STORYMIRROR

Hetshri Keyur

Drama Inspirational

3  

Hetshri Keyur

Drama Inspirational

પરિવાર - ૯

પરિવાર - ૯

1 min
192

"ગાડા આવી ગયા છે તો બધા જ બહાર આવો ! "

મોટા કાકા હોકાટો નાખ્યો કે બધા પરિવારના સભ્યો હાજર થઈ ગયા ! જેને જ્યાં જગ્યા મળી ગોઠવાઈ ગયા અને ઉત્સાહસભર પ્લોટ જોવા સહિયારા નીકળી પડ્યા. સૂર્ય નારાયણ અસ્ત થવાની તૈયારીમાં જ હતા કે અમારા ગાડા ઘર ભણી પરત થયા. વાતો મજાની કરતા કરતા, રમતો રમતા સાંજ ક્યાં પડી ગઈ ખ્યાલ જ ન આવ્યો, પ્લોટ જોવો તો જાણે બહાનું હતું એમ પરિવારે આખો દિવસ બહાર ફરવાની મજા માણી !

"આવી ગયા ! સારું કર્યું સમય સર પાછા ફરી ગયા,મારા બાળકો ક્યારેય સમય ચૂકે નહિ હો શાબાશ આવી જાવ ત્યારે ઘરમાં ! "પરિવાર જોઈ ખાટલેથી ઊભાં થતા દાદા વાત્સલ્ય પૂર્વક બોલ્યા.

 "ત્યારે કેટલી જમીન જોઈ ? એમાંથી કોઈ ગમી કે નહીં ?" રોટલો ઘડતા દાદી મા એ સહજ સવાલ કર્યો !  બધીજ જમીન વિશે બંને વડીલ ને વાત કરતા ભરપેટ જમી બધા જ દીવાનખંડમાં એકઠા થયા."બાપુજી ! જમીન ઘણી જોઈ અંદાજે ૮ થી ૧૦ પણ એમાંથી હવે કાલે તમે આવજો મારી જોડે તમે કેશો એના પૈસા ભરતા આવશું ! "

દાદા પાસે બેસી કાકા એ હૃદયપૂર્વક એમને કહ્યું. પરંતુ દાદા ચોખ્ખી ના કહી ફળીએ ચાલ્યા ગયા.

તો એવું શું હતું જેને કારણે એટલા પ્રેમથી કહ્યા પછી પણ દાદા એ પ્લોટ જોવાની ના પાડી ?

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Drama