STORYMIRROR

Alkesh Shah

Romance

3  

Alkesh Shah

Romance

પર્સનલ સેક્રેટરી - ૪

પર્સનલ સેક્રેટરી - ૪

9 mins
242

ઓફિસના હોલમાં સોફા પર બે કેન્ડિડેટ આવી ચૂક્યા હતા. થોડી જ વારમાં એક સાથે બીજા 3 કેન્ડિડેટ પણ આવી ગયા. ગીતા એ બધાની એટેન્ડન્સ લઈ રહી હતી. ધવલ , મયંક અને ઉમેશ કેબીન સ્ટુડિયોમાં બેસીને ઓફિસ હોલમાં ઝાંખી રહ્યા હતા. દરેક કેન્ડિડેટ ની પીઠ તેમની તરફ હતી.

બેલા, મીરા, અરુંધતી, અવની તથા ધારા તમારે ક્રમ પ્રમાણે ઈન્ટરવ્યુમાં જવાનું છે. ગીતાંજલી એ ઈન્સ્ટ્રક્શન આપી. અનિલે ફોન ઉપર ગીતા જોડે વાત કરતા, ગીતાએ બેલાને અનિલની કેબીનમાં જવા ઈશારો કર્યો.

બેલા ઊઠીને સ્માર્ટ ચાલે અને કેબીન તરફ ગઈ.. મયંક અને ઉમેશ તરફ જોઈને ધવલ બોલ્યો તમે જુઓ તો ખરા...પેલી......

કેબીનમાં દાખલ થતાં બેલા બોલી, , , ,

મે આઈ કમ ..

ફાઈલમાંથી આંખ ઊંચી ન કરતા, અનિલ બોલ્યો યસ બેલા, અને તેના મોબાઈલની રીંગ વાગતા ફોન ઉપાડ્યો અને બોલ્યો, થોડીવાર રહીને તને ફોન કરું છું....

ચાલુ થઈ ગયો, તારો ઈન્ટરવ્યૂ ? વિશ્વાએ અનિલને પૂછ્યું.

બસ હવે સ્ટાર્ટ થાય છે... કરતા તેની નજર બેલા ઉપર પડી, અને તે ખુરશીમાંથી ઊભો થઈ ગયો. ...અને ફોન કટ કરતા બોલ્યો...

તમે બેલા......? પહેલો સવાલ અનિલે કર્યો વાગ્યું તો ન હતું ને ?

હા સર વાગ્યુ હતું એટલે તો હું હોસ્પિટલમાં ગઈ હતી.

આઈ એમ સોરી......

 પોતાની પાસે રહેલી ફાઈલ અનિલને આપતા પહેલા બોલી, સર આઈ એમ ડબલ ગ્રેજ્યુએટ..

અનિલ ફાઈલ ચેક કરવા લાગ્યો, ધીમે રહીને ઊંચી આંખે બેલા તરફ જોઈ લેતો હતો.

 મનમાં બોલ્યો, સુંદર સ્માર્ટ આટલી ખૂબસૂરત છોકરી પિક્ચરમાં જ જોઈ હશે, અહીં તો પ્રત્યક્ષ... શું કરું રાખી લઉં ? તે સ્માર્ટ છે, અંગ્રેજીમાં વાત કરી શકે છે... અનિલ ફાઈલમાં બાયોડેટા વાંચતા વિચાર કરી રહ્યો હતો.

શું જાણો છો તમે અમારી કંપની વિશે..

ઘણું બધું, ખૂબ જ મહેનતથી આપે શરૂ કરી છે, તમારી આ કંપની માત્ર ત્રણ વર્ષના ગાળામાં પ્રગતિ કરી છે. આટલી સુંદર ઓફિસમાં કામ કરવાની મજા આવશે. અને તમારા જેવા સારા બોસ ભાગ્યે જ કોઈને મળે.

 સુંદર ગુજરાતી તમે બોલી શકો છો.

હા મારો જન્મ અહીં સુરતમાં થયો હતો પછી વાત જ ક્યાં રહી....

અહીં સુરતીઓ ગાળો વધુ બોલે છે. તમે તો બોલતા નથી ને...

સર આ ઈન્ટરવ્યુનો સવાલ છે.. કે એમ જ. તમારી વાત સાચી છે પરંતુ અમારી ફેમિલીમાં કોઈ બોલતું નથી. બસ હું એટલું જ કહું છું.

 કોણ કોણ છે.? તમારી ફેમિલી માં.

હું એકલી જ છું. મારા માતા-પિતા તથા મારો નાનો ભાઈ ચાર વર્ષ પહેલા કાર એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હતા.

 ઓહ નો, ઓકે તમારે અહીં મારા પર્સનલ સેક્રેટરી તરીકે કામ કરવાનું રહેશે.

પર્સનલ સેક્રેટરી ? તો મારે ઘણું બધું કરવું પડશે. તમારા ફોનથી માંડીને......આંખના નચાવતા, સાધારણ ડાબી આંખ મારતા બોલી.

ના. ના એવી કોઈ તકલીફ નથી આપવવાનો, પણ તારે દરેક કામગીરી કરવાની રહેશે. ઈમેઈલ, મીટીંગ તથા દરેકની સાથે વાતચીત કરીને એડવર્ટાઈઝ ના ભાવ પણ આપવાના રહેશે. કદાચ ઓફિસ પત્યા પછી પણ રોકાવું પડશે.

 સર દરરોજ તો નહીંને ?

દરરોજ શા માટે ? કામ હોય તો જ રોકાવવું પડશે. ઘણી વખત રાતના 9 વાગ્યા સુધી હું પણ રોકાઉ છું.

........યસ આઈ કેન ડુ....

ટેબલ પર લેન્ડલાઈન ફોન પડ્યા હતા. અને અચાનક જ ફોન આવતા, બેલા ઊભી થઈ પોતાની તરફ પડેલ ફોન ઉઠાવીને અનિલ તરફ આપ્યો.

ઊભા થઈ નીચા વળીને અનિલને ફોન આપતા બેલાની સુંદરતા નિહાળતા ફોન લઈ થેન્ક્સ કહેતાં બેસવાનો ઈશારો કર્યો.

 ક્યારથી જોઈન્ટ કરી શકો છો ?

સર તમે મને માનથી ન બોલાવો. હું તમારી સેક્રેટરી છું.

ઓહ.. બ્રિલિયન્ટ... સારુ તમે એક કલાકમાં હાજર થઈ જાઓ. બીજી એક વાત મારે મુંબઈ કાલે મિટિંગમાં જવાનું છે. બે દિવસ માટે તમે આવી શકશો ? મારો પૂછવાનો અર્થ એટલો જ છે, કે તમને બીજા દિવસથી જ ટ્રાવેલિંગ કરવાનું થાય છે, એ માટે તું તૈયાર પણ ન હોય.

 ક્યારે નીકળવાનું થશે સર ?

પ્લેનની ટિકિટ મળે તેના ઉપર આધાર છે.

હાથ મિલાવતા અનિલે બેલાને કહ્યું......બેલા યુ આર એપોઈન્ટેડ. તમારો પગાર 80000 પર મંથ હશે.

 ઓ. કે હું એક કલાક પછી હાજર થઈ જઉં છું. અને થેન્ક્સ કહેતા બેલા ઊભી થઈ.

સર તમારી ટાઈપિંન ખસી ગઈ છે, કહેતા બેલા ટાઈપિંન સેટ કરવા અનિલ તરફ નમી..

ઓકે ઓકે...કહેતા અનિલે પોતે જ ટાઈપિંન સેટ કરી...સર મારા કારણે તમને પણ..કંઈક..વાગ્યું તો હશે ને ?

શું થાય મારી પણ ભૂલ હતી જ....તને પણ વાગ્યું હતું ને...બેલાની સામુ જોતા અનિલ બોલ્યો.

હા સર, પણ મારે કારણે બીજાને નુકસાન થાય તે મને પસંદ નથી......સર . કહેતા તે ઓફિસની બહાર નીકળી ગઈ .

ધવલ તો બેલાને કેબિનની બહાર નીકળતા જોઈ બોલ્યો, મયંક આ જ છોકરી હતી, જે સર ને ભટકાઈ હતી... તું જો તો ખરો, કેટલી સેક્સી લાગે છે. ત્રણે મિત્રો કેબિનમાંથી બહાર આવીને બેલાને જોતા રહ્યા.

 બાકીના ચાર ઉમેદવારોને પાંચ મિનિટનો ઈન્ટરવ્યુ લઈને રવાના કરી. અનિલે ઈન્ટરકોમ થી વાત કરતા, ગીતાને કહ્યું, તું બેલા રોયનો એપોઈન્ટમેન્ટ લેટર તૈયાર કર, અને તેને આજથી જ હાજર કર. તે એક કલાક માં તે આવે છે..

 શું વાત છે, સર.... મને પણ બેલા સ્માર્ટ લાગી.. અને.........કહેતા-ગીતા અટકી ગઈ.

અને શું ? અનિલ બોલ્યો...

તમને શું કહું તમને તો ખબર જ હોય..

બધા એમ જ ચર્ચા કરતા હતા, કે આ છોકરીને સર લઈ જ લેશે.

કેમ એમ વિચાર્યું, અનિલ ઝંખવાણો થતાં બોલ્યો. તુજ કહે, આ પાંચે ઉમેદવારોમાંથી તને કોણ સ્માર્ટ લાગી ? બીજું તે, અંગ્રેજી પણ સારું બોલી જાણે છે. અને તેની ઉંમર ૨૬ વર્ષની છે લગ્ન થયા નથી....... થશે ત્યારે જોયું જવાશે.... બીજી વાત, તેના ફેમિલીમાં કોઈ જ નથી.... એટલે જ્યારે આપણને કામ હશે ત્યારે તે ઓફિસમાં ટાઈમ આપી શકશે.....સર યુ આર ગ્રેટ..કહેતા ગીતાએ ફોન મુક્યો.

 

 એક કલાક પછી, બેલા તેના કપડા ચેન્જ કરીને ઓફિસમાં હાજર થઈ ગઈ. અંદર આવતાં જ બેલાને, ગીતાએ એપોઈન્ટમેન્ટ લેટર હાથમાં આપી કહ્યું.. વેલકમ ઈન અવર ઓફિસ.

ઓફીસનો બધો સ્ટાફ હોલમાં તાળી પાડી ને સત્કાર કરવા લાગ્યો .

 થેનકસ.આઈ એમ બેલા રોય...ઓફિસનો દરેક સ્ટાફ વારાફરથી પોતાના નામ સાથે ઓળખાણ આપતો ગયો. દરેક નો આભાર માની બેલા અનિલની કેબીનમાં દાખલ થઈ.

 અંદર આવતા પહેલા બોલી મે આઇ કમ ઈન સર

નો નો... બેલા અટકીને કેબિનમાંથી બહાર નીકળવા જતી હતી ને, અનિલે કહ્યું, , . આવ બેલા.

તારે અંદર આવવા માટે પરમિશનની જરૂર નથી.. કોઈપણ મોટો ક્લાયન્ટ બેઠો હોય તો પણ..... .સિવાય કે મારી પત્ની વિશ્વા....

 વિશ્વા મારી પત્ની શંકાશીલ તો નથી.. પણ તે ડરપોક છે. તેને એમ છે કે, તેના પતિને કોઈ છીનવી લેશે.......

 અરે હું ભૂલ્યો મારે તારી પ્લેનની ટિકિટ કઢાવવાની છે, . મુંબઈ આવવા માટે રેડી છું ને.?

હા સર નોકરી જોઈન્ટ કરી છે તો પછી પૂછવાનું ના હોય, અંગત કામ હશે તો જ હું ના કહીશ.

અંગત કારણ તારે કયું હોય અને હા તારે કોઈ ફ્રેન્ડ કે ફિયાન્સ હોય તો જુદી વાત છે...

 એક ફ્રેન્ડ સિવાય મારું કોઈ જ નથી. કે તેની સામે મારુ દિલ ખોલુ. મારા ઉપર...... બળાત્કાર....કહેતા તેની આંખોમાં આંસુ આવવા લાગ્યા.

 બસ હવે પાછલું બધું ભૂલી જઈને અહીંથી અને આજથી જ નવજીવન શરૂ કરતાં તેણે પાણીનો ગ્લાસ બેલા તરફ ધર્યો.

 રૂમાલથી આંખના આંસુ લુછતા, અને તેને પાણી પીધું. થેન્ક્સ, કહેતા કેબિનમાં નજર કરતા સરસ રીતે સજાવેલી કેબીનને જોઈ રહી હતી. તેની પત્નીનો ફોટો જોઈને બોલી તમારી પત્ની વિશ્વાનો ફોટો છે ને !

યસ યુ આર રાઈટ.

ખૂબસૂરત છે સર....

અનિલ હસતા હસતા ગીતાંજલી ને ફોન કરીને મુંબઈની 26 તારીખની બેલાની એક પ્લેનની ટિકિટ કઢાવવાનું કહ્યું. ગીતા,  હું અને ધવલ જે પ્લેનમાં જવાના છે તેમાં ટિકિટ કરાવજે.

અનિલ પોતાનું માથું પકડીને વિચારતો હતો, ને વિશ્વા નો ફોન આવ્યો, ફોન લેતા જ બોલ્યો, વિશ્વા ઈન્ટરવ્યૂ પતી ગયો છે. અને હા મેં બેલા રોય નામની સેક્રેટરીને આજથી એપોઈન્ટ કરી દીધી છે.

 સરસ બહુ સરસ તો તો પછી કાલે તારી જોડે મુંબઈ આવવાની હશે ખરું ને ?

 હા કાલે આવવાની છે, કદાચ તે બીજા પ્લેનમાં પણ આવે. ઠીક છે, પછી વાત કરું છું. કહેતા કે એણે ફોન મૂકયો.

કપાળ ઉપર હાથ રાખી અનિલ વિચારતો હતોને બેલા બોલી , , , સર માથું દુ:ખે છે ? દબાવી દઉં ,

અનિલ ચમક્યો...ના , ના એટલું તો નથી દુ:ખતુ. એક કામ કર, મારી એક ચા અને તારી કોફીનો ઓર્ડર જયરામ ને આપ.

તમને કેમ ખબર છે હું કોફી પીઉં છું.

બસ એમજ. સાચું કહું તો તું બ્લેક બ્યુટી છે. એટલે હું સમજ્યો કે તું કોફી પીધી હશે. અને અનિલે આંખ મારી....

 અનિલ અને બેલાએ એક કલાક સુધી આવતીકાલની મિટિંગ ની ચર્ચા કરી..... બેલા ઈન્ટરકોમ ઉપર જયરામ ને એક ચા કોફી નો ઓર્ડર કર્યો.. પોતાની નવી નોકરી લાગી હોવાથી તેણે જયરામ ને 500 રૂપિયાની નોટ આપીને નાસ્તાનો ઓર્ડર કર્યો.

નાસ્તો આવતા, બેલા ઊભી થઈ કેબિનની બહાર જઈ દરેકને નાસ્તો કરવાની ભલામણ કરતી ગઈ..... ગીતાની પ્લેટમાંથી એક બાઈટ લઈ એન્જોય કહેતા, તે અંદર કેબીનમાં દાખલ થઈ......ઓફિસના દરેક સભ્યોએ નાસ્તાનો આનંદ માણ્યો.

માથું પકડીને બેઠેલા અનિલને જોઈને બેલા, તેની સીટ પાછળ જઈને હાથની આંગળીઓ કપાળ ઉપર સ્પર્શ કરી દબાવવાનો પ્રયત્ન કરતા જ....અનિલ ઊભો થઈ ગયો.. તેને તો ખબર જ ન હતી કે તેની પાછળ બેલા ઊભી છે. પાછળ ઉભેલી બેલાને અનિલની ખુરશીનો ધક્કો છાતીમાં વાગતા બેલા આવાક બની ગઈ અને તેની છાતી પર હાથ રાખી તે ધ્રુજવા લાગી.

અનિલ ને પણ ખબર ના પડી, એકાએક શું થઈ ગયું. તેણે બેલાને ઊંચકી તેના રેસ્ટરૂમમાં લઈ ગયો, જે તેની કેબિનમાં પડતો હતો.

નાના એવા રેસ્ટરૂમમાં બેડ ઉપર ગાદી પાથરેલ હતી. એક નાનો સોફા તથા ફ્રીઝ અને નાનું ટીવી ગોઠવાયેલું હતું.

બેલાને ઉચકીને તેણે તેની સિંગલ પાટ ઉપર સુવાડીને અનિલ પાણીનો ગ્લાસ લેવા કેબિનમાં બહાર આવ્યો. બેલા તેના શર્ટના બે બટન ખોલીને છાતીમાં લાગેલ ધક્કાને કારણે હાથ ફેરવીને મસાજ કરી રહી હતી.

ગ્લાસ લઈને અનિલ અંદર આવતા, , , , , મસાજ કરી રહેલી બેલાની જોતા તેના માથા ઉપર હાથ ફેરવીને, સોરી બેલા સોરી, આજે તારો વાગવાનો દિવસ છે કે શું? શું હું માલિશ કરી દઉં ? કહેતા.....

અનિલના હાથ ને કિસ કરીને રોકતા બેલા બોલી બસ બસ હવે મને સારું છે..

 મને ક્યાં ખબર હતી કે તું મારી પાછળ છે, પોતાનો બચાવ કરતા દુઃખી થયેલો અનિલ ઊભો થયો. અને તેને આરામ કરવા કહ્યું......

અનિલ પાછો આવીને ખુરશીમાં બેઠો વિચાર કરવા લાગ્યો.. યાર ખરું છે, આજે તો લોટરી લાગી છે. સવારના ઓફિસના કોમ્પલેક્સમાં આવતા મારા હાથ...... જવા દે અને...... બાકી રહી ગયેલું તે અત્યારે પૂરું કરી નાખ્યું.......વાહ શું નસીબ છે. મારા.. જલસા પડી ગયા. વિશ્વા તો આની આગળ ખરેખર..... પાણી ભરે.

 વિરોધાભાસી મન તરત જ બોલી ઉઠ્યું, આવુ ના બોલ, આવો વિચાર ના કર,  વિશ્વા એટલે વિશ્વા.. તેના જેવી કોઈ લેડી નહીં. પ્યારી પ્યારી અને પ્યારની પૂતળી મને અનહદ પ્યાર કરે છે.. અને હું અહીં.......??

 બેલા તેના શર્ટ ના બટન બંધ કરતા, બહાર સ્વસ્થ થઈને આવી...શરમથી લાલચોળ બની ગયેલી બેલા અનિલની સામુ જોઈ રહી... બંને જણ એકબીજા ને ક્યાંય સુધી જોતા જ રહ્યા.

ટેબલ ઉપર ટેકવીને રાખેલો બેલા નો હાથ ધીમે ધીમે અનિલ તરફ આગળ વધતો હતો.... અનિલે પણ કશું પણ બોલ્યા વગર તેનો હાથ તેને અર્પણ કરી દીધો. હાથ આપવામાં શું જાય છે......

બેલા અનિલને તેનો સુવાળા હાથનો સ્પર્શ કરીને થેન્ક્સ કહી રહી હતી.......

બેલા....... બેલા... તું ખૂબ જ સેક્સી છે.....

 હું સેકસી છું જ ને , , , , , ? પણ તમે ક્યાં સેકસી નથી.. ધડાક જઈને મને પૂછ્યા વગર, મને મસાજ કરવા ચાલ્યા આવ્યા....

અરે પણ તને વાગ્યું હતું. અને તું સામાન્ય મસાજ કરતી હતી, તને ના ફાવે એટલા માટે....

 સાચી વાત છે તમારી, મને ફાવતું જ ન હતું.. પણ તમારા એવા સ્પર્શથી મારી જિંદગીની બધી જ ખુશી તે મને આપી દીધી..... તેની તમને ખબર નહીં હોય.

 કેમ બધી જ ખુશી ?

મને થયેલ 18 વર્ષની ઉમરમાં બળાત્કારનો અનુભવ...... બિહામણો હતો.... અને અત્યારનો એ અનુભવ.. ઓહ માય ગોડ...... ત્યાર પછી મને હજુ સુધી કોઈ પણ માણસે ટચ કર્યો નથી. અને હવે તમે મને કહો, મને કેવું ફીલ થયું હશે...

બેલા હવે તને થોડું સારું લાગ્યું હોય તો તું ઘરે જઈ શકે છે.. આપણે કાલે મળીશું.... મારે તો અત્યારે ઘરે જવું જ પડશે....... ઘણી બધી તૈયારી કરવાની બાકી છે.... તું 15 મિનિટમાં નીકળી જજે.

 બહાર નીકળતા જ અનિલ બોલ્યો, તું ક્યાં રહે છે બેલા ?

બસ હું બહુ દૂર રહેતી નથી ઓફિસથી 15 મિનિટના અંતરે મારું ઘર છે.

અરે હા મેં તારા બાયોડેટામાં જાણી લીધું હતું...

તુ વ્હીકલ લાવી છે ?

ના સર....

તો પછી ચાલ તને હું મૂકી જાઉં છું, અનિલ બહાર નીકળતા બોલ્યો, 15 મિનિટમાં તું બહાર આવજે સામેની હોટલની તરફ હું ગાડીમાં હોઈશ.....

ડ્રાઈવર રાજુને આજે બહાર જવાનું હોવાથી અને અનિલને મુંબઈ જવાનું હોવાથી તેણે બે દિવસની રજા આપી હતી.

 ઓફિસમાંથી બહાર નીકળતા જ ગીતા બોલી સર....બેલાની મુંબઈની જતા આવતાની ટિકિટ થઈ ગઈ છે. તમારી સાથે જ તેમની સવારની આઠ વાગ્યા ની ફ્લાઇટ છે.

ધવલ તરફ કેબિનમાં જતાં જ, ધવલને જરૂરી દરેક ફાઈલ લઈને સીધા એરપોર્ટ આવવા કહ્યું.બેલા પણ આવે છે.

 તે કેબિનમાં પાછો જતા બોલ્યો, બેલા યુ કેન ગો નાઉ. તું કાલે એરપોર્ટ ઉપર આવી જજે. આપણે ત્યાં જ મળીશું.


Rate this content
Log in

Similar gujarati story from Romance