પ્રિતનું પાનેતર 2
પ્રિતનું પાનેતર 2
"પ્રિયા ઓ પ્રિયા હજુ કેટલી વાર.?"
"હજુ કેટલા શણગાર સજીશ..?"
"તું કાઇ પણ પહેરે સુંદર જ લાગવાની, જલ્દી કર કોલેજ જવાનું મોડું થાય છે."
.પ્રિયાની સહેલી ટીના ક્યારની પ્રિયાને બોલાવી રહી હતી.
બંને ખાસ સહેલીઓ હતી અને રોજ સાથે જ કૉલેજ જતી..થોડી વારમાં પ્રિયા તૈયાર થઈને આવી પિંક કુર્તો ને આસમાની પાયજામામાં તે ખૂબ સુંદર લાગી રહી હતી..વળી તેના લાંબા રેશમી વાળ તેની સુંદરતાને ચાર ચાંદ લગાવતા હતા..
ટીના પ્રિયાના દિલની હાલત જાણતી હતી એટલે તેને ચિડવ્યા કરતી બંને કોલેજ પહોંચી એટલે તરત પ્રિયાની નજરો સાગરને શોધવા લાગી..
***
સાગર ભણવામાં પણ ખૂબ હોશિયાર હતો. .અને વળી ધનાઢ્ય પરિવારનો એકમાત્ર પુત્ર હોવાથી કોલેજમાં તેનું મિત્રવર્તુળ ખૂબ જ મોટું હતું. પ્રિયા તો શું કોલેજની ઘણી બધી છોકરીઓ સાગર ની એક ઝલક માટે ફિદા હતી.. ઘણી બધી છોકરીઓ સાગર ની નજીક આવવા અને તેના દિલની ધડકન બનવા આતુર હતી. પણ સાગર બધાની સાથે બસ મિત્રતા રાખતો. પણ કોઇ છોકરીને તે પોતાની વધારે નજીક આવવા દેતો ન હતો. આમ પણ સાગર સ્વભાવ એ સીધો સાદો હતો. તેને આવું ટાઇમપાસ ગમતું ન હતું.. હોશિયાર હોવાથી મોટા ભાગના પ્રોફેસરોનો પણ તે પ્રિય હતો.
સાગર, પ્રિયા, ટીના, મોહિત અને રવિ પાંચેય જણ ફ્રી હોય ત્યારે કોલેજની કેન્ટીનમાં બેસતા. આજે પણ તેઓ ફ્રી લેક્ચર હોવાથી કેન્ટીનમાં બેઠા હતા. અને વાતો કરતા હતા.. પ્રિયા વચ્ચે વચ્ચે પ્રેમ ભરી નજરે સાગર ને નિહાળી લેતી. તે સાગર ને પોતાના દિલની વાત કહેવા માંગતી હતી. પણ સાગરના મનમાં શું છે. .!! તે પ્રિયા જાણતી ન હોવાથી કહેવામાં ડરતી અને મૂંઝાતી હતી.
સાગર ઘરની પૂજામાં પ્રિયાની અનિમેષ નજર નોટીસ કરી હતી. તે જ નજર અને તેજ હળવા સ્મિત ને તે અત્યારે કેન્ટીનમાં મહેસૂસ કરી રહ્યો હતો. . છેલ્લા બે દિવસથી તેને પ્રિયામાં કંઇક બદલાવ જોવા મળતો હતો.. તેને પ્રિયાને પુછવાનું મન થયું. .પણ પછી વિચાર્યું કે અત્યારે નહીં. બધાની સામે પૂછું તો કેવું લાગે..? પછી પૂછી લઈશ. તેમ વિચારી તે ચૂપ થઈ ગયો.
બધા સાથે મળી હસી મજાક કરી રહ્યા હતા. ત્યાં બધાની નજર દૂરથી આવતી એક નવી છોકરી પર પડી. રેડ શોર્ટ ડ્રેસ, ખુલ્લા વાળ, ઊંચી હિલના સેન્ડલ, અણિયાળી આંખો, પાતળી અને ગોરી કાયા, સુંદર ચહેરો ,રેડ કલરની લિપસ્ટિકમાં તે કોઈ હિરોઈન જેવી લાગી રહી હતી. સાગરના ગ્રુપમાંથી તેને કોઈ ઓળખતું ન હતું કોલેજ મા તે નવી જ હતી.
રવિ:" અરે સાગર ,જો તો ખરો શું આઇટમ છે..?"
મોહિત: "અલ્યા. શું તું પણ. તને તો બધી છોકરી આઈટમ જ લાગે છે. અને તને ખબર છે ને સાગર ને આવી ભાષા બિલકુલ નથી ગમતી."
સાગર:" ખરેખર સુંદર છે.!!"
પ્રિયા સાગર ને જોઈ રહી હતી. કેમ કે સાગરની નજર તે નવી આવેલી છોકરી પર જ હતી.. સાગર તેને એકીટશે જોઈ રહ્યો હતો.
મોનિકા: "હેલ્લો..! હું મોનિકા. "
"શું.? હું.. તમને જોઈન કરી શકું..??"
રવિ અને મોહિત બંને સાથે જ બોલી ઊઠયાઃ "હા..હા. શયોર."
મોનિકા:"ફ્રેન્ડ્સ મારો કોલેજમાં પ્રથમ દિવસ છે.. કોઈને પણ ઓળખતી નથી.. ક્લાસમાં એકલા એકલા બોર થતી હતી. .તેથી કેન્ટીનમાં આવી. .અહીં આવતા જ તમને બધાને જોયા. તમારી સાથે બેસવાનું મન થયું. .તેથી સીધી અહીં જ આવી ગઈ. તમને કોઈને મારા સાથે બેસવા થી પ્રોબ્લેમ તો નથીને.!!"
સાગર :" ના.ના. બિલકુલ નહિ. યુ આર મોસ્ટ વેલકમ..મોનિકા."
મોનિકા: "આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો.."
મોનિકા: "અરે મિત્રો. .તમારા નામ તો કહો."
બધા એ પોતાની ઓળખ આપી.
મોનિકા: આ કોલેજમાં તો શું. .!!આ શહેર પણ મારા માટે નવું છે..! પપ્પાની ટ્રાન્સફર થતા અમે થોડા દિવસ પહેલા જ અહી આવ્યા છીએ.
સાગર અને મોનિકા ની વાતો પ્રિયાને અકળાવતી હતી.. હજુ સુધી પ્રિયા ચૂપ જ હતી. અને ટીના પણ પ્રિયાની આ ચૂપકી સમજતી હોય તેમ બોલી. ".નાસ્તો બહુ થયો હવે ક્લાસ માં જઈએ. ." સાગર ને તરત જ યાદ આવ્યું હવે તો તેના પ્રિય સર પ્રોફેસર કબીર પારેખ નો લેક્ચર હતો..
પ્રોફેસર કબીર પારેખ યુવાન હતા.. વળી તેમની બોલવાની છટા અને શીખવાની અનોખી રીત.. તેમજ રમૂજી સ્વભાવના લીધે કોલેજમાં લગભગ બધા વિદ્યાર્થીઓના તે પ્રિય હતા.. અને દેખાવમાં પણ એટલા જ આકર્ષક.
બધા ફટાફટ કેન્ટીનમાંથી નીકળી ક્લાસમાં ગયા. ક્લાસમાં દરરોજ સાગર અને પ્રિયા હંમેશા સાથે જ બેસતા. આજે પણ સાથે જ બેઠા. તેની બરોબર પાછળની જગ્યા ખાલી હોવાથી મોનિકા ત્યાં ગોઠવાઈ.. . મોનિકા થોડી થોડી વારે સાગર સામે જોઈ લેતી. જે પ્રિયાથી અજાણ ના હતું.
લેક્ચર પૂરો થતાં બધા બહાર નીકળવાની તૈયારી કરતા હતા. ત્યાં સાગરના ફોનની ઘંટડી રણકી. સાગર ફોનમાં કંઈક વાત કરી. કોઈને કંઈ કહ્યા વગર જ ઝડપથી દોડતો પોતાની કાર લઈ કોલેજમાંથી રવાના થઈ ગયો.
વધુ આવતા અંકે.

