Alkesh Shah

Romance Crime

3.8  

Alkesh Shah

Romance Crime

પર્સનલ સેક્રેટરી -1

પર્સનલ સેક્રેટરી -1

3 mins
263


એડવર્ટાઈઝમેન્ટ કંપનીનો માલિક અનિલ તેની ગાડીમાં એક જરૂરી મિટિંગ પતાવીને ઓફિસ, સુરતના એક એવા શાંત અને જાહોજલાલીવાળા એરિયામાં ચાર વાગ્યે ત્યાં પહોંચ્યો.

   શાનદાર કોમ્પ્લેક્ષમાં તેની ઓફિસ પૂરેપૂરો ત્રીજો માળો કવર કરીને બેઠી હતી. ડ્રાઇવર રાજુ ગાડી ઞેઈટ ઉપર આવીને ઊભી કરી. ત્રણ કલાકની લાંબી મુસાફરી કરીને આવેલ તે ગાડીમાં જ આંખો બંધ કરીને સૂઈ ગયો હતો.

   યાર, મારે કેટલું બધું કામ છે. માથા પર હાથ રાખીને વિચારતા તે ક્યારે સુઈ ગયો તેની તેને ખબર ના પડી.

  સર, ગાડીમાંથી ઉતરી રાજુભાઈ ગાડીનું બારણું ખોલી, ઊઠાડવાનો પ્રયત્ન કરતો હતો.

    સર .... સર ઓહ ... કહેતા ગાડીમાંથી ઉતરી તેની ઓફિસમાં ત્રીજા માળે જવા લિફ્ટ તરફ પ્રયાણ કર્યું.. તેમની બેગ અને ફાઈલના થોથા લઈને રાજુ ઓફિસમાં પહોંચ્યો.

  વિશાળ હોલમાં એક રિસેપ્શનિસ્ટ સુંદર રીતે સજાવેલા અર્ધવર્તુળાકાર ડેસ્ક પાછળ ઊંચાઈવાળી ખુરશીમાં બેઠી હતી.

એન્ટ્રરન્સની ડાબી બાજુએ બે સોફા અને વચ્ચે નકશીકામ કરેલી ટીપોઈ ગોઠવાયેલી હતી. એન્ટરન્સ હોલ પછી ત્રણ કેબીનો તથા આગળ જતા એક મોટો સ્ટુડિયો હતો. મધ્યમાં આવેલી કેબીનમાં અનિલ તેના પૂરા સ્ટાફની સીસીટીવી કેમેરાથી જાણકારી મેળવતો હતો.

    દસ જણના સ્ટાફમાં ચાર વ્યક્તિનો સ્ટાફ, ડિઝાઇનિંગમાં,એક રિસેપ્શનિસ્ટ, એક મેકઅપ મેન,એક એડિટર, કેમેરા મેન અને બે પટાવાળા હતાં.

   દરેક જણ પોતાના કામમાં પારંગત હતાં.

સોફા ઉપર બેઠેલા બે આગંતુકોને કીટલીમાંથી ચા આપીને રિસેપ્શનિસ્ટ ગીતા( ગીતાંજલી) ચા આપીને ડેસ્કની પાછળ ગોઠવાઈ ગઈ.

   અનિલ ઓફિસમાં આવતા જ સ્વસ્થ થઇ દાખલ થયો.. સોફા ઉપર બેઠેલા બે આગંતુકોને તેમણે હાથ મિલાવી પોતાની કેબીનમાં આવવા ઇશારો કર્યો..

  અનિલ કેબીનમાં આવીને ફ્રેશ થવા તેની અલગ રૂમમાં ગયો. પાંચ મિનિટમાં ફ્રેશ થઈ કે પોતાની ખુરશી પર આવીને બેસતાજ બે આગંતુકો કેબીનમાં પ્રવેશ્યા.

   મિસ્ટર અનિલ હું મોરીશ અને આ મારો ભાગીદાર અમર અવસ્થી.

 ઓહ મિસ્ટર મોરિસ? તમે ઇન્ડિયન નથી બરોબર ..

હું ઇન્ડિયન નથી પરંતુ 25 વર્ષથી ઇન્ડિયામાં રહું છું. ઇન્ડિયા મને ખૂબ પસંદ છે...

   ગુડ ગુડ બોલો શું કામ છે.

અમારે કંપનીની પ્રોડક્ટની એડવર્ટાઇઝીંગ કરાવી છે. ટીવી, ઇન્ટરનેટ પર જ્યાં શક્ય, હોય તે જગ્યાએ.... અમારી કંપનીની પ્રોડક્ટ લોકો જાણતા થવા જોઈએ, એવી એડવર્ટાઇઝ બનાવી આપો.

   કઈ પ્રોડક્ટ છે, આપની ? 

બેગમાંથી પોતાની કંપનીનું પેમ્પલેટ કાઢીને આપ્યું.

ઓકે, મિલ્ક પાવડરની એડવર્ટાઇઝ કરવી છે ?

હા મારે તે અર્જન્ટ જોઈએ છે તમે ક્યારે આપી શકો ?

   તમે કોઈપણ જાતની ચિંતા કર્યા વગર આ મહિનાના એન્ડમાં તમને બે થી ત્રણ ડિઝાઇન આઈડિયા સાથે મળી જશે.

   કાર્ટુન એડવર્ટાઇઝ, તથા હીરો હીરોઇનનો ઉપયોગ કરીને બનાવતી એડવર્ટાઇઝ પણ તમને મોંઘી પડશે..... હું ફક્ત તમને આઈડિયા અને ડિઝાઇન આપીશ.

ઘણી બધી ચર્ચા કર્યા પછી મિસ્ટર મોરિસ અને તેમનો ભાગીદાર ઓફિસમાંથી રવાના થયા..

અનિલ કેબીનમાંથી બહાર આવતા ઓફીસનો બધો સ્ટાફ ભેગો થઈ ગયો...દરેક નવા પ્રોજેક્ટ આવે ત્યારે ઓફિસનો સ્ટાફ ઊભો થઈને અનિલને વધાઈ આપતો.

અનિલ, ડિઝાઇન આર્ટિસ્ટની કેબીનમાં જઈને આખા પ્રોજેક્ટની વાત સમજાવી ત્રણથી ચાર ડિઝાઇન તૈયાર કરવા જણાવ્યું.

બહાર આવીને તેણે રિસેપ્શનિસ્ટ ગીતાને કંપનીના ત્રણથી ચાર ચેક બેંકમાં જમા કરાવવા માટે આપ્યા.

   ઓ, સર મારે સવારે સવારે ખૂબ જ કામ પહોંચે છે. ચેક જમા કરવા માટે તો હુ પટાવાળા ને મોકલી દઈશ..પણ ..મારે કેટલા ઈ-મેલ કરવા પડે છે. કેટલા કોટેશન ભરવા પડે છે. તમે કોઈ તમારી પર્સનલ સેક્રેટરી રાખો તો ઘણું સારું. મારે કામમાંથી તો છુટકારો મળે.. બીજુ તો ઠીક છે, હું તમારી મીટીંગ ક્યાં અને ક્યારે છે, તે કહેવાનું પણ ઘણી વખત ભૂલી જાઉં છું.

   યશ, સાચી વાત છે તારી. મારે સેક્રેટરી તો રાખવી જ પડશે. એક કામ કર છાપામાં એડ આપી દે, તાત્કાલિક જોઈએ.

મનોમન અનિલ બોલ્યો હું વિશ્વાને સમજાવી દઈશ. અનિલની પત્ની વિશ્વા મધ્યમ કદની નવયૌવના, મોટી અણીયાળી મારકણી આંખ, લાંબુ પતલુ નાક હંમેશા ગુસ્સામાં ચડેલું દેખાતું.

   તું ગમેતે કર અનીલ, હું તને તારી ઓફિસમાં તારી પર્સનલ સેક્રેટરી રાખવા નહીં દઉ.

અરે તુું પણ, કેમ, સમજ મારે ખૂબ જ કામ રહે છે. કેટલી બધી મીટીંગ અટેન્ડ કરવાની હોય છે,ઘણી મીટીંગ તો હું ચૂકી ગયો છું. દરેકને કામ સોંપવા ચેક બેંકમાં ભરવાના, ઈમેલ કરવાના તું નહીં સમજે......

   હું કંઈ ના જાણુ મારે સેક્રેટરીના જોઈએ, એ આવી તો હું, ગઈ સમજ.....

તો પછી એક કામ કર, તું જ મારી સેક્રેટરી બની જા.

ના ભાઈ ના,ઘરમાં હુકમ અને બહાર પણ હુકમ. મને તો તું ના પોસાય... એક મહિના પહેલા થયેલી ચર્ચા અને એની સામે આવતાજ રૂમમાં એસી હોવા છતાં તેને પરસેવો વળવા મળ્યો..

   સર ક્યાં ખોવાઈ ગયા. ગીતા બોલી.

અરે મને એક અરજન્ટ કામ યાદ આવ્યું હતું.

ઓકે તું કાલે એડ આપે છે.

  ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Romance