Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Kinjal Pandya

Romance Classics Fantasy


5.0  

Kinjal Pandya

Romance Classics Fantasy


પ્રિતની રીત

પ્રિતની રીત

4 mins 747 4 mins 747

રાધા કૃષ્ણમાં કે કૃષ્ણ રાધામાં...!?


રાધા કૃષ્ણ કહો કે કૃષ્ણ રાધા બધું સરખું છે. રાધા કૃષ્ણમાં છે તો કૃષ્ણ રાધામાં. વિચારું આજે આ બંનેના મનમાં ફરી જોઉં. પણ શું હોવાનું હતું નવું!!??..


બસ રાધા કૃષ્ણ. બંનેના હ્રદયના ધબકાર એક લયમાં ચાલે અને અવિરત નામસ્મરણ કરે રાધા કૃષ્ણ. છતાં પણ મારું મન ન માન્યું ને જાણવા ગઈ.


એકવાર રાધા બ્રિજવનમાં કાનાની રાહ જોતી બેઠી હતી. શાંત ચિત્તે. બસ એનું મન કાના કાના પોકારતું હતું. એની સખીઓએ આવીને પૂછ્યું...


સખી: તું આમ અહીં રોજ આવીને કાનાની રાહ જુએ છે, અને એ આવતો જ નથી. તારું દિલડુ નથી દુખતું?? જોને તારી જાતને કેવી થઈ ગઈ છો.


રાધા: શું થયું છે મને!!?? જોને કેવી સરસ લાગું છું. મારા કાળિયાને ગમે એવી જ તો રહું છું. એવા જ વાળ રાખું છું. એવી જ તૈયાર થાઉં છું. જોને હું કેટલી ખુશ છું. સાથે એટલીજ ક્યૂટ છું.


સખી: પણ રાધા!!! રાધા તારી આંખો તો કંઈક જુદી જ ભાષા બોલે છે.


રાધા: એ બસ મારા કૃષ્ણની જ ભાષા બોલે છે. એ રોજ મને મળવા નથી આવતો એથી શું થયું? એની મોરલીના સુર હજી કાનમાં ગુંજે છે. એ રોજ મને મળવા નથી આવતો શું થયું? એના સ્પર્શનો અહેસાસ થાય છે હજી મને. એ રોજ મને મળવા નથી આવતો શું થયું? એની વાતો હજી મારા મનને ભીંજવે છે. બસ આજ એહસાસથી હું રોજ અહીં આવું છું. એ શ્વસે છે મારામાં અને હું જીવું છું એનામાં. એ નથી સાથે તો શું થયું?? અમે જીવીએ છીએ એકબીજામાં.


સખી: ઘેલી છે તું ઘેલી રાધિકા, આમ ગાંડપણ ન કરાય. આમ ન જીવાય. પણ તને સમજાવવું વ્યર્થ છે.


રાધા: તું ના સમજે અમારા પ્રેમની વાત. એના પણ દૂર રહીને કંઈક આવા જ હાલ છે. એ પણ વિરહમાં તડપે જ છે.


રાધાની યાદમાં માધવ પણ રડ્યો હશે.

વિરહની આગમાં એ પણ બળ્યો જ હશે.

દબાવી લીધી હશે દિલમાં લાગણીઓ

જ્યારે એ જગને જઈને મળ્યો હશે..


જરુરી નથી કે પ્રેમમાં બધું મેળવવાનું જ હોય... કોઈ દિવસ તું પણ કંઈ ગુમાવી જો એની મજા જ કંઈ જુદી છે.

પણ હા રાહ તો હું જોઉં જ છું એની.. એક દિવસ એ જરૂર આવશે અને મને એનામાં સંપૂર્ણ પણે સમાવી જશે. બસ એ રાહમાં હું બેઠી છું.


બસ મને એક જ બીક છે કે કયાંક મારી આ ખ્વાહિશ અધૂરી રહી જશે તો.!?


કાના ઓ કાના.. બધા સખા કાનાને શોધતા શોધતા છેક જંગલ સુધી આવી પહોંચે છે.


સખા: કાના આમ કંઈ ગાઢ જંગલમાં બેસાય?? ચાલ ગામમાં બધા તને કયારથી શોધે છે. ચાલ જલ્દી. તું આમ રોજ કશે ને કશે જતો રહે છે. હંમેશા નદી કિનારે જ બેસી રહે છે. કેમ તું તારી જાતને કષ્ટ આપે છે. હું જાણું છું કે તું રાધાની યાદમાં તડપે છે.


કૃષ્ણ : હા મને મારી રાધાની યાદ આવે છે. હું અને મારી આ બાંસુરી પણ એની યાદમાં તડપે છે. પણ શું કરું? અમારી પ્રિતની રીત જ જુદી છે તો.


સખા : તો તડપે છે શું કામ, જા જઈને મળી આવ.


કૃષ્ણ : હું એ જ તો નથી કરી શકતો. મારે જગની રીત પણ નિભાવવાની છે.


સખા : પણ તું આમ રોજ નદી કિનારે આવી ને કેમ બેસી રહે છે? એ જ મને સમજાતું નથી.


કૃષ્ણ : આ નદી મારી રાધા છે. મસ્ત ઉછળતી, કૂદતી પ્રકૃતિની ગોદમાંથી બહાર નીકળી દરિયામાં સમાવવા જાય છે.


એ વિશાલ સાગર એટલે હું. એ મારામાં સમાવવા વિહવળ બનેલી મારી પાસે આવીને શાંત થઈ જાય છે અને મારામાં વિલિન થઇ જાય છે. બસ એ જ મારી રાધા.

પણ ડરુ છું મારા સુધી આવતામાં આકરા તાપના લીધે રસ્તામાં જ સૂકાઈ ન જાય. એટલે જ કયારેક હું મેઘ બનીને વરસી પડું છું ને એ ઘેલી મારા સ્પર્શથી ઉત્સાહમાં આવી બેઉ કાંઠે વહેવા માંડે છે.


સખા : કૃષ્ણ મને તારી એક પણ વાત ન સમજાય.


કૃષ્ણ: એ ન જ સમજાય તને કે સામાન્ય લોકો ને. આ પ્રેમની ભાષા છે. બસ હવે તો રાહ એ જ દિવસની જોઉં છું કે એક દિવસ એ જરૂર આવશે અને મને એનામાં સંપૂર્ણ પણે સમાવી જશે. બસ એ રાહમાં હું બેઠો છું.

બસ મને એક જ બીક છે કે કયાંક મારી આ ખ્વાહિશ અધૂરી રહી જશે તો?

કહેવું છે મારે રાધા ને...


આંખ બંધ કર, લે શ્વાસ બે ઊંડા,

એકમેકના હાથમાં હાથ ને આવ તું બાહોમાં,

કરી અન્નત આલિંગન પ્રેમ અપાર,

સ્પર્શી તારા અંગને માણ્યો એ આનંદ અપાર,

જીવ્યો તને મેં દિલમાં કર્યો પ્રણય અપાર,

તારા શ્વાસ મારામાં નાખ એમ કરી આપ પ્રેમ આકાર,

તારા હોઠની ગુલાબી કોમળતા મારા શરીરે પ્રગટાવ,

અને કર એ ચિનગારી પ્રેમની તો માણું અનંત અપાર.

-કૃષ્ણ


આજે સમજાઇ ગયો મને પ્રેમનો સાચો અર્થ. રાધા ને કૃષ્ણ ...નહીં..રાધાકૃષ્ણ... એક આત્મા બે શરીર. પવિત્ર પ્રેમની મૂર્તિ સમાન દૂર છતાં એકબીજામાં જ વસતાં... ધન્ય છે આ પ્રેમને. બસ એક જ પ્રાર્થના ભોળાનાથ ને કે રાધાકૃષ્ણ ને દૂર રહીને પણ પ્રેમને જીવંત રાખી જીવવાની જે શક્તિ આપી એ આજના પ્રેમીઓને પણ આપજો.


Rate this content
Log in

More gujarati story from Kinjal Pandya

Similar gujarati story from Romance