Kinjal Pandya

Tragedy Crime Others

3.3  

Kinjal Pandya

Tragedy Crime Others

મારું જીવન તમારી..

મારું જીવન તમારી..

4 mins
116


"મારું જીવન તમારી પોર્ન નથી." આ વાક્ય જ સ્ત્રીઓનો ગુસ્સો રજૂ કરે છે. દક્ષિણ કોરિયાના સિઓલમાં મહિલાઓએ બળાત્કાર વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે એ સ્ત્રીઓનું આ સૂત્ર હતું. સામૂહિક બળાત્કારની સંસ્કૃતિ પર લોકોનું ધ્યાન દોરનાર પ્રથમ લોકોમાંની એક સમીરા બેલિલ હતી જેમણે "ગેંગરેપ હેલ" નામનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું. 

બળાત્કાર શબ્દ સાંભળતા જ મનમાં ચિત્કાર ઉત્પન્ન થાય છે. ભય, ગુસ્સો, દયા, પીડા આવી તો અનેક લાગણીઓ એક સાથે હ્દયમાં ઉભરી આવે છે. મન અને મગજને હચમચાવી મૂકે છે. આવી ઘટનાઓ હમણાંથી જ નહીં પરંતુ સદીઓથી ઘટતી આવી છે રાજા હોય કે ભિખારી દરેક પુરુષની નીચ માનસિકતા દર્શાવતો શબ્દ એટલે જ "બળાત્કાર". એના પણ ઘણા પ્રકારો છે, શબ્દોથી થતો બળાત્કાર, નજરથી થતો બળાત્કાર, શારીરિક બળાત્કાર, સામૂહિક બળાત્કાર વગેરે.. ભારતમાં મહિલાઓ સામે ચોથો સૌથી સામાન્ય ગુનો છે. એનસીઆરબીના 2019 ના વાર્ષિક અહેવાલ મુજબ દેશભરમાં 32033 બળાત્કારના કેસો નોંધાયા હતા. દરરોજ સરેરાશ ૮૮ કેસો. 2018માં 91કેસો દરરોજ નોંધાયા છે. ભારતીય રાજ્યોમાં સૌથી વધુ બળાત્કાર રાજસ્થાનમાં નોંધાય છે. પરંતુ અન્ય દેશોની જેમ ભારત પણ ગેંગરેપ અંગે અલગ ડેટા એકત્રિત કરતું નથી. આપણા દેશમાં બળાત્કારના કેસો નોંધાય તો છે પણ એની સામે કેટલા નક્કર પગલાં લેવાયા છે એ આપણે સૌ જાણીએ જ છીએ. ઘણી સ્ત્રીઓ પોતાની બદનામી સહન ન કરી શકવાથી સમાજના ડરથી ચૂપ રહે છે, ક્યાં તો એ આત્મહત્યા કરે છે અથવા તો એ પિડિતાની હત્યા થાય છે. ગામડાઓમાં બદનામીના ડરથી એજ બળાત્કારી સાથે સમજાવીને એ દીકરીના લગ્ન કરી દેવાય છે પરંતુ ત્યાર પછી એ જ દીકરી આજીવન બળાત્કાર સહન કરશે એ મા-બાપ નથી વિચારતા. અહીં એક વાતની ખાસ નોંધ લેવી કે, બળાત્કાર એક સામાન્ય પરિવારની બહેન દીકરીઓ સાથે જ કેમ થાય છે? કોઈ નેતા- અભિનેતાની દીકરી સાથે કેમ નહીં? કદાચ એકાદ આવી કોઈ ઘટના એમની સાથે ઘટશે તો જ દેશમાં યોગ્ય કાયદા બનશે. પરંતુ ત્યાં સુધી સામાન્ય માણસને કોણ સાંભળશે? જ્યાં સુધી કોઈ કડક કાનૂની પગલાં ન લેવાશે કે કોઈ નિયમો ન બનશે ત્યાં સુધી કદાચ બહેન દીકરીઓએ આમ જ જીવવું પડશે, આમ જ મરવું પડશે. જ્યારે દેશમાં હાથરસ કે નિર્ભયા જેવી ચકચારી ઘટના ઘટે છે ત્યારે જ સ્ત્રીઓ પ્રત્યે પ્રેમ લાગણી દયા કરુણા જાગૃત થઈ જાય છે ત્યાં સુધી સૌ કોઇ તમાશો જોયા કરે છે. આપણા ઘરમાં આવી ઘટના ન ઘટે ત્યાં સુધી આપણને શું લેવાદેવા હોય!? બીજી અગત્યની વાત કે દેશના દરેક પોલીસ સ્ટેશનમાં એક જ નહીં પરંતુ વધુ સંખ્યામાં મહિલા પોલીસ કર્મીઓ હોય જેથી કરીને સ્ત્રીઓ પોતાની આપવીતી કહી શકે. નહીં તો પુરુષ પોલીસ કર્મીઓ એ સ્ત્રીઓને અનેક બિભત્સ પ્રશ્નો પૂછી શબ્દો દ્વારા ફરી એનો માનસિક બળાત્કાર કરશે. આને કારણે ઘણી સ્ત્રીઓ પોતાની માનસિકતા ગુમાવી દે છે અને આત્મહત્યા કરી લે છે આવા કિસ્સાઓ પણ આપણાં દેશમાં જ સાંભળવા મળ્યા છે.

આજકાલ વેબ સીરીઝનો જમાનો ચાલે છે. ફ્રોમ મોર શોટ્સ જેવી તો અનેક વેબ સીરીઝોમાં સ્ત્રીઓની સ્વતંત્રતાને એની સ્વચ્છદંતતામાં ફેરવીને બતાવવામાં આવી છે. સ્ત્રીઓ વિશે જ કેમ? કોઈ પુરુષો ઉપર આવી વેબ સીરીઝ કેમ નથી બનતી? અને બને તો એવા દ્રશ્યો ઉપર સેન્સર બોર્ડ કેમ કોઈ જ વાંધો નથી ઉઠાવતું? આ માનસિકતા છે. આપણો દેશ એકદમ આવી વાતોથી પરિચિત નથી. વળી આ વેબ સીરીઝોની અસર મનોરંજન પૂરતી સીમિત ન રહેતાં આવા ગંભીર ગુનાઓ તરફ દોરી લઈ જાય છે.

બળાત્કાર કરવો એ એક માનસિક બિમારી છે. બાળપણમાં સ્ત્રીઓ દ્વારા થયેલા અપમાનનો બદલો લેવો અથવા તો પોતાનાથી આગળ વધતી સ્ત્રીઓનો સામનો ન કરી શકવાથી અથવા તો આ પ્રમાણેના ગુનાઓ કરવા માટે ટેવાયેલ મનોરોગી, વગેરે.. આવા તો કેટલાક કારણો આપો? આત્મા ઝંઝોળાય જાય છે, ઉંઘ ઊડી જાય છે. આપણે બધું જ જાણીએ છીએ છતાં સ્ત્રી સુરક્ષિત નથી. સ્ત્રીઓને માન-સન્માન આપવાની અને અપાવવાની જરૂર છે એની શરૂઆત પોતાના ઘરથી જ કરવી પડશે. અહીં સ્ત્રીઓના કપડાં પહેરવાની વાત, તેમને મળેલી સ્વતંત્રતાની વાત જ નથી. અહીં એમના માન-સન્માનની સુરક્ષા પ્રમુખ પદે છે. ગમે એટલાં પુસ્તકો ભરી-ભરીને સ્ત્રીઓ વિશે લખવાથી કંઈ જ નથી થવાનું. ગંદુ રાજકારણ સાઈડ ઉપર મૂકી સ્ત્રીની સલામતીને પ્રધાનતા આપવી જોઈએ અને અપાવવી જ જોઈએ. પોતાના ઘરની, ગામની કે દેશની સ્ત્રી સુરક્ષિત હશે તો જ "મા ભારતી" પણ ખુશ થશે. 

      " એકસરખો લાલ રંગ સ્વીકારીએ,

         તો જ કૈં લીલું ને કૈં ભગવું જડે !

તમે ગમે તેટલો દેશ સક્ષમ અને સુરક્ષિત કરશો પણ સ્ત્રી સુખી અને સુરક્ષીત ન થાય ત્યાં સુધી કંઈ જ નથી થવાનું. એનો સ્વીકાર ન થાય ત્યાં સુધી બધાં જ ધર્મો અને ધર્મ ગ્રંથો નકામા. કોઈ ધર્મ રક્ષક સંતો એમ નથી કહેતાં કે સ્ત્રી અપવિત્ર છે અને જે કહે છે એ ધર્મ ભક્ષક છે.

આપણાં ધર્મગ્રંથો સ્ત્રી સુરક્ષાની વાતોથી ભર્યાં પડ્યાં છે. આપણે સૌ કોઈ ઓળખીએ છીએ દ્રૌપદીને, સીતાને, મા અનસૂયાને, એમની વાતો પણ જાણીએ જ છીએ.

આપણા શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે,

" યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા" એટલે કે,

"જ્યાં નારીનું પૂજન અને સન્માન થાય છે,

ત્યાં જ દેવતાઓ હંમેશા પ્રસન્ન થાય છે."

માનસિકતા બદલવાની જરૂર છે, સમાજ અને દેશ આપોઆપ બદલાઈ જશે.

કૃષ્ણે ગીતામાં "યદા યદા હિ ધર્મસ્ય..." કહ્યું તો છે પણ કયાં રુપે એ અવતાર લેશે એ નથી કહ્યું.

તમે કળિયુગના ભગવાન પુરુષ અવતારમાં જન્મ લેશે એમ વિચારી રાહ જોયા કરશો અને કાલે કોઈ રણચંડી આવી કળિયુગમાં નરસંહાર કરી જશે એ તમને ન સમજાશે.

હવે કાળીકા રૂપે કોઈ ભગવાન જન્મે તો નવાઈ ના લાગે !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy