Rahul Makwana

Tragedy Action Fantasy

4  

Rahul Makwana

Tragedy Action Fantasy

પરિવર્તન

પરિવર્તન

10 mins
438


પરગ્રહવાસી એટલે કે એલિયન અને માણસો વચ્ચે ઘણાં વર્ષો જૂના સંબંધ હોવાનાં પુરાવા આજે વિજ્ઞાન પાસે છે. આપણે ઘણીવાર છાપામાં પણ વાંચતા હોઈએ છીએ કે કોઈ જગ્યાએ એલિયનનું અવકાશયાન એટલે કે "યુ.એફ.ઓ" દેખાયાનાં પણ સમાચાર આપણે સાંભળીએ છીએ. જ્યારે એલિયન હોવાનો હજુ સુધી કોઈ નક્કર પુરાવા નથી મળ્યા, જે કંઈ પુરાવા મળ્યાં છે, તે માત્ર એલિયન હોવાનાં અસ્તિત્વ તરફ એક ઈશારો જ કરે છે.

તેમ છતાંય ક્યારેક ક્યારેક એલિયન આપણી પૃથ્વી વિશે જાણવાં, કે પછી પૃથ્વી પર રહેતાં મનુષ્યો વિશે જાણવા, કે પછી મનુષ્યની બુદ્ધિ કે ચપળતા વિશે જાણવા કોઈને કોઈ મનુષ્યની પસંદગી ચોક્ક્સથી કરતાં હોય છે. જેની એ વ્યક્તિને જરાય જાણ સુદ્ધા નથી હોતી. એલિયન કોઈપણ સ્વરૂપે આપણી આસપાસ હોઈ શકે છે. તે આપણાં કોઈ મિત્ર, સહકર્મચારી, બોસ, શિક્ષક, સહ અઘ્યાયી, પાડોશી, પટ્ટાવાળો કે પછી આપણાં જ કોઈ સ્વજનમાંથી જ કોઈ હોય એવું પણ બની શકે છે.

કુંડળીયા કોલેજ એ શહેરની જાણીતી નામચીન અને શહેરની સૌથી જૂની કોલેજોમાંની એક કોલેજ હતી, આ કોલેજમાં ભણવું એ આજનાં દરેક યુવકનું સપનું હતું. જ્યારે હરેશે પણ આ કોલેજમાં જ ગ્રેજ્યુએશન કરવાનું એક સપનું જોયેલ હતું જે ગયાં વર્ષે સાચું પડ્યું. આજથી હરેશ પણ હોંશે હોંશે ભણવામાં મન લગાવી રહ્યો હતો. કોલેજમાં પણ હરેશ ભણવામાં હોશિયાર સાબિત થયો, પરંતુ આપણાં સમાજની એક ખાસિયત ગણો તો ખાસિયત કે પછી વિચિત્રતા ગણો તો વિચિત્રતા તમે જીવનમાં જેમ જેમ સફળ થતાં જાવ છો, તેમ તેમ તમારા બધાં અંગત મિત્રો કોઈને કોઈ કારણે તમારાથી દૂર થઈ જ જાય છે, એ પાછળનું કારણ ઈર્ષા,અદેખાઈ કે પછી બળતરા કોઈપણ હોય શકે છે.

આવું જ હરેશનાં કિસ્સામાં પણ બન્યું જેમ જેમ હરેશ જીવનમાં એક પછી એક સફળતાનાં સોપાનો સર કરતો ગયો, એ સાથે જ સફળતાનાં દરેક પગથિયે તેનાથી એક પછી એક મિત્રો દૂર થતાં ગયાં. હાલ હરેશ આ દુનિયામાં સાવ એકલો અટૂલો બની ગયેલો હતો. હરેશ પોતાની આજુબાજુમાં વસતા દરેક લોકોમાં હરહંમેશ મિત્રો શોધવા માટે પ્રયત્નો કરતો હતો. 

હરેશ શહેરની બહાર આવેલાં હિલસ્ટેશને ઉદાસ થઈને બેસેલો હતો, તેની આજુબાજુમાં મોટા મોટા મશીનો અસ્ત વ્યસ્ત હાલતમાં વેર વિખેર હાલતમાં પડેલા હતાં. હરેશનાં ખોળામાં અપસરા જેવી સુંદર યુવતી નિષ્પ્રાણ હાલતમાં સૂતેલ હતી. આ યુવતીનો ચહેરો એકદમ માસૂમ અને આકર્ષક લાગી રહ્યો હતો, પરંતુ તેનાં કમરથી નીચેનો ભાગ કોઈ મશીનનો બનેલો હોય તેવું લાગી રહ્યું હતું. આ યુવતીનો એક હાથ કપાયેલ હતો, પણ તેનાં શરીરમાંથી લોહીનું એકપણ ટીપું પડી રહ્યું ના હતું, તેનાં શરીરમાં અલગ અલગ પ્રકારનાં તૂટેલા વાયરો લટકી રહ્યાં હતાં. હાલ હરેશ માયુ સી, નિરાશા અને હતાશા દ્વારા ચારેબાજુએથી ઘેરાયેલો હતો. હાલ તેનાં મનમાં ઘણાં બધાં પ્રશ્નો હતાં. જેનાં ઉત્તરો હાલ હરેશ પાસે હતાં જ નહીં.

એકાદ વર્ષ બાદ

સમય : સાંજનાં 9 કલાક.

સ્થળ : હરેશનાં ઘર તરફ જતો રસ્તો.

હરેશનાં એક મિત્ર કે જેનું નામ રાહુલ હતું, તેનો આજે જન્મદિવસ હોવાને લીધે હરેશ તેની બર્થ ડે પાર્ટીમાં શહેરની બહાર આવેલ એક આલિશના અને ભવ્ય "અતિથિ દેવો ભવ" હોટલમાં જમવા માટે ગયો હતો. રાહુલ હરેશને પ્રેમથી "હેરી" કહીને બોલાવતો હતો. રાહુલ અને હરશે ધોરણ એકથી બાર એકસાથે એક જ સ્કૂલમાં ભણ્યાં હતાં. ધોરણ બાર પછી રાહુલે મેડીકલમાં એડમિશન લીધેલ હતું, જ્યારે હરેશને ધોરણ 12 માં ઓછા ટકા આવ્યાં હોવાને લીધે પોતાના જ શહેરની કુંડળીયા કોલેજમાં એડમિશન લીધેલ હતું. હાલ રાહુલને વેકેશન હોવાને લીધે તે ગામડે આવેલ હતો, આથી તેણે હરેશને પોતાનાં બર્થ ડે ની પાર્ટીમાં આમંત્રિત કરેલો હતો.

રાહુલની બર્થ ડે પાર્ટીમાંથી પરત ફરતાં આજે હરેશને ખૂબ જ મોડું થઈ ગયું હોવાથી હરેશ રાહુલની પરમીશન લઈને હોટલ "અતિથિ દેવો ભવ" એ થી પોતાનું બાઈક લઈને એકદમ ઝડપથી નીકળે છે. અને પોતાનું બાઈક પૂર ઝડપે પોતાનાં ઘર તરફ ભગાવે છે. હરેશનાં ઘર તરફ જતાં રસ્તામાં લગભગ એકાદ કિ. મી સુધીનો એકદમ સુમસાન રસ્તો આવતો હતો, આ રસ્તો જાણે "ગાંડી ગીરનું જંગલ" હોય તેવી પ્રતીતિ કરાવી રહ્યું હતું. આ રસ્તે દિવસ દરમ્યાન પણ પસાર થવામાં લોકોને ડર લાગતો હતો, અને કપાળ પર પરસેવો વળી જતો હતો, આજે હરેશને આ એકદમ સુમસાન અને વેરાન રસ્તે આટલી મોડી રાતે એકલા પસાર થવું પડે તેવી નોબત આવી પડેલ હતી.

જેવો આ રસ્તો ચાલુ થયો એ સાથે જ ડરને લીધે હરેશનાં હૃદયના ધબકારા એક્દમથી વધી ગયાં, તેનાં શ્વાસોશ્વાસ કોઈ ધમણની માફક જોર જોરથી ચાલવા લાગ્યાં, જેને હરેશ ખુદ અનુભવી શકતો હતો. હરેશનાં કપાળ પર પરસેવાનાં બુંદો છવાય ગયેલાં હતાં. હાલ હરેશનાં મનનાં કોઈ એકખૂણામાં ડર પોતાનું એકચક્રીય આધિપત્ય સ્થાપી રહ્યો હતો. અંતે "જે થશે એ જોયું જશે." આ વિચાર સાથે હરેશ પોતાની બાઈક એ રસ્તા તરફ ભગાવે છે.

લગભગ 300 મીટર જેટલી બાઈક ચલાવ્યાં બાદ એકાએક હરેશનાં કાને "હેરી...પ્લીઝ હેલ્પ મી." આવો કોઈ યુવતીનો દર્દ ભરેલો અવાજ સંભળાય છે, આવા વેરાન અને ડરામણા સુમાસન જંગલમાં આ અવાજ સાંભળતાની સાથે જ હરેશનાં શરીરની રૂંવાટીઓ ડરને લીધે ઉભી થઈ ગઈ, તેનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. આ સાથે જ તેનાં મનમાં ઘણાં બધાં પ્રશ્નો તેને ઘેરી રહ્યાં હતાં...કોણ હશે આ યુવતી ? શું કોઈ યુવતી આ સુમસાન જંગલમાં ભૂલી પડેલ હશે ? શું એ યુવતીને મારી મદદની કોઈ જરૂર હશે ? એ યુવતી મારું નામ કેવી રીતે જાણતી હશે ? એ યુવતીએ મને "હેરી" કહીને બોલાવ્યો એટલે તે મને વધુ નજીકથી જ ઓળખતી હોવી જોઈએ. બાકી "હેરી" નામથી તો મને મારું કોઈ અંગત જ મને ઓળખે છે. એટલે આ યુવતી કદાચ મારું જ કોઈ અંગત મિત્ર હોય એવું પણ બની શકે ? - આવા ઘણાં બધાં વિચારો આવવાને લીધે હરેશ હિંમત પોતાની બાઈક ધીમે રાખે છે. એટલીવારમાં તેની સામે એક સ્વર્ગની અપ્સરા જેવી એક સુંદર યુવતી આવી ચડે છે.

"હેરી ! મારી એક્ટિવમાં પંચર પડ્યું હોવાથી હું સુમસાન રસ્તે ફસાય ગઈ છું તો તું મને લિફ્ટ આપીશ ?" પેલી યુવતી હરેશની નજીક આવતાં પૂછે છે.

યુવતીની આ વાત સાંભળીને હરેશનાં મનમાં હાલ જે પ્રશ્નો ઉદ્દભવેલા હતાં, તેમાંથી ઘણાંખરા પ્રશ્નોનાં હાલ હરેશને મળી ગયેલા હતાં. બાકીના પ્રશ્નો હરેશ તે યુવતીને રસ્તામાં જ પૂછી લે છે એવું વિચારીને તે યુવતીને પોતાની બાઈક પર બેસવા માટે ઈશારો કરે છે.

"થેન્ક યુ હેરી…!" યુવતી બાઈક પર બેસતા બેસતાં બોલે છે.

ત્યારબાદ હેરી બાઈકમાં સેલ્ફ લગાવી ફરી પાછા એ જ સુમસાન રસ્તે પોતાની બાઈક ભગાવે છે. લગભગ દસેક મિનિટ બાદ યુવતી પોતાનું અને હરેશનું મૌન તોડતાં તોડતાં બોલે છે.

"હેરી ! મને હાલ ખૂબ જ ડર લાગી રહ્યો છે. તો મારી સાથે કંઈક વાત કર ને..!" હરેશનાં ખભે હાથ મુકતાં પેલી યુવતી બોલે છે.

"જી ! તનારું નામ શું છે ? શું તમે મને જાણો છો ? જો તમે મને જાણો છો તો કેવી રીતે જાણો છો ? હું તમને ઓળખું છું ? શું આપણે બંને આ અગાવ ક્યારેય મળેલા છીએ ?" હરેશ પોતાનું મૌન તોડતાં તોડતાં મનમાં ઉદ્દભવેલા બધાં જ પ્રશ્નો પેલી યુવતીની સામે રાખતાં પૂછે છે.

"જી ! મારું નામ એન્જેલીના છે, અને હું તમારી જ કોલજમાં આ વર્ષે ફર્સ્ટ યરમાં એડમિશન લઈને આવી છું, અને મારી કઝીન સિસ્ટર કાજોલ તમારી કલાસમેટ છે. મેં તમને કોલજમાં ઘણીવાર જોયેલાં છે. અને મને કાજોલ દ્વારા જ ખ્યાલ આવ્યો કે તમારું નામ "હેરી" એટલે કે "હરેશ" છે." એન્જેલીના હરેશે પુછેલાં પ્રશ્નોના ઉત્તર આપાતાં જણાવે છે.

"ઓહ..તો તું મારી એક વર્ષ જુનિયર અને કાજોલની કઝીન સિસ્ટર છો એમ ને ?" હરેશ ખાતરી કરતાં કરતાં એન્જેલીનાને પૂછે છે.

"યસ !" એન્જેલીના હરેશે પુછેલાં પ્રશ્નનો ઉત્તર આપાતાં જણાવે છે.

એન્જેલીનાનાં ઉત્તર સાંભળ્યા બાદ હરેશનાં જીવમાં જીવ આવ્યો, જે ડરે તેનાં મનમાં પોતાનું આધિપત્ય અત્યાર સુધી જમાવેલ હતું, તે ડર એક જ પળમાં કયાં ગાયબ થઈ ગયો તે હરેશને ખ્યાલ જ ના રહ્યો.

"હેરી… એક વાત પૂછું ?" એન્જેલીના થોડુંક ખચકાતાં હરેશને પૂછે છે.

"હા ! બેશક..!" હરેશ પોતાની સહમતી દર્શવાતા બોલે છે.

"હેરી ! હું છેલ્લાં એક વર્ષથી તમને મનોમન પસંદ કરતી હતી, પરંતુ મારી એ પસંદ ક્યારે પ્રેમમાં પરિણમી એ મને ખ્યાલ જ ના રહ્યો…જો તું ઈચ્છે તો મારી આ પસંદને પ્રેમમાં પરિવર્તિત કરી શકે છો." એન્જેલીના પોતનો પ્રેમપ્રસ્તાવ હરેશની સમક્ષ મૂકતાં બોલે છે.

એન્જેલીનાએ પુછેલાં આ પ્રશ્ન સાંભળીને જાણે ઈશ્વરે પોતાના આ બ્લેક એન્ડ વાઈટ જિંદગીને રંગબેરંગી બનાવવા માટે અને હાલ એકલતાભરેલ પોતાના જીવનને આનંદ, ખુશીઓ કે પ્રેમનાં રંગે રંગવા માટે જાણે એન્જેલીનાને પોતાની પાસે મોકલેલ હોય તેવું અનુભવી રહ્યો હતો. જાણે કોઈ ડૂબતાને તણખલાનો સહારો મળી જાય, તેમ હાલ હરેશની ડૂબતી નૈયાને જાણે એન્જેલીના નામનો કોઈ સહારો મળી ગયો હોય તેવુ લાગી રહ્યું હતું. 

"હેરી ! જરૂરી નથી કે મે તમને પુછેલાં પ્રશ્નનો ઉત્તર તમે "હા" માં જ આપો, મે તો મારા મનમાં કેટલાં સમયથી આ વાત દબાવી રાખેલ હતી, તે આજે તારી સમક્ષ મૂકી દીધેલ છે. તને જે ઠીક લાગે તે જવાબ આપી શકે છો." એન્જેલીના હરેશને જણાવતાં બોલે છે.

"એક્ચ્યુલીમાં તો મારે તારો આભાર માનવો જોઈએ કે તે મારી પસંદગી તે તારા પ્રેમીપાત્ર તરીકે કરેલ છે, હકીકતમાં કહું તો હાલ મારા જીવનમાં કોઈ જ મિત્ર નથી, અને હું જીવનમાં જેમ જેમ સફળ થતો ગયો તેમ તેમ હું વધુ ને વધુ એકલો પડતો ગયો છું, એટલે મારે પણ કોઈની હૂંફ અને સહકારની જરૂર હતી, પણ મને તારી જેવી સુંદર યુવતી પ્રેમી પાત્રમાં મળશે એવું મેં ક્યારેય વિચારેલ હતું જ નહીં. "આઈ લવ યુ ટુ" - હરેશ પોતાનો નિર્ણય એન્જેલીનાને જણાવતાં બોલે છે.

"થેન્ક યુ સો મચ." એન્જેલીના હરેશને પાછળની તરફથી હગ કરતાં કરતાં આનંદ અને ખુશીઓ સાથે બોલી ઉઠે છે.

ત્યારબાદ બંનેવ ખુશ થતાં થતાં હરેશ અને એન્જેલીના એ રસ્તે આગળ વધે છે, એવામાં અડધી કલાક બાદ એન્જેલીના હરેશનાં ખભે હાથ મૂકતાં બોલે છે કે,

"બસ ! હેરી અહીં બાઈક ઊભી રાખ મારું ઘર આવી ગયું છે."

"ક્યાં છે તારું ઘર ? મને તો સામે ચર્ચ નજર આવી રહી છે." હેરી હેરાની ભર્યાં આવજે એન્જેલીનાની સામે જોઈને પૂછે છે.

"બસ ! એ ચર્ચની પાછળની તરફ જમણી બાજુમાં જ મારું ઘર આવેલ છે." એન્જેલીના જાણે કોઈ રહસ્ય છૂપાવી રહી હોય તેમ અટકતા અટકતા હરેશની સામે જોઈને જણાવે છે.

"ઓકે...તો કાલે..?" 

"કાલે હું અહીંથી જરા આગળ જે સીટી બસ સ્ટેશન આવેલ છે, ત્યાં તમારી રાહ જોઈશ." 

"ઓકે મળીએ આવતી કાલે…"આઈ લવ યુ"

"લવ યુ ટુ...હેરી." ચર્ચ તરફ જતાં રસ્તે આવળ વધતાં એન્જેલીના બોલે છે.

ત્યારબાદ હરેશ ખુશ થતાં થતાં પોતાની બાઈક ઘર તરફ દોડાવે છે, હાલ હરેશનાં મનમાં એક અલગ જ પ્રકારનો આનંદ કે ખુશીઓ છવાઈ ગયેલ હતી, તેનાં શરીરમાં જાણે એક અલગ જ પ્રકારની ઉર્જા કે નવચેતનાનો સંચાર થઈ ગયો હોય તેવું હાલ હરેશ અનુભવી રહ્યો હતો, પરંતુ હરેશ હાલ એ બાબતથી તદ્દન અજાણ જ હતો કે તેની લાઈફમાં એક સુનામી જેટલી મોટી આફત દસ્તક દેવાં માટે તલપાપડ થઈ રહી હતી તેનાં વિશે હરેશે સપનામાં પણ નહીં વિચાર્યું હશે.

ત્રણ મહિના બાદ 

સ્થળ : શહેરની બહાર આવેલ હિલસ્ટેશન.

સમય : સાંજનાં 6 કલાક.

હરેશ અને એ એન્જેલીના શહેરથી દૂર આવેલાં હિલસ્ટેશન પર ફરવાં માટે ગયેલાં હતાં, એન્જેલીના હરેશના ખોળામાં પોતાનું માથું રાખીને સુતેલી હતી, અને તે બંને એકબીજાની આંખોમાં આંખો નાખીને પ્રેમભરી વાતો કરી રહ્યાં હતાં, બરાબર એ જ સમયે મહાકાય અને વિશાળ રોબોટ ત્યાં આવી પહોંચે છે, અને જોત જોતામાં તે વિશાળ રોબોર્ટ એન્જેલીના પર ગોળીઓનો વરસાદ વરસાવી દે છે, આથી એન્જેલીના હરેશને પોતાનાથી દૂર ઝાડીઓમાં ફગાવી દે છે, અને પોતાનામાં જેટલી હિંમત હતી, તે બધી હિંમત એકઠી કરીને જમીન પર જોરથી પછાડે છે, એ સાથે જ એન્જેલીના કોઈ એક શક્તિશાળી એલિયનમાં પરિવર્તિત થઈ જાય છે, અને હિંમતભેર એ મહાકાય રોબોર્ટનો સામનો કરે છે, લગભગ એન્જેલીના અને પેલાં રોબોર્ટ વચ્ચે ઘણાં સમય સુધી ઘમાસાણ યુદ્ધ ચાલે છે, જ્યારે આ બાજુ હાલ પોતાની સાથે જે શું બની રહ્યું છે એ હરેશને કઈ સમજાતું ના હતું. એ બસ અવાક બનીને એલિયન જેવી બની ગયેલ પોતાની એન્જેલીના તરફ જ જોઈ રહ્યો હતો.

એવામાં પેલો રોબોર્ટ એન્જેલીનાનાં હાથ પર પ્રહાર કરે છે, અને એન્જેલીનાનો હાથ જડમૂળથી ઉખેડી નાખે છે, આ સાથે જ તે એકદમ બેશુદ્ધ જેવી બની જાય છે. આમ એન્જેલીનાની આવી હાલત જોઈ પેલાં મહાકાય રોબોર્ટ એકાએક અદ્રશ્ય થઈ જાય છે. જયારે આ બાજુ એન્જેલીના ઘાયલ થઈને હરેશ જે ઝાડીઓમાં છૂપાયેલ હતો ત્યાં જઈ પડે છે. આથી હરેશ ઝડપથી એન્જેલીના પાસે જાય છે અને તેને મદદ કરવા માટે પોતાના હાથ લંબાવે છે. જેવો હરેશ એન્જેલીનાને સ્પર્શે છે એ સાથે જ એન્જેલીના એલિયનમાંથી ફરી સુંદર અને આકર્ષક યુવતીના રૂપમાં આવી જાય છે. આથી હરેશ એન્જેલીનાનું માથું પોતાનાં ખોળામાં રાખી દે છે. અને એન્જેલીના હરેશની સામે જોઈને હરેશને જણાવે છે કે…

"હરેશ મને માફ કરજે હું તારો સાથ અહીં સુધી જ નિભાવી શકી..હું એન્જેલીના માત્ર તારા માટે જ છું બાકી વાસ્તવમાં હું એક એલિયન છું. પૃથ્વી પર રહેતાં મનુષ્યોનાં માઈન્ડની સ્ટડી કરવાં માટે હું પૃથ્વી પર આવેલ હતી, પરંતુ મને ખબર નહીં શાં માટે પણ તારાથી પ્રેમ થઈ ગયો, હકીકતમાં હું કોઈ કાજલની કઝીન સિસ્ટર નથી પરંતુ એ સમયે મેં તારા ખભે હાથ મૂકીને તારા માઈન્ડની સ્ટડી કરેલ હતી, તો એમાં મને કાજલ નામ દેખાયું, એટલે હું તારી સાથે જૂઠ બોલી. ચર્ચ પાછળ મારું કોઈ જ ઘર આવેલ નથી, "સ્પેઈશ શટલ" અત્યાર સુધી મારું ઘર હતું પરંતુ પૃથ્વી પર આવ્યાં પછી તારું દિલ જ મારું ઘર બનીને રહી ગયું…" આટલુ બોલતાની સાથે જ એન્જેલીના ચેતનાવિહીન બની જાય છે, જ્યારે બીજી બાજુ દુઃખી હરેશ એન્જેલીનાનાં ચેહરા તરફ જોઈને જોર જોરથી રડી રહ્યો હતો. 

એન્જેલીના ભલે કોઈ એલિયન હતી, પરંતુ તે આજનાં સમયમાં યુવાનો દ્વારા કરવામાં આવાતાં સ્વાર્થી અને મતલબી પ્રેમ કરતાં પણ સવિશેષ પ્રેમ કરી ગઈ, આમ એન્જેલીનાએ હરેશ માટે જાણે પ્રેમ શબ્દની જાણે પરિભાષા જ બદલી નાખી હોય તેવું હરેશ હાલ અનુભવી રહ્યો હતો. જાણે ઓછા સમયમાં જાણે હરેશે પોતાની જિંદગી જીવી લીધેલ હોય તેવું હરેશ અનુભવી રહ્યો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy