પર્સનલ સેક્રેટરી ૬
પર્સનલ સેક્રેટરી ૬
સવારમાં જ અનિલના મુંબઇ જતા વિશ્વા એ મુંબઈમાં તેના મિત્ર કિશન જયસ્વાલ ને ફોન કર્યો. કિશન જયસ્વાલ વિશ્વાના પિતાજીના મિત્રનો પુત્ર હતો. ત્રણ વર્ષ બંને એક જ શહેરમાં સાથે નોકરી કરતા હતા...ગાઢ સંબંધ બનતા બંને ના પરિવાર પણ એકબીજા સાથે મળતા રહેતા હતા.. 15 વર્ષની ઉંમરે વિશ્વા તેની સ્માર્ટનેસ , ચંચળ સ્વભાવ ને કારણે ખૂબ જ પ્રિય થઈ ગઈ હતી. કિશન અને વિશ્વા ત્રણ વર્ષે એક જ સાથે સ્કૂલમાં ભણતા હતા.... મિત્રતાને કારણે વિશ્વાના પિતા કિસનને પસંદ કરતા હતા. પણ વિશ્વા ઓર ચીજની બનેલી હતી... તેણે કહી દીધું હતું કે મને કિશન પસંદ નથી... બસ ત્યારથી જ તેના નામની ચોકડી વાગી ગઈ હતી.
મુંબઈ રહેતા કિશન સાથે વાર-તહેવારે વાતો અનિલ પણ કરી લેતો હતો. બંન્ને જણ ફરવા મુંબઈ ગયા ત્યારે તેમના ઘરે રોકાયા હતા.....
....કિશન ને વિશ્વાનો ફોન આવતા જ ઉપાડ્યો..
વિશ્વા શું ચાલે છે... કેમ સવાર સવારમાં ફોન કરવો પડ્યો.... મુંબઈ આવી છે કે શું..
ના કિશન, હું સુરત છું. અનિલ મુંબઈ આવ્યો છે તે અત્યારે હમણાં જ લેન્ડ થશે..
મારે ત્યાં ઊતરવાનો છે? મને કહેવું તો હતું હું મુંબઈની બહાર છું. બાર વાગ્યા સુધીમાં હું મુંબઈ મારા ઘરે પહોંચી જઈશ...
ના,ના તે એક મિટિંગને કારણે મુંબઈ આવ્યો છે. તે hotel hilltop દાદર ઉતારવાનો છે.
હા તો હું એને સાંજે મળવા જઈશ. મારી પાસે તેનો ફોન નંબર છે. હું ફોન કરીને જઈશ.
હા તો મળવા જજે, હું સાંજે તને હોટલ નો રૂમ નંબર અને બધી વિગતો મોકલી દઉં છું.. પણ એક શરત છે.
શરત ? શાની શરત....?
તારે હોટલમાં અચાનક જવાનું છે ને ફોન કરવાનો નથી. બસ... તું કોઈપણ બહાનું બતાવીને ત્યાં જજેે ને...plz.
પણ વાત શું છે વિશ્વા..?
એવી કઈ વાત નથી,પણ અનિલે એક ખૂબસૂરત સેક્રેટરી બેલા રોય રાખી છે. તેની સાથે કર્મચારી ધવલ પણ છે.
હા તો શું અનિલ ને કંઈ લફરૂ છે ?
વિશ્વાને જાણે દાઝયા ઉપર ડામ લગાવ્યો.
નાના-નાના લફરું શાનુ હોય ,હજી તો કાલે એપોઈન્ટ કરી છે.
તો પછી?
જવા દેને તે એકદમ સુંદર છે, કદાચ લપસી ન પડે?
વિશ્વા તુ કેટલું ધ્યાન આપીશ ? આમ શંકાશીલ બનીશ તો જીવી નહીં શકે...
વાત તો તારી સાચી છે. પણ તું જા બેલા નો પ્રેમી બનીને જા....અનિલની હાજરી મા તે તને ઓળખવાની ના પાડશે. આમેય તુ તો બેલાનો ક્યાં પ્રેમી છે.?.
પહેલા તો તું એની હોટલની રૂમમાં જજે....
તો શું થાય તને ખબર છે?... મારી ઉપર ક્લેમ થાય, અને હું જેલમાં.
જા તો ખરો, અનિલને થવું જોઈએ કે બેલા કેરેક્ટર ની ચોખ્ખી નથી. જેથી તેની પાસે જતા અટકે.....
તું યાર વિશ્વા આટલી બધી શંકાશીલ ?
મેં તો તને..... જવા દે. હું એક કામ કરું છું.. રાતના 9 વાગ્યે તેને મળવા જઈશ, બધી જ વિગત મને આપજે. મને પછી ફોન કરતી નહીં..હું મારો ફોન લીધા વગર જઈશ.બીજું જઈશ તો પણ કિશન જયસ્વાલ બનીને નહીં જાઉં.. તને ખબર છે,મારું નામ અહીં મારા ફિલ્ડમાં ઘણું છે..... કંઈક નવા જૂની થાય તો મારું આવી જ બને....
મારો ડ્રાઇવર સાધુરામ નું આઇ કાર્ડ લઈને તેના જેવો ફેઈસ બનાવતા મને ફાવે છે. તે મારા જેવો સ્માર્ટ છે..... તે ભણ્યો નથી એટલું જ... અને હા તું મને કોઈ પણ હિસાબે ફોન કરતી નહીં..... મને હોટલનું નામ, એના રૂમ નંબરો નો મેસેજ આપજે.
હાસ,, તુ ગમે તેમ કરીને બેલાનો પીછો અનિલ થી છોડાવ. બોલ હું રાત્રે મુંબઈ આવી જાઉં ?
અનિલ ની જાણ બહાર ?
ના, ના હું ત્યા હોઉ તો ફેર પડે....ને..
આવને તને કોણે ના પાડી છે... મારે પણ એક રૂમ બુક કરાવો પડશે...
ઓકે ઓકે કહેતા વિશ્વા એ ફોન મૂકી દીધો.
*****************
11 વાગ્યે મીટીંગ ચાલુ થવાની હતી.
એ જ હોટલની કોન્ફરન્સ રૂમમાં મીટીંગ રાખી હતી.. ચાર માળની આલિશાન હોટલ માં બે ગેટ હતા. સિક્યુરિટી મજબૂત રહેતી હતી.
આધુનિક જમાનાની હોટલ બધીજ ફેસીલીટી થી ભરપૂર હતી. ગાડી અંદર દાખલ થાય તો, તેનું સંપૂર્ણ ચેકિંગ થતું હતું. હોટલના બેઝમેન્ટમાં પાર્કિંગ ડિઝાઈન થયેલું હતું. ગાડી પાર્ક કરીને તમે સીધા હોટલના તમારા ફ્લોર પર લિફ્ટ મારફતે પહોંચી શકો. દરેક ફ્લોર ઉપર 16 રૂમ, તથા દરેક હોટલના રૂમમાં બે રૂમ તથા એક ગ્લાસ પાર્ટીશન, ટોયલેટ હતું. અને દરેક ફ્લોર ઉપર વિશાળ 10 ફૂટ પહોળો કોરિડોર હતો.. કોરિડોરની એક તરફ સીડી, તથા બીજી તરફ બે લિફ્ટની સગવડ હતી. લિફ્ટ અને સીડી સામસામે હતી... આજ એક મોટી ખામી હતી..લિફ્ટ સાઈડે તથા સીડી ની સાઈડે પણ સીસીટીવી કેમેરા દરેક ફ્લોર ઉપર ગોઠવાયેલા હતા.
અનિલ અને ધવલ ને સેકન્ડ ફ્લોર પર સામસામે છેડે રૂમ મળી હતી. અનિલની રૂમ ની સીડી તરફ તથા ધવલ ની રૂમ લિફ્ટ તરફ હતી. જ્યારે બેલાની રૂમ થર્ડ ફ્લોર ઉપર અનિલ રૂમની ઉપર હતી. ઘણી બધી રકઝક કરવા છતાં પણ ત્રણે રૂમ એક સાથે મળી ન હતી.
અનિલ ની રૂમ 203 નંબર તથા સામેની સાઈડે ધવનની રૂમ 215 નંબર ની હતી. અને થર્ડ ફ્લોર પર બેલા ની રૂમ 303 નંબરની હતી...
303 નંબરની પોતાની રૂમમાં જઈને બેલા બેગ માંથી કપડાં કાઢી બાથ લેવા ગઈ..અનિલ તેના રૂમ માં આવી ફ્રેસ થતા જ,બેલા ની રૂમમાં જવા નીકળ્યો ને.... અલગ રીંગ વાગતા સીડી ચડતા અનિલ બોલ્યો, બોલ બીજું શું ચાલે છે વિષુ, કોફી ને નાસ્તો તો કર્યો જ હશે ને.
હા કોફી અને નાસ્તો કર્યો ,તારી મિટિંગ ક્યારે છે?
જોને અગિયારને બદલે બાર વાગ્યા ની મીટીંગ રાખી છે...
બેલા અને ધવલ ક્યાં છે....???
બંને જણ પોતપોતાની રૂમમાં છે. ધવલ નો રૂમ એક જ ફ્લોર ઉપર મારાથી ઘણો દૂર છે... તેનો રૂમ નંબર 215 છે અને મારો રૂમ નંબર 203 છે...... જ્યારે બેલા નો રૂમ થર્ડ ફ્લોર ઉપર 303 નંબર નો છે.......... પછી વાત કરું મારે મીટીંગની તૈયારી કરવી પડશે અને ફોન કટ કર્યો....
303 નંબરના રૂમમાં નોક કરતા અંદરથી અવાજ આવ્યો... come in...
બેલાને ખબર જ હતી, કે અનિલ ચોક્કસ આવશે જ. નોક થતાં તેણે કી હોલમાંથી જોઈને, તે બાથરૂમ માં દોડી ગઈ.,,આજે સાલા ને નહીં થોડું.........કહેતા તે વસ્ત્રહીન થઈ સાવર લેવા ચાલી....
અનિલ બારણું ખોલી અંદર આવ્યો. સાવર નો અવાજ આવતો હતો. તે સમજી ગયો કે તે બાથ લઈ રહી છે. મલકાતો અનિલ, મઝા આવશે મનોમન બોલતા... સોફા ઉપર જઈને બેસતા જ.... ગ્લાસના પાર્ટીશન માંથી બેલા ને.....જોતા ઉભો થઇ ગયો....જબરી છે તુ બેલા....તે મોટે થી બોલ્યો...
કેમ..?..... અનિલ બેસ હું આવું છું.
ગ્લાસ પાર્ટીશન માંથી અનિલ ને તેનો ધીમો અવાજ સંભળાયો.. .....તારે બાથ લેવો હોય તો અંદર આવી જા...અનિલની નજર બેલા પર પડતા, બેલા હંસતા બોલી.
હવે તો અનિલ ગભરાયો જવું કે રોકાઉં.?? તે મને છોડશે નહીં. હું ના પાડીશ તો પણ, અને ભાગીશ તો પણ નામર્દ કહેવાઇશ..
તે વિચાર કરતો હતો ને, બેલા ટોવેલ લપેટીને તેના ભીના શરીર સાથે અનિલની સામે આવીને કામુક બેલા ઊભી રહી.. સરકતા ટુવાલને પડતા કેટલી વાર લાગે?? અને આમેય અનિલ પ્રયત્નપૂર્વક આવ્યો હતો......
તે બેલાને ઉચકીને સીધો બેડરૂમ માં લઇ ગયો. એક કલાક પછી બંને જણ ફરીથી બાથ લેવા ભેગા થયા..
12 વાગ્યે મિટીંગ હતી 11:30 અનિલ તેની રૂમ માંથી નીકળી ને પોતાના રૂમ માં પહોંચી ગયો....
અનિલ બાર વાગ્યે ફ્રેશ મુડમાં ફર્સ્ટ ફ્લોર ઉપર કોન્ફરન્સ રૂમમાં પહોંચી ગયો. ધવલ, વિશ્વાને ફોન કરતા કરતા કોન્ફરન્સ રૂમમાં આવ્યો. તે અનિલની રજેરજની માહિતી આપી રહ્યો હતો.
પેસેજ માં લચકતી ચાલે, ખૂબ જ સુંદર લાગતી બેલાને ધવલ જોઈ રહ્યો હતો. આજે તેનો ચહેરો ખીલી ઉઠ્યો હતો. તેનું શરીર પ્રફુલ્લિત લાગતું હતું. તેની ચાલ ઉપરથી ખ્યાલ આવતો હતો. અનિલ ના સ્પર્સે જાણે તેને આસમાનમાં ઉડતી કરી દીધી... મંદ મંદ મુસ્કાન સાથે કોરિડોરમાં કોન્ફરન્સ રૂમમા ધવલ અને બેલા દાખલ થયા. ધવલ પણ બેલા ને પામવા ઉત્સુક હતો.આટલી સુંદર નારીને ન્યાય તો આપવો પડે... મનમાં બખડતો ધવલ એક આગ સાથે ચાલી રહ્યો હતો.
*****************
વિશ્વા પણ ધવલ ની અમુક કરેલી વાતથી તે ઈર્ષાથી સળગી ઊઠી હતી. વિશ્વા તેના ડ્રાઈવર રાજુને ફોન કર્યો. આપણે આજે મુંબઈ જવાનું છે, તું ગાડીની વ્યવસ્થા કર...મારે બને તેટલું વહેલું જવાનું છે.
મેડમ બાર વાગ્યે નીકળી એ.. પણ ત્યાં પહોંચતા રાતના નવ વાગે અને જો ટ્રાફિક મળી ગયો તો રાતના બાર.......
ઓહ એમ વાત છે ? કહેતા વિશ્વાએ ફોન કટ કર્યો.
રધવાયેલી વિશ્વા એ.....અનિલ ના મિત્ર અશોક ને ફોન કર્યો. અશોક બે દિવસ સુધી મુંબઈ છે, તે જાણીને તેના આનંદનો પાર ન રહ્યો....
અશોક તું ગમે તેમ કરીને, બેલાને અનિલ થી દૂર રાખ..
અરે વિશ્વા આ કંઈ ખાવાના ખેલ છે..... પહેલા તે અનિલની સેક્રેટરી છે. તે મારું માને કે એનું ? અને આવી બધી વાતોમાં તારે એને અનિલ ઉપર વિશ્વાસ રાખવો જ પડે.... તે છતાં પણ હું માનુ છું કે અગ્નિ હોય તો ધી પીગળ્યા વગર રહે નહીં.
બસ હવે બહુ થયું.....તું મને છંછેડ નહીં.
ના વિશ્વા ના હું સાચું કહું છું.......
મારી ગમે તેમ કરીને પ્લેનની ટિકિટ કરાવી આપ..મારે ચાર વાગ્યા સુધીમાં ત્યાં પહોંચી જવું છે... અને એક કામ કર આજે તું હોટલમાં જા અને બેલાને અને અનિલ ને મળ....તું બેલા ને અનિલ થી દૂર રાખ કોઈ પણ ભોગે....
વિશ્વાએ અશોકને હોટલનું નામ તથા ત્રણે જણા રૂમ નંબર આપ્યા.....
ઓકે વિશ્વા હું જઈશ તો ખરો. હું બેલા નું કામ તમામ કરી દઈશ બસ.... પણ મારે આઠ વાગ્યા સુધી ઘણું જ કામ છે. હું તે પછી જઈ શકીશ.
વિશ્વા હું તને પ્લેન ની ટિકિટ કઢાવીને તને ઇમેલ કરું છું. કહેતા અશોકે ફોન મુક્યો.
આ બાજુ વિશ્વા એ કિશન ને ફોન કરીને કહ્યુ , હું મુંબઈ આવું છું. આપણે એકબીજાને ફોન કરીશું નહીં.... હું અનિલ ને ફક્ત મળવા જ આવું છું.... આપણી વાત થયા મુજબ તારે તારું કામ કરવાનું છે ભૂલતો નહીં.
********************
મિટિંગ પૂરી થતા અનિલ અને બેલા કોન્ફરન્સ રૂમમાંથી બહાર આવતા હતા.. સેકન્ડ ફ્લોર પર.. દૂરથી અનિલે વિશ્વાને કોરિડોર ના સોફા ઉપર બેઠેલી જોઈ.
અરે યાર....વિશ્વા,અહી ક્યાંથી ??
તે સોફા પર બેસીને મેગેઝિન ના પાના ઉથલાવી રહી હતી.
ધવલને તો ક્યારની ખબર પડી ગઈ હતી.
હાશ ચાલો હવે તો બેલાના રૂમમાં જઈને તેને કંપની આપીશ...તેની પાસે થોડો સમય વિતાવીશ...અને પછી..હવે અનિલ બેલાના રૂમમા ક્યાંથી જઈ શકશે ? ખુશ થયેલો ધવલ મંદ મંદ મુસ્કુરાઈ બેલા ની સાથે અનિલ ની પાછળ જઈ રહ્યો હતો.
વિશ્વાને જોતા જ અનિલ બોલી ઉઠ્યો તું અહીં ક્યાંથી ? મનમાં તો તેણે વિચાર્યું, સારું થયું તેણે મીટીંગ રૂમમાંથી બહાર આવતાં અમને જોયા. સવારે આવી હોત તો મારું આવી જ બનત...બે દિવસ ના જલસા ગયા ..ઓફીસ ક્યા નથી ?....તારે આવવું હતું તો મારી સાથે... મેં તો તને કહ્યું હતું ને ! પરિસ્થિતિ સંભાળતા તે બોલી ઉઠ્યો....
....... સવારનીએ મસ્તીભરી યાદોને અનિલ સેકન્ડના છઠ્ઠા ભાગે દૂર કરી અનિલે વિશ્વાને સોફા પરથી ઊભી કરી ભેટી પડ્યો...
વિશ્વા નો બધો જ આંતરિક ગુસ્સો તેના મગજ માંથી તત્કાલ દૂર થઈ ગયો. અનિલ અને વિશ્વા ને મળતા જોઈને ધવલ અને બેલા ધીમે ધીમે કોરિડોરમાં આગળ વધતા તેમની પાસે આવીને ઊભા રહ્યા.
કેમ છો ભાભી, આમ અચાનક ધવલે પૂછ્યું..આવવું જ હતું તો, સાથે કેમ ના આવ્યા.
ના,,ના એમ વાત નથી, મારી ફ્રેન્ડનો ફોન હતો. તે બીમાર છે, વધુ પડતી બીમાર છે. મારે એને મળવું હતું. બીજું અનિલ અહીં હતો, એટલે મેં તરત જ નિર્ણય લઈ લીધો.
અનિલ હવે પૂછે જ શું ?
બેલા તરફ ઇશારો કરી અનિલને વિશ્વા એ પૂછ્યું, અનિલ આ બેલા.. તારી સેક્રેટરી છે ને...
હા વિશ્વા, આ બેલા છે કાલે જ એપોઇન્ટ કરી છે. કાન પાસે આવીને ધીમેથી બોલ્યો સી ઈઝ સ્માર્ટ.
હેલો મેમ, બેલા એ વિશ્વા તરફ હાથ લંબાવીને કહ્યું..
હેલો, ફાવી ગયું બધું.... બધુ ઉપર ભાર મૂકતા વિશ્વા બોલી.
મને બધું જ ફાવે છે.. I can handle all problem.
good વિશ્વા બોલી..ચાલ અનિલ રૂમ માં જઈએ. હું થાકી ગઈ છું. મીટીંગથી કંટાળેલા ત્રણેય જણ પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા..
ધવલ એક કલાકના વિચારોના અંતે આવતી કાલની મિટિંગ માટે બેલા ને મળવા જવાનો પ્રયાસ કરતો હતો... પાક્કો નિર્ણય કરીને મનપસંદ કપડાં પહેરી બેલા રૂમની બહાર બેલ મારી ઊભો રહ્યો.
અનિલ તો હશે જ નહીં, આરામ ની પળો માંણતી બેલા અનિલના સહેવાસ ને વાગોળતી જર્સી અને સોર્ટી પહેરીને બેડ ઉપર સુતી હતી.
બેલ વાગતા બેલા ઊભી થઈ.. વારેવારે ડોર ખોલવા ઊંભા થવું એના કરતા લોક જ નહીં કરવુ સારું.....
ડોર ખોલતા જ ધવલ ને જોઈ, બેલા બોલી ધવલ કેમ આવવું પડ્યું...હાથમાં રહેલી ફાઈલ જોઈ ને બોલી, છોડ હવે બે ત્રણ કલાક આરામ કર.
ના, મેમ... ઓકે એમ હોય તો બે કલાક પછી મળીએ.
અરે અંદર આવ....અંદર આવતા જ બેલા એ ધવલ ને આંખ મારતા કહ્યું કોફી પીશુ ? કે..... ધવલના ચહેરા પરથી તો સુરસુરીયા ઉડવા લાગ્યા. ચોક્કસ મજા આવે તેવી લેડી છે. શું ભગવાને બનાવી છે. તેની સાથે વાત કરીએ તો પણ દિવસ સુઘરી જાય..
બેલાએ ફોન કરીને બે કોફીનો ઓર્ડર આપ્યો.
મિટિંગની વાત પૂરી કરતા તેઓ ઓફિસ ની વાત કરવા માંડ્યા.... તેઓ ઓફિસમાં કેટલી કેટલી મજાક કરતા હતા તેની પણ વાત કરી.. વઇેટર કોફીના બે ગ્લાસ તથા ટીપોર્ટ મુકીને ચાલ્યો ગયો....
ધવલે ઊભા થઈને સુતેલી બેલાને કોફી તૈયાર કરી આપતા, તું બેસ કહેતા,બેલા બેડ ઉપર સુતેલી બેઠી થઈ. તે દરમિયાન જ ધવલ કોફી નો ગ્લાસ તેની તરફ લંબાવતા ગરમ કોફી નો ગ્લાસ બેલાના ટીશર્ટ તથા શોર્ટસ પર પડ્યો..એકસીડન્ટ તો થઈ જ ગયો હતો ...બેલા ઊઠીને સીધી બાથરૂમ માં દોડી ગઈ..
ડોર બંધ કરી ટીશર્ટ અને શોર્ટ બદલવા ગઇ. પરંતુ તે ભૂલી જ ગઈ હતી કે રૂમમાં બેઠેલી કોઈપણ વ્યક્તિ ગ્લાસ પાર્ટીશન હોવાને કારણે તેને જોઈ શકે છે...તે અંદર થી કર્ટેન પાડવાનું ભૂલી ગઈ હતી... ધવલ ની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ હતી..બેલા ને આમ જોવી ! તેના શરીરની બધી જ હકીકતો બદલાઈ ગઈ હતી... અજાણતા જ બેલાની નજર તેના ઉપર પડતા, તેણે તરત જ કર્ટેન પાડી દીધી હતી.... બેલાને ક્ષોભ ખૂબ જ થયો પણ થાય શું ?
ધવલને પણ કર્ટેન પડતા સામાન્ય સ્થિતિમાં આવવા તે આંટા મારવા લાગ્યો, અને ફોન ઉપર બીજી એક કોફીનો ઓર્ડર કર્યો....
બહાર આવતા ધવલે કહ્યું , સોરી બેલા..
પરિસ્થિતિ સંભાળતા બોલી ઓકે....અને તે ધવલ ની બાજુમાં બેઠી... ધવલ ને તો જાણે સફળતાનો મુકામ લાગ્યો હોય તેમ લાગતું હતું.
બેલા, ધવલ ની બાજુમાં જ બેસતા ધવલ બોલ્યો, બેલા તું ખૂબસૂરત છે....
........ થેન્ક્સ ધવલ.
કોફી આવતાં ધવલ અને બેલા કોફી લઈ વાતો કરવા લાગ્યા..... ચાલ બેલા આપણે બોમ્બે માં ફરી આવીએ મજા આવશે....
ના યાર અત્યારે હું થાકી ગઈ છું. હું નહિ આવી શકું.... ચાલને તારો સંગાથ છે, મજા આવશે કહેતા, તેણે બેલા ના ખુલ્લા પગ ઉપર ટપલી મારી અને પગ હથેળીથી દબાવી હાથ ફેરવવા લાગ્યો....
ઝંખવાણી પડી ગઈ બેલા મોટે થી ઉભી થતા બોલી, સ્ટુપિડ ગેટ આઉટ, તું મને સમજે છે શું.... વાય યુ ટચ મી.
કકડભૂસ થઈને કોઈએ ધવલને જાણે મોટી ખીણમાં નાખતા આવેલ અંઘકાર નો અહેસાસ થતા, એ કંઈ પણ બોલી શક્યો નહીં.
બાથરૂમમાં મને ક્યાં જોઈ લીધી ને ટચ કરવા લાગ્યો... આટલો બધો ઈલ્ઝામ લાગતા ઊઠીને ધવલ સીધો બહાર નીકળી તેના રૂમ તરફ ચાલ્યો ગયો..
સાલી નાટક કરે છે,બાથરૂમમાં તો જાણી જોઈને મને બતાવવા કપડા બદલતી હતી. અને હવે શરીફ બને છે. મારી ઈજ્જત તેણે પાણીમાં ફેરવી દીધી..મારા હાથમાં ગન હોત તો ઉડાવી દીધી હોત. ફ્રીજમાંથી બોટલ કાઢી પેગ બનાવી પીવા લાગ્યો. અને બીજી બોટલ નો ઓર્ડર કર્યો.
સમજે છે શું સતી સાવિત્રી ?એક દિવસ પણ થયો નથી ને મને સ્ટુપિડ કહે છે. ભૂલ થી હાથ ક્યાં મુક્યો તેના પગ ઉપર, અને બહેન બા ને ગુસ્સો આવ્યો. નહી છોડુ સાલી ને. ગુસ્સાથી લાલચોળ થઈ ગયેલો ધવલ તેની આપા ખોઈ બેઠો હતો.
ઘડિયાળના નવના ટકોરાથી ગુસ્સે ભરાયેલો ધવલ હાથમાં રહેલો વ્હિસ્કીનો ગ્લાસ છુટ્ટો ઘડિયાળ ઉપર ફેંક્યો...અને થોડીવાર સૂનમૂન બેસી રહ્યો....
તેને એમ જ થતું હતું કે હું ક્યારેય બેલાને જઇને થપ્પડ મારુ....
********************
9 વાગે કિશન જયસ્વાલ સાધુરામ નો લુક બનાવીને હોટલના પાર્કિંગ પ્લોટમાં દાખલ થયો.... તે વિચાર કરતો હતો કે બેલા ને કેવી રીતે કહું કે તે મને પ્રેમ કરતી હતી.. કોઈપણ સાબિતી વગર, હું ગાંડો તો નહિ લાગુ ને... બેલા નો રૂમ 303 છે, અને અનિલ નો રૂમ 203 છે આમ કેમ?? એક રૂમ સેકન્ડ ફ્લોર ઉપર અને બીજો થર્ડ ફ્લોર પર?? અનિલ કેવી રીતે બેલા વિશેની મારી પ્યાર ભરી વાતો સાંભળશે ?
પહેલા મને બેલા ને મળવા તો દે... કહેતા એ હોટલમાં દાખલ થયો.
/////////////////////////
હતાશ થયેલી બેલાએ ધવલ ના રૂમ માંથી બહાર જતાં જ ગુસ્સામાં ને ગુસ્સામાં કોફીને બંને ગ્લાસ અને રૂમનો ડ્રેસીંગ ટેબલ નો કાચ નો ગ્લાસ તોડી નાખ્યો. શું સમજે છે, ધવલ મને સમજે છે શું...સ્પર્શ કરવાની તેની હિંમત ? મેં તેને લાફો કેમ ના માર્યો. જાય મારી નોકરી તો જવા દે.. મારીં સામે તો આવવા દે, છોડીશ નહી. આંખો બંધ કરીને બેલા 20 થી 25 મિનિટ સુધી ....પડી રહી. ઘડિયાળ જોતા બોલી હજી તો 8. 45 થઈ છે,અનિલને ક્યાં બોલાવું. તેને બાથરૂમના ટબમાં પાણી ભરી નાહવાનો પ્લાન બનાવ્યો.... અને તેની ખાસ ફ્રેન્ડ શિલ્પાની યાદ આવતા... શિલ્પા ને ફોન લગાવ્યો...
ફોન લાગતા શિલ્પા બોલી... અરે તું ક્યાં છે હું તારી ઘેર જ આવવાની હતી, અને તારો ફોન આવ્યો.
અત્યારે તો હું સુરત નથી. મુંબઈ આવી છું.. મેં તને વાત કરી હતી ને ..કે મને નોકરી લાગી છે....અહીંયા અત્યારે મિટિંગ પતાવી ને હોટલની રૂમમાં આવી છું......
અને.... બંને ની વાત લાંબી ચાલતી હોય છે....
મારે તને એક ખાસ વાત કહેવાની છે.... અમારા ઓફિસ ના અનિલ બોસ ની વાત છે.......... ખૂબ જ સારા અને...... ખરેખર ખૂબ જ સારા માણસ છે....... અને અનિલ વિશેની પૂરી વાત ચાલુ કરી.
ભાગ.....૭

