Tirth Shah

Drama

4.0  

Tirth Shah

Drama

પરિવાર

પરિવાર

5 mins
273


(પરિવાર એ સંપ અને સંસ્કૃતિનું અંગ છે, સભ્યતા અને સહકારની શાખા છે, વાણી અને વિચારનું કેન્દ્ર છે, પ્રેમ અને લાગણીનું માધ્યમ છે, પેઢીઓ વચ્ચેનો અપાર પ્રેમ છે.

  આજે તો સંયુક્ત પરિવારની વ્યાખ્યા કરતા વિભક્ત કુટુંબ વધુ જોવા મળે છે. આજના સમયમાં ભેગું રહેવું એ મોટો સવાલ છે.

આવો જોઈએ એવા પરિવારની વાર્તા )

" જોયું, આજે ફરી તમારો નાનો ભાઈ બાપુજી જોડે પૈસા માંગવા ગયો હતો. મને લાગે છે એજ બધા રૂપિયા પતાવી દેશે અને જ્યારે ભાગ પડવાના આવશે ત્યારે પણ માથું મારવા આવી જશે !, મને તો રોજ એમ થાય તમે મોટા ભાઈ છો છતાંય તમે કશું બોલતા નથી અને મને બોલવા દેતા નથી. બા-બાપુજી ના રૂપિયા પર આપણો પણ એટલોજ હક છે. પણ, તમે રહ્યા રાજા સત્યવાદીની ઓલાદ અને સ્વાભિમાની એટલે તમે સામેથી માંગવા જશો નહીં. આમ કરતા કરતા નાનો ભાઈ અને બહેન બધું પતાવી દેશે ! " એમ ઘરની મોટી વહુ સુરેખા તેના પતિ પ્રવીણ ને કહે છે.

    જો, મારે અડધી રાત્રે તારી સાથે વાત કરીને ઝગડો કરવો નથી. તારા મગજમાં વાત જતી નથી અને હું તને સમજાવીને થાકી ગયો, તને હજાર વાર કીધું આપણી પાસે ઘણું છે અને....જવા દે !, ફરી ઝગડો થઈ જશે. પ્રવીણ સુરેખા ને કહી ને ધાબે જતો રહે છે.

" શેઠ પટેલની હવેલીની પાછળ જે કાચો રસ્તો જાય છે ત્યાં ડાબી બાજુએ નાની શેરી છે એમાં છેલ્લું મકાન છે અમારું આવી જાઓ ".

    જો, સાંભળી લે રાજેશની દીકરીને જોવા માટે આવે છે તારું ઉતરેલું મોઢું લઈ નીચે ના આવતી અને જ્યારે કહું ત્યારે જ આવજે !, બીજું મોઢું સારું કરીને આવજે. આજે તો એનું નક્કી જ કરી દેવાનું છે. એમ સાસુ વસુધા બહેન બોલે છે અને સુરેખા ને કહે છે.

મને તો લાગે છે, આ વખતે નક્કી થઈ જશે જ. એ લોકોને પણ આપણી મીરા પસંદ આવી છે. બસ !, આપણે હવે તારીખ નક્કી કરીને સારા દિવસે ગોઠવી દઈએ. માથે થી એક ટેનશન દૂર થાય અને દીકરી સારા ઘરે વળે. એમ વસુધા બહેન એમના પતિ વલ્લભભાઈ ને કહે છે.

    તમને ભાન છે કે નહીં ?, આજે ફરી રાજેશ ભાઈ આવ્યા અને મીરાના લગ્નના ખર્ચા માટે રૂપિયા લઈ ગયા. ને તમારી માં, હસ્તે મોઢે આપી દે છે. પૂછતાં સુદ્ધા નથી, નાનકા એ માંગ્યા એટલે આપી દેવાના. જોડે તો રહેવું નથી અને પૈસા માંગવા આવી જાય છે, અને તમારી બહેન એવી કેવી સાસરેથી પાછી આવેલી છે અને નખરાળી છે. મારા માથે સાસુ-સસરા અને બેનબા તેમનો છોકરો અને આપણે બધાને સાચવવાના. કરવાનું મારે અને જશ લઈ જાય દેરાણી રાધિકા, અહીં તો કામવાળા છીએ બધું કર્યા રાખો. ક્યારેય સીધા મોઢે વાત નહીં, બધાની વચ્ચે ખખડાવી નાખે, મોટી વહુ જેવું માન નહીં. તમે માવડીયા બધામાં મારો વાંક કાઢો, હશે ! યાદ રાખજો બા-બાપુજી પછી હું સંબંધ નહીં રાખું. એમ ફરી સુરેખા પ્રવીણ ને કહે છે.

 એકવાર, પ્રવીણ અને રાજેશ વચ્ચે બોલાચાલી થઈ ગઈ. પૈસા બાબતે તકરાર વધતી ગઈ, બે ભાઈ વચ્ચે અબોલા થઈ ગયા એક લોહીનો સંબંધ તૂટી ગયો. રાધિકા અને સુરેખા પણ બોલતા બંધ થઈ ગયા. પણ, ક્યાંક ઊંડા ઊંડા સબંધ તેમના છોકરાઓમાં રહ્યા હતા.

 એમની પાછી આવેલી નણંદ પ્રગતિ, રાજેશ ભાઈ સાથે જ વાત કરતી. એવામાં પ્રવીણ અને સુરેખા ઘર બીજે વસાવવાનું નક્કી કર્યું અને છૂટા પડ્યા.

  ઘર બદલી લીધું અને દૂરના વિસ્તારમાં રહેવા માટે ગયા. હા, બા-બાપુજી સાથે સંબંધ રાખ્યો હતો.

અરે, મીરાંના લગ્ન તો નક્કી કરી લીધા અને કીધું પણ નહીં. પણ, એક વાત મને જાણવા મળી.

" આજે જુના બજાર આગળ મેં મીરા ને તેના જુના આશિક રાહુલ જોડે જોઈ, એક બાજુ તેના લગ્ન છે અને ખુલ્લેઆમ તે ફરી રહી હતી. જે રીતે ફરતી હતી એમ જ લાગતું હતું એ તેનો પ્રેમી નહીં પણ પતિ હશે !., જો, આ વાત હું રાધિકાને કરું તો મારું માને નહીં અને માંડ સુધરેલો સંબંધ બગડી જાય. હું મારી રીતે જ કેસ સોલ્વ કરીશ, ઘરની દીકરી છે અને મારી સૌથી વહાલી એ બાપડીને એકલી નહીં પડવા દઉં. રાધિકાતો છે એવી પણ, મારે કંઈક કરવું રહ્યું " એમ સુરેખા પ્રવીણ ને કહે છે.

લગ્નના દિવસે એ રાહુલ આવ્યો હોય છે અને કોઈને જાણ હોતી નથી.

   મસ્ત ચંદરવો પથરાયો છે, જુના લગ્ન ગીતો વાગે છે, મહેમાનોની અવરજવર છે, મોટા વડીલો બેઠા છે, લગ્નની વિધિ ચાલે છે અને ઘરની મોટી વહુ દૂર બેઠી છે.

  રાહુલ અને મીરા વચ્ચે કોડમાં વાત ચાલતી હોય છે. બધું સુરેખા જોતી હોય છે અને તેણે બધું જ રાહુલનું શોધી રાખ્યું હોય છે. બસ, તકની રાહ જોતી હોય છે.

 અમને ખબર હતી જ, મોટા ભાભી લગ્ન માં વાટ લગાડશે, એવી જાણ ન હતી દીકરી સમાન ભત્રીજીના લગ્નમાં વિઘ્ન નાંખશે. અમે, તમને એવા ધાર્યા ન હતા. તમે મીરાંના લગ્નમાં જ કેમ આવું કર્યું ?

     રાધિકા રાડો નાંખીને બધાંની સામે બોલતી હોય છે.

જો, તારા કરતા તારી દીકરી મારા માટે વધારે છે. એ નાની હતી ને ભેગા હતા, તું જ્યારે નોકરી કરતી હતી મારી જોડે મૂકીને જતી..મારી સાથે રહેતી અને મારી જોડે ખાતી, તો વિચાર કર મને કેટલો પ્રેમ હશે ?, તો હું શા માટે વિઘ્ન નાખું ?, મારે રાહુલની વાત બહાર પાડવી હતી માટે મેં નાટક કર્યું.

આ રાહુલ મીરા ને ફસાવતો હતો, મેં ઘણી વાર જોયા બંનેને તને કહેવાનું વિચાર્યું પણ તું મારુ માનતી નહીં. અંતે, બધાની વચ્ચે આજે રાહુલ ને છતો કર્યો અને મીરાંને બચાવી. એવા ફાલતુ ને જોડે જતી બચાવી.

    એ, રાધિકા ભણ્યા નથી અમે પણ ગણ્યા છીએ. તમે નોકરી કરી પણ તું તારી દીકરીને સમજી ન શકી.. મને માફ કરજે જો તારો પ્રસંગ બગાડ્યો હોય તો !.

  એમ સુરેખા બોલી ને રડી પડી.

આવજો આજે સાંજે ભાભી, ઘરે જમવાનું કર્યું છે અને પ્રવીણ ભાઈને કહેજો એ આવે. આજે બધી વાત સાથે કહેવી છે. એમ રાધિકા સુરેખાને બોલાવે છે.

બે વહુ વચ્ચે જે મનમેળ હતો, મનભેદ હતો એ બધો સોલ્વ થઈ ગયો. નણંદ પણ એના ઘરે પાછી વળી અને પ્રવીણ ભાઈ જોડે બોલતી થઈ. બા-બાપુજી પણ સમજી ગયા હતા.

   બધાની વચ્ચે જ રોકડ રકમ, મિલકત ના અને દાગીના ના સરખા ભાગે વહેંચી દીધા. જે સવાલ હતો પૈસાનો તે સોલ્વ થઈ ગયો. " એક છતમાં રહેવા માટે બધા તૈયાર થયા અને બધા જ ભેદ ભૂલી ગયા "

એક લોહી એ એક લોહી.

ભલેને ભડકે ભળતા હોય પણ વાત પરિવારની અને માન મર્યાદાની હોય ત્યારે સંપની સાચી વ્યાખ્યા રજૂ થાય છે.

  ભલે, એક છતમાં રહો કે ના રહો પણ વિચારોમાં ભેદ ના હોવો જોઈએ, જ્યારે મિલકત વચ્ચે આવશે પરિવાર ભાંગી પડશે. પરિવાર એ કુદરતની ભેટ છે.

તુચ્છ વિચારના કારણે ક્યારેય પરિવાર ને તોડવો નહીં, પરિવાર છે તો તમે છો. એવી ભાવના રાખવી અને નવી પેઢીને સમજાવવી, પરિવારની ક્યારે જરૂર પડે એ કોઈ જાણતું નથી અને પરીવાર તેની હાજરી જરૂર પૂરાવે છે.

" પરિવાર એ ભલે વિભક્ત હોય પણ મનથી સંયુક્ત હોવો જોઈએ."


Rate this content
Log in

Similar gujarati story from Drama