Hetshri Keyur

Drama Tragedy Inspirational

3  

Hetshri Keyur

Drama Tragedy Inspirational

પરિવાર - ૨

પરિવાર - ૨

2 mins
253


મારા લગ્ન એકદમ નાના એવા ગામની સીધી સાદી અને ખુબજ સંસ્કારી યુવતી સાથે મારા પિતાજી એ નક્કી કર્યા હતાં, મારી ઉંમર ૨૧ વર્ષ ની થઈ કે તુરંત મારા ઘડિયા લગ્ન લેવાયાં અને ઘરના બધાજ સભ્યો ઉત્સાહપૂર્વક લગ્નની તૈયારીમાં લાગી ગયા હતાં, મારા પિતાજી ને ચાર ભાઈ અને ત્રણ બહેનો હતી અને મારા દાદા દાદી બધાજ હળી મળી ને એક છત નીચે રહેતા હતાં, નાનપણથી મને સયુંકત કુટુંબ શું કહેવાય અને એમાં શું ફાયદા થાય તેમજ શું જતું કરવું કેવી રીતે એકમેક ને સાથ આપવો તેમજ કોઈ કુટુંબી સભ્યનાં ખરાબ સમયમાં કઈ રીતે એને ટેકો આપવો બધુજ એવું દરેક વસ્તુ મે નાનપણમાં કક્કો શીખીએ એમ જોયેલ અને મને આપવામાં આવેલ સંસ્કારમાં વણાઈ હતી.

       મારી અર્ધાંગિની માલતીનું કુટુંબ પણ અમારી જેટલું ભલે મોટું ન હતું એને બે કાકા અને બે ફઇ હતાં અને દાદા દાદી હતાં પરંતુ માલતીનું કુટુંબ પણ અમારા કુટુંબની માફક ખુબજ સંસ્કારી અને હળી-ભળી રહેવાવાળું હતું, માલતીને માતા પિતા દ્વારા સંસ્કાર અને કુટુંબમાં સંપ રાખવાની પૂંજી આપવામાં આવી હતી જે મહામૂલી કહી શકાય, મારા સસરાએ એની દીકરી ને ખુબજ લાડકોડથી ભલે ઉછેરી હતી પરંતુ એને મુશ્કેલી પડે કુટુંબ પર કે કુંટુંબનાં કોઈ સભ્ય પર કે ખરાબ સમયમાં પોતાનું માણસ એકલું પડી જાય એવું બને ત્યારે પડખે અડીખમ દીવાલ માફક ઊભી અને જરા પણ ઢીલું પડ્યા વગર હિંમતથી પરિવાર પર આવેલ મુશ્કેલીમાંથી પાર આવવાનું અને પરિવાર ને ઊંચું કેમ લાઇ આવું એવા ઉચ્ચ સંસ્કારનો અણમોલ વરસો મારા સાસુ અને સસરા એ મારી પત્ની ને આપેલ,અને મારા પિતાજી એ એજ

વાત મગજમાં રાખી ને હિરપરખું જેમ પારખી અને માલતી ને મારી જીવનસાથી સ્વરૂપે ગોતેલ હતી,ઉત્તમ પરિવાર ઈશ્વરની કૃપા મારી પર અને મારી પત્ની માલતીનો સાથ સહકાર અને મારા મોટા પરિવારનાં દરેક સભ્યો વિષે જાણવા માટે રાહ જોવો આવતા અંકની.....


Rate this content
Log in

Similar gujarati story from Drama