પરિવાર -૬
પરિવાર -૬
મે કહ્યુંં કાકા ક્યાં જાવ છો ? કેમ ઓચિંતા ઘરમાં જવા લાગ્યા કંઈ જોઈએ છે આપને ? મે કહ્યું એનું દુઃખ થયું આપને ? તો એકદમ લાડપૂર્વક મારા કાકા મારી સામે જોવા લાગ્યા અને મારી માથે હાથ ફેરવી કહ્યુંં અરે ગાંડા તે નાના મોઢે ખુબજ મોટી વાત કહી. અમારા જેવા મોટા વડીલને જે બુધ્ધિ સૂઝે નહિ એ તે મારા ગળે વાત ઉતરી દીધું તો હું જાઉં છું, અંદર બધા ઘરના સદસ્યોને એકઠા કરું અને પ્લોટ માટે વાત કરું છું! કહી મને ખુબજ હેત પૂર્વક શાબાશી આપી અંદર જવા લાગ્યા.
બધા ઘરના સદસ્ય તો અમારે ભાગ્યેજ બને કે ઘરમાં હોય કારણ પરિવાર મોટો પરંતુ વડીલ બધાજ લગભગ હજાર અને ઘરના મહિલા વર્ગ પણ હાજર હતો, કાકા દીવાનખંડમાં આવ્યા અને હાકોટો નાખી કહ્યુંં અરે વહુઆરું બધી આવો જોઈએ બેટા આગળ નાં ઓરડા માં ! અને મારા ભાઈ એ તમે બધા પણ આવો અને બાપુજી આપ ક્યાં છો અહી આવશો ? કહી ઘરના દરેક સભ્યો ને એક પછી એક બોલવા લાગ્યા કાકા.ખુબજ ખુશ જણાઈ આવતા હતા કાકા નાં મોઢા પર અતિશય ખુશીની રેખા પરથી !
બધા એક પછી એક હાજર હતા એ સભ્યો પરિવારના દીવાન ખંડમાં એકઠા થઈ ગયા. મારી પત્ની રસોડામાં કામ કરતી હતી એને કહ્યુંં કાકા હું અહી થી સાંભળીશ, કાકા એ કહ્યુંં ના દીકરા તમારું બધા નું મંતવ્ય લેવાનું છે, આવો તમે! અરે કાકા શું બોલ્યા ! કહી ઘરના લગભગ દરેક નાના સભ્યો એક સાથે બોલી ઉઠ્યા અને મારી પત્ની રસોડામાંથી આવી કાકાને પગે લાગી અરે કાકા હું કાલ ની આવેલ અને ઘરમાં વડીલ એટલા છે મારાથી બોલતું જ નથી કઈજ તમે જે કંઈ પણ કહેશો મારા માથે હશે કહી એમને પગે લાગી રસોડામાં જતા બોલી હું બધા માટે ચા લઈ આવું. અને રસોડામાં ચાલી ગઈ.
કાકા એ વાત ચાલુ કરી તો બાપુજી, પરિવારના સભ્યો ! વાત જાણે એમ છે આપણે ઘણા પ્લોટ જોયા છે એમાંથી જે પણ પ્લોટ બધાને ગમતા હોય પોત પોતાની પસંદગી કહે તો સહિયારું આપણે અમુક થોડા નક્કી થાય જે પ્લોટ એ જોવા જશું અને એમાંથી એક પ્લોટ લેશું! કહી કાકા પરિવારનાં દરેક સભ્યોની સામે મંજૂરી લેતા હોય એમ જુએ છે. મારા દાદા રમૂજની રીતે અને કટાક્ષથી બોલ્યા,અલ્યા તને તો મોંઘા લાગે છે ને પ્લોટ! કહી હસવા લાગ્યા ચશ્મા પોતાના સાફ કરતા કરતા.
બાપુજી કેટલીક વાત વડીલ ને નાના સમજણ આપી જતા હોય છે કહી મારી સામે જોઈ કાકા મારી પાસે ઊભા થઈ આવ્યા એને મારા ખભે હાથ રાખતા બોલ્યા, મારા ભત્રીજાએ મને ભાન કરાવી કે મોંઘુ મોંઘુ કરવાની બદલે સમજવું જોઈએ કે મોંઘરાત નાની અમથી વસ્તુમાં પણ છે તો પછી આપણે તો મોટો પ્લોટ લેવાનો છે ! એટલે બાપુજી મને સમજાઈ ગયું કે આપણે મોંઘુ છે કહેવાને બદલે એ પ્લોટ છે એમાંથી કોઈ એક લઈ લેવો જોઈએ. કહી દાદાનાં પગ પાસે બેસી એની પરવાનગી લેતા હોય કાકા એવી નજરે એમની સામે જોવે છે, શું કહેવું છે પરિવારનું ? કહી અમારી બધા સામે કાકા જુએ છે.
વધુ આવતા અંકે.....
