેલા નો બધો જ બાયોડેટા મોકલ....
મને કંઈક ખાસ ખબર નથી.
ફોટો જોઈને ઘાયલ થયેલી વિશ્વા હવે તો રઘવાઈ થઈ ગઈ હતી.
ધવલ મને બેલાનો પળે પળનો હિસાબ તારે આપવાનો છે.
કેમ ભાભી આમ બોલો છો, ભાભી જલન થાય છે? જોકે જલન થાય એવી છે. ધવલે ધી હોમ્યુ...
તું શું કરીશ તેની વિરુદ્ધમાં ? મારે બેલા ના જોઈએ. અને તેને નોકરીમાંથી કાઢવાનો પ્રયત્ન કર પ્લીઝ.
અરે ભાભી અનિલ સરે તો બધું જ કામ તેને સોંપી દીધું છે. તે અમને હુકમ કરશે....
હોતું હશે , હું અનિલ ને સમજાવીશ. તુ કંઈ પણ કર ધવલ, મારે બેલા ઓફિસમાં ના જોઈએ.
6.30 કલાકે વિશ્વાએ ફરીથી ધવલને ફોન કર્યો.
તારા અનિલ સર કેટલા વાગે ઓફિસેથી નીકળ્યા. હજી આવ્યા નથી.
પાંચ વાગ્યે નીકળ્યા....
અને પેલી બેલા....
બસ થોડા સમયમાં જ નીકળી ગઈ હતી.
પાંચ વાગ્યે નીકળેલો અનિલ હજી કેમ ના આવ્યો ? શંકાનો કીડો તેના મગજમાં ફરતો હતો અને હવે તે ઊડવા લાગ્યો..
ઘર આવતા અનિલે પોતાનું મનપસંદ સેન્ટનો લાઈટ હાથ મારીને, ગાડીમાં એરફ્રેશનર નો સ્પ્રે કરીને બહાર નીકળ્યો...
વિશ્વા કાગ ના ડોળે જેની રાહ જોઈ રહી હતી. અંદર આવતા પહેલા જ ટાઇ ઢીલી કરીને બારણું ખોલતાં જ ટાઈ કાઢીને વિશ્વા ને આપતા અનિલ બોલ્યો કોફી બનાવ... વિષુ..
કેમ કોફી..... તું કોફી ક્યારથી પીતો થઈ ગયો?
અરે તારા માટે કોફી ને મારા માટે ચા બનાવ પોતાનું વાક્ય સુધારતા અનિલ બોલ્યો..... આપણે સાથે બેસીને પીશું હું નાહીં ધોઈને તૈયાર થઈને આવું છું.. કહેતા તે તેના બેડરૂમ માં ગયો..
વિશ્વા બોલે શું ? કેવો ગયો ઇન્ટરવ્યૂ ? પતી ગયો? કોને લીધી ? કેવી લાગે છે. તારી પર્સનલ સેક્રેટરી ? બધા જ સવાલોનો જવાબ તેની પાસેથી જોઇતો હતો. પણ તે બાથરૂમમાં હતો..
ફ્રેશ થઈ અનિલ નાઈટ ડ્રેસ માં આવીને ડાઈનીંગ ટેબલ ઉપર બેઠો. બોલ્યા ચાલ્યા વગર ચા પીવાનું ચાલુ કર્યું.....
અનિલ થાકી ગયો છું કે શું ?
હા યાર જમવાની પણ ઈચ્છા થતી નથી.... ક્યાંથી હોય પેટ ભરીને સૌંદર્ય માણ્યુ હતું . પણ ......તેને પામતા જ વિશ્વા યાદ આવી ગઈ, અને ભાઈ બહાર નીકળી ગયા.....
અફસોસ કહો કે બચાવ બધું જ છૂટી ગયા નું દુઃખ સતાવતું હતું... યાર બહુ ખોટું થયું નામર્દ ના સમજે તો સારું...મારા લગ્નના પાંચ વર્ષ થઇ ગયા છે. છોકરા નથી ને..અને મેં તેને તરછોડી..... તેના મનમાં જરૂર મારા પ્રત્યે...... અરે યાર બહુ જ ખોટું થયું..... હું તેની નજરમાંથી ઉતરી તો નહીં જવું ને ! કાલે તેને નહી છોડુ...
નિરાશ થઈ વિશ્વા જોડે તે આંખ પણ મિલાવી શકતો નહતો. જમીને બંને પથારી માં પડ્યા..... અને તેને બેલા ની બધી જ દાઝ વિશ્વા ઉપર કાઢી......
અનિલ તેની મુંબઈ જવાની બેગ તૈયાર કરવા ઉભો થતો હતો ને, વિશ્વા એ તેને રોક્યો.
તારી મુંબઈ જવાની બે દિવસની ટ્રીપ ના તારા મનપસંદ બધા જ કપડાં બેગમાં તૈયાર છે. હવે તું આરામથી સુઈ જા, કહીને વિશ્વા તેના માથા ઉપર હાથ ફેરવતા બોલી........ હવે તુ સુઈ જા કાલે પાંચ વાગ્યે ઉઠવું પડશે તુ છ વાગે નીકળીશ, તો સાત વાગ્યે એરપોર્ટ પહોંચીશ.
વિશ્વા હું એક કામ જ કરું, ગાડી લઈને ત્યાં એરપોર્ટ ઉપર પાર્કિંગમાં મૂકી રાખીશ, સવારના પહોરમાં ક્યાં દોડાદોડી કરવી .
હા તે બરાબર છે એમ જ કર..... પથારીમાં વાતો કરતા તેઓ મીઠી નીંદર ના શરણે પહોંચી ગયા..
*******************
અનિલ ગાડી લઈ સવારે એરપોર્ટ જવા નીકળ્યો ને.. બેલા યાદ આવી ગઈ. બાથરૂમમાં નહાતા પહેલાં જ બેલાને ફોન કરીને કહ્યું હતું કે હું તને લેવા આવું છું...
છ, સવા છ ની આસપાસ આવી જઈશ....
ઓકે બોસ કહેતા બેલા એ ફોન મૂકી દીધો હતો. કેમ આમ ઓકે બોસ !બોલી ? થેન્ક્યુ ના કહી શકે. શું કરું મારી જાત માટે મને પસ્તાવો થાય છે. હું એને સંતોષ ના આપી....... ગાડી ચલાવતા ચલાવતા તે વિચારતો હતો.....
રાત્રે અનિલના ગયા પછી ઝંખવાણા પડી ગયેલી બેલા પથારીમાં પડી રડવા લાગી...૧૮ વર્ષની ઉંમરે થયેલો બનાવ તે ભૂલી ન હતી. માતા પિતાને તેના પર થયેલા બળાત્કાર જણાવતા તેમણે પોલીસ માં ફરિયાદ કરી હતી....એ સાલા મલ્હોત્રાને.. ગાળો બોલતાં તે રડી પડી..... કેટલાય સમય પછી તેને થયેલો આ બળાત્કાર યાદ આવતાં તેનું મગજ ભારે થઈ ગયું હતું . કેટલું એ રડી હતી. શરીરના ભાગે થયેલી ઈજા કરતાં, એના મન ઉપર થયેલી ઈજા હજુ પણ રૂઝાતી ન હતી. મુંજાલ મલ્હોત્રાને થયેલી આઠ વર્ષની સજા પણ બેલાને ઓછી લાગતી હતી. માંડ માંડ ભૂલી ગયેલી બેલાને યાદ કરાવી અને ધૃણા ને આમંત્રણ આપી દીધું.... સાલા અનિલ ને હવે તો હું નહીં જ છોડુ.....હું તેને પામીને જ રહીશ... નહિ તો મારું નામ બેલા નહીં,, હું તેનો બેલ વગાડી ને જ રહીશ. આંખના અંગારા તેની આંખોમાં જણાતા હતા. તે મને સમજે છે શું ? હું એવી નથી, કેમ તેને હું મનોમન પ્રેમ કરી બેઠી..?
ગાડીનો હોર્ન વાગતા તૈયાર થયેલી બેલા પોતાના ઘરનું લોક મારતા, બેગ લઈ અનિલ ની બાજુમાં આવીને બેઠી.
ગુડ મોર્નિંગ સર...
ગુડ બેલા ની સામે જોતા જ અટકી ગયો good looks , very Nice... just angel. સફેદ શર્ટ અને સફેદ સ્કર્ટ પહેરેલી બેલાને જોતા અનિલ થી રહેવાયું નહીં.
સિમ્પલ સ્માઈલ આપીને બેલા બોલી થેન્ક્સ.
કેમ બોલા તું આજે ફ્રેશ નથી લાગતી ?
મનોમન વિચારતી બેલા કશું બોલી નહિ. ....તેઓ એરપોર્ટ આવી પહોંચ્યા. ધવલ એરપોર્ટ ઉપર આવી પહોંચ્યો હતો.
એક કલાકમા તેઓ સુરત થી મુંબઈ આવી પહોંચ્યા.
ભાગ.....૬

