Hetshri Keyur

Drama Inspirational

3  

Hetshri Keyur

Drama Inspirational

પરિવાર - ૮

પરિવાર - ૮

2 mins
176


અરે દીકરા મોટું, તારે શું કામ માફી માંગવી જોઈએ પરિવારની ભલાઈ માટે તે ઈચ્છા રાખી અને કહ્યું હા તારી પદ્ધતિ ખોટી હોઈ શકે પરંતુ તે કહ્યું એમાં પરિવાર વિશે પ્રેમ તારો છે એ દેખાય છે. બેટા, પરંતુ એક કહું ? ક્યારેય દીકરા મોટા વાત કરતા હોયને ત્યારે ચાલુ વાતમાં વચ્ચે નહીં બોલવાનું ! હો ને ! સમજ્યો મારો મોટું ! કહી એના ગાલ દાદા ખેંચે છે અને ઊભા થતાં બોલે છે ચાલો ત્યારે તમે લોકો જગ્યા જોઈ લેજો જે પણ જગ્યા સારી લાગે એમાંથી નક્કી કરી લેજો પછી મને કહેજો હું આવીશ નક્કી કરશો ને ત્યારે હો ને ! અને હા છોટુ મોટું, તમારું સંગીત ક્યારેય પરિવારને નડે નહીં હો બેટા હા અલગ અલગ ઓરડા બનશે પરંતુ સગવડતા માટે એટલે એમ નહીં કે તું સંગીત કરે એટલે તમે બંને નડો નહીં એટલે, તમારો ઓરડો જુદો કે પછી તારા દાદી મોટે મોટે ભક્તિ કરે એટલે એનો ઓરડો અલગ !

જો બેટા મકાન હોય એને ઘર કરવાની જવાબદારી પરિવારની હોય, સમજ્યો ! દીકરા ! કોઈ કોઈ ને નડે નહીં તું ચિંતા ન કર કહી ત્યાંથી ઊભા થાય છે. પ્લોટ ઘણા જોયા હોય છે એમાંથી પસંદ કરવા માટે જવાનું હોય છે, મારા કાકા અને પિતાજી એ બધા જ પ્લોટ જોઈ ચૂક્યા હોય છે છતાં એમણે બધા કાકી મારા માતા અને એમને ભાઈઓ અને ભાભીને બોલાવે છે કે અમે અમારો માત આપીએ કયા વિસ્તારમાં લેવો છે પ્લોટ વગેરે બાબત વાત કરવા..

બધા જ ઘરના ફળિયામાં એકઠા થાય છે, તો વાત જાણે એમ છે કે આપણે કુલ ૧૦ પ્લોટ જોઈ રાખ્યા છે બધા સારા વિસ્તારમાં છે પરંતુ અમુકમાં જગ્યા નાની છે તો અમુકમાં વિસ્તાર ગીચ છે,હવે તમે બધા પોતાના અભિપ્રાય આપો આપણે કઈ રીતે નક્કી કરવું જોઈએ આપના ઘર માટેની જગ્યાનું ?

મારા પિતાજી બધા ને પૂછે છે, પરંતુ મારા ભાઈ બધા કહે છે તમે વડીલ છો જે નક્કી કરો એ અને મારા પત્ની અને કાકી બધા તેમજ મારા બંને ભાભી ત્યાંથી ઊઠી જાય છે બધા ને નવાઈ લાગે છે કે અગત્યની વાત ચાલે છે અને ચાલવા કેમ લાગ્યા ? !

વધુ આવતા અંકે


Rate this content
Log in

Similar gujarati story from Drama