પરિવાર - ૧૦
પરિવાર - ૧૦
" બાપુજી ! અમારી કઈ ભૂલ થઈ ગઈ ? તમે કેમ આમ બહાર આવી ગયા ? અને પ્લોટ જોવા તમે કેમ નહીં આવો ?" કાકા બહાર દાદા પાસે ગયા અને અત્યંત આદર પૂર્વક એમને પૂછ્યું,પરિવાર એકઠો થઈ વાર્તાલાપ સાંભળતો હતો. સૌને જાણવાની ઈચ્છા હતી કારણકે શું એવું બન્યુંકે દાદાએ પ્લોટ જોવા આવાની ના પાડી !
" હું વડીલ છુંં ના નહીં પરંતુ સરમુખત્યારશાહી પરિવારમાં ન હોવી જોઈએ, હું સૌથી મોટો ના નથી પરંતુ રાજા નથી, કારણ આ પરિવાર છે દીકરા રાજ્ય નહીં,તું સમજે છેને ?સરમુખત્યારશાહી મને ગમે નહીં તેમજ આજે જે લઢણ હું પાડીશ તે આગળ રહેશે તો મારી પછી તમે તમારા સંતાનો આગળ એવું કરો વડીલનુ કોઈપણ બાળક અનુસરે માટે હું એવી ખોટી રૂઢિ પાડીશ નહીં ક્યારેય જે મારા પરિવારને નડતરરૂપ બને !
હું એટલુંજ કહેવા માગું છું કે મારી ઈચ્છા પૂછો, મારો મત લ્યો, સલાહ માંગો ના નથી પરંતુ પાંદડુ પણ મારી ઈચ્છાથી હલે એવું ન હોય બેટા ! પ્લોટ તમને બધાને ગમ્યો હોય હું છેલ્લે જોવા આવીશ પૈસા સુધી મારી હાથે દઈશ બસ !પણ હુજ કહુ એજ પ્લોટ લ્યો એવું ન કહો." દાદા એ ખુબજ પ્રેમાળ રીતે પોતાની ઈચ્છા વ્યક્ત કરી.
દાદાની ઈચ્છા પ્રમાણે બધાને ગમ્યો એક પ્લોટ એ લેવા વિશે પરિવારે વિચાર કર્યો.
મારા ધર્મપત્ની તુરંત બધા માટે પ્લોટ નક્કી થયો એની ખુશીમા ગળ્યું લેવા રસોડામા ગયા.પરંતુ ગળ્યું હાથમા રહી ગયું અને......
વધુ આવતા અંકે...
