Hetshri Keyur

Drama Inspirational

3.9  

Hetshri Keyur

Drama Inspirational

પરિવાર - ૭

પરિવાર - ૭

2 mins
230


  અરે બેટા ! સાચું જ છે પ્લોટ મોંઘો છે કહ્યા કરશું તો આપણે એક પણ પ્લોટ મળશે નહિ મોંધરત દિવસે દિવસે વધતી જાય છે અને આપણો પરિવાર મોટો છે તમારા વસ્તર વધે રહેવા માટે જગ્યા જોઈએ ને બેટા ! જાવ જોઈ લ્યો પ્લોટ જે ગમે બધા ને એ મને કહેજો હું છેલ્લે જોવા આવીશ ! કહી અમારી બધા સામે જોઈ ખુશી સમાચાર આપે છે અને બધા નાં મોઢા પર આનંદનો પર રહેતો નથી.

ઘરની વહુ બધીને કૂદવાનું મન થઈ જાય છે પરંતુ મર્યાદા ને કારણે બધીજ પોતાના પગ ને રોકી દે છે પરંતુ ચહેરા પર રીતસરનો આનંદ દેખાઈ આવે છે. મારા સૌથી નાનાં કાકા નાં જોડિયા દીકરા બંને ખુબજ હસમુખ હતા એ ગમે એ વાત હોય વચ્ચે કૈક બોલે જ એને એવું નહિ કે વડીલ છે વાત કરે છે તો વચ્ચે ન બોલાય, "એ દાદા ! અમારો ઓરડો અલગ હશે હે ?" સહજતા પૂર્વક પૂછી લે છે હક થી. એને બંને ને કઈજ ખ્યાલ ન હોય કે વડીલ ને કઈજ એવું ન પૂછાય બોલાય, દાદા હસતા હસતા સામે જોવે છે અરે મારા છોટુ અને મોટું ચિંતા ન કરો અલગ ઓરડો મળશે. કહી એકદમ પ્રેમથી એની સામે જોવે છે.

 આમ મસ્તીખોર બંને પરંતુ ખાનદાની સંસ્કાર કારણે તુરંત બંને એકસાથે બોલી ઉઠ્યા "એ નાના દાદા અલગ ઓરડો નથી જોઈતો અમે મજાક કરીએ છીએ" કહી બંને ઊભા થઈ જાય છે. મારા નાના કાકા એમની પાસે આવે છે અને એમને કહે છે અરે બેટા મજાક દાદા જોડે કરાય ! દીકરા ? અને અત્યારે ગંભીર ચર્ચા ચાલે છેને દીકરા વડીલ વાત કરે છે વચ્ચે ન બોલાય કહી એમને પોતાની પાસે આવવા ઈશારો કરે છે.

બાપુજી તમે સાચું માનશો તો કહીએ અમે કેમ એમ બોલ્યા ? જો હું અને છોટુ સંગીત શીખીએ છીએ અને બંને ખુબજ ખરાબ ગાઈએ છીએ કહી હસતા હસતા મોટો દીકરો બોલે છે કે બાપુજી અહી તો નાં છૂટકે સહન કરવું પડતું પરંતુ પરિવાર ને તકલીફ ન પડે માટે અમોને વિચાર આવ્યો કહી મોટો દીકરો માથું નમાવી ઊભો રહી જાય છે અને હાથ જોડી મારી તેમજ ઘરના બધા વડીલની માફી માગે છે અને દાદા પાસે બેસી જાય છે કહે છે દાદા ! મારાથી છોકરમતમાં બોલાઈ ગયું હોય તો માટે કરશો ? હું ભલે બોલ્યો અલગ રીતે પણ મારો અને છોટુનો ઈરાદો પરિવારની ભલાઈનો હતો કહી રડવા લાગે છે.

વધુ આવતા અંકે........ 


Rate this content
Log in

Similar gujarati story from Drama