પ્રકૃતિનો પુરસ્કાર
પ્રકૃતિનો પુરસ્કાર
પ્રકૃતિનો પુરસ્કાર
✍️ કલ્પેશ પટેલ
સારંગ દિવસભર સંઘર્ષ કરે છે.
જ્યારે જગત તેનો દીવો બુઝાવે છે,
ત્યારે તેના આત્માનો પ્રકાશ ઝળહળતો રહે છે.
સપનાઓ જોઈ ભૂલવાં માટે નહીં ,
સારંગ તેને અંતરથી સાંભળે, રાતની ઊંઘ
દરમિયાન પણ.
પ્રકૃતિનો સહારો,
તે દરેક શ્વાસ વચ્ચે પણ માણે છે.
સારંગ જાણે છે,
તેના હાથ એ તેનો ભગવાન છે.
અજય અમોઘ આયુધ,જે શાંત રહી ગર્જના કરી શકે. જે અન્યાયનો પ્રતિકાર કરે અને પ્રાર્થના માટે વળી શકે.
ઘેરી ઊંઘમાં પણ.તે પ્રકૃતિ પર વિશ્વાસ રાખે .સારંગની આંખો બંધ હોવા છતાં,તેનો કુદરત પ્રત્યે રહેલો
વિશ્વાસ પોતાનું કાર્ય ચાલુ રાખે છે.
વિશ્વાસ એ આશીર્વાદ પણ છે.
અને આશીર્વાદ કદી તેના યાચકને ભૂલતો નથી.
સારંગ સમજે છે, કે,તમારે જે જોઈએ, તે આપો .પ્રકૃતિ કદી મરતી નથી, તે અનેકગણુ કરી થઈ પાછું આપે છે.
સારંગ જાણે છે તે એકલો, પહેલો કે છેલ્લો નથી,દરેક સફળ જીવન એ કુદરત ની દેન છે.
સફળ જીવનની આશા ની જ્યોત એક કુદરતનો પુરસ્કાર છે, જે ઘોર નિરાશામાં પણ ટમ ટમે છે
---
વાંચન વિશેષ
“સારંગ” શબ્દના અનેક અર્થ છે, જે સંસ્કૃત અને ગુજરાતી સંસ્કૃતિમાં વિવિધ રૂપે પ્રગટે છે.
અહીં કેટલાક મુખ્ય અર્થો છે:
---
🌿 સારંગ, નામ કે સંજ્ઞા રૂપે જોતા, એ
- વિષ્ણુનું ધનુષ્ય: સંસ્કૃતમાં “શારંગ” તરીકે ઓળખાયેલ , જે ભગવાન વિષ્ણુના ધનુષ્યનું નામ છે,તો સંગીતના ક્ષેત્ર મા રાગ: “સારંગ” એ હિંદુસ્તાની સંગીતમાં એક રાગ છે, જે શાંતિ અને ભક્તિની ભાવના જગાવે છે.
-કોઈ જગ્યાએ મૃગ / વન્ય પ્રાણી: સામાન્ય રીતે ચિતરાયેલ મૃગ, કાળિયર મૃગ, હાથી, સિંહ, ઘોડો વગેરે માટે પણ “સારંગ” શબ્દ વપરાય છે.
- મોર / કોકિલ / ભમરો: કુદરતી પંખીઓ અને જીવજંતુઓ માટે પણ આ શબ્દ વપરાય છે, ખાસ કરીને કોકિલ અને ભમરાના રૂપમાં.
વહાણનો મુખ્ય ટંડેલ: દરિયાઈ ભાષામાં, “સારંગ” એ વહાણના વડા ખલાસી માટે વપરાતો શબ્દ છે.
---
આપની આજના વિચાર વિસ્તાર યાત્રાના સાથી “સારંગ” ને કાવ્યમાં પાત્ર તરીકે રજૂ કર્યો છે, તે સંકેત આપે છે કે:
- તે પ્રકૃતિ સાથે જોડાયેલો એક આધ્યાત્મિક યાત્રિક છે.
- “સારંગ” એ પ્રકાશ, વિશ્વાસ અને શાંતિનો પ્રતીક બની જાય છે.
જેનામાં સંગીત, ધર્મ, અને કુદરત ત્રણેય તત્વોના સંયોજન થી પ્રગટેલ આશાની જ્યોત છે.
---
