પ્રીતથી પાનેતર સુધી ભાગ ૭
પ્રીતથી પાનેતર સુધી ભાગ ૭
બંને પોતાના નવા જીવનની શરૂઆતથી ખુશ થતા ઘરે જવાનીકળે છે" સંધ્યાને રંગવા ઉતાવળો થયો છે. લાગે છે સુરજ હવે ઢળવાનો થયો છે.
ઘરે પહોંચીને રુદ્ર રાધિકાને કોલ કરે છે...
"હેલો"
"ઘરે પહોંચી ગઈ મારી રાધુ"
" હા just"
"શુ કરે છે તું ?"
"કંઈ નઈ બસ તને યાદ"
"અચ્છા રાધુ ?"
"હમ્મ"
"તું મને ક્યારથી પસંદ કરે છે"
"સાચું કવ તો પેહલી નજરથી જ પણ કહેવાની હિમ્મત જ ન થઈ. બસ તને ખોવાનો ડર હતો એટલે કહી ના શકી."
"same hear રાધુ પણ પછી થયું કે ક્યાંક તને હંમેશા માટે ના ખોઈ બેસું પછી હિંમત કરીને તને પ્રોપોઝ કરવાનું ગોઠવ્યું અને મારા નસીબ જો તું માની ગઈ! "
"માની જ જાવ ને પાગલ તે મારા મનની વાત કરી અને સાચું કહું તો મને વિશ્વાસ જ નથી થતો કાલ સુધી હું જેના સપના જોતિતી એ આજે મારી સાથે છે નસીબ તો મારા સારા છે રુદ્ર"
"આઈ લવ યુ રાધુ"
"આઈ લવ યુ ટૂ રુદ્ર"
"સારું ચાલ હવે પછી કોલ કરું કામ છે"
"ઓકે રાધુ"
"ટેક કેર એન્ડ લવ યુ માય સ્માઇલિંગ ગર્લ"
"તું પણ તારું ધ્યાન રાખજે એન્ડ લવ યુ ટૂ રુદ્ર"
પ્રેમ શું છે એ ના પૂછો તો સારું, સાચવો તો અમૃત છે, પીવો તો ઝેર છે, દરેક રાતે એક મીઠો ઉજાગરો છે
આંખ અને નીંદરને સામ સામે વેર છે આનું નામ જ પ્રેમ છે.
આવી જ રીતે બંનેનો પ્રેમ ગાઢ થતો ગયો અને બંને એક ખુબજ સારા પ્રેમીયુગલ જ નહીં પણ ખૂબ સારા મિત્રો પણ હતા એક બીજાને કહ્યા વગર જ ઘણું બધું સમજી જતા. અને એમનો સંબંધ પણ ટોમ એન્ડ જેરી જેવો એકબીજાને લડતાં જગડતા પણ સાથે જ રહેતા હંમેશા એકબીજાની ઢાલ બનીને.આમ શિવ અને શ્રુતિનો પણ ખૂબ જ સાથ મળતો. અને એ સાથે જ શિવ અને શ્રુતિના મનમાં પણ એકબીજાં માટે લાગણી છે પણ પહેલ કોણ કરે ! શ્રુતિનો ગુસ્સો અને શિવનો એ ગુસ્સાથી ડર એટલે એમની લવસ્ટોરી અટકેટલી જ હતી.
"આમ જ અઠવાડિયામાં પરીક્ષા શરૂ થવાની હતી પછી ટાઈમ ના મળે મળવાનો ને વાત કરવાનો તો બધાએ નક્કી કર્યું કે એક દિવસ ફરીએ સાથે રહીએ. એ દિવસ શિવ શ્રુતિ, રુદ્ર રાધિકા બધા સાથે જ રહ્યા અને આખો દિવસ ફરી મુવી, મોજ મસ્તી શોપિંગ કરી અને સાંજે બધા છુટા પડ્યા."
"ઘરે આવીને જમીને રાધિકા એ રુદ્ર ને કોલ કર્યો..
"હેય રુદ્ર"
" હા રાધુ"
"શુ કરતા હતા ?"
"પૂજા"
"હેં ઇ કોણ ?
"એ મંદબુદ્ધિ....ભગવાનની પૂજા કરતોતો."
"હા તો બરાબર"
"હમ તું પણ કરજે !"
"શું ?
"પૂજા ભગવાનની"
"શુકામ વળી ?
"ભગવાનની પૂજા ના કરીએને તો એ આપણને ના મળે જે આપણને સૌથી વધારે વ્હાલું હોય."
રુદ્ર આજે રાધિકા ને હેરાન કરવાના ફૂલ મૂડમાં હતો.
"એવું કંઈ ન હોય..."(મનમાં હેં એવું હોતું હશે ?)
"હોય જ તારે ના માનવું હોય તો કાઈ નઈ"
"હમમમ !"(મનમાં હા હા ઠીક છે આપણું બનતું નથી પણ હે ભગવાન આને લઈને રિસ્ક નથી લેવું. કાલથી કરીશ પૂજા)
"તું શું કરતીતી ?"
"હું પ્લાનિંગ...કરતીતી !" રાધિકા રુદ્ર ના ઈરાદા જાણતા કહે છે.
"કેનું વળી ?"
"તમારા મર્ડરનું !"
"હમ્મ તો પછી કર્યું કે." હવે રુદ્રને પણ ખબર પડી ગઈ કે આજે તો આવ્યું મારુ."
"હા કર્યું પણ યાર...આમા ફાયદો નથી કાઈ !"
"કેમ વળી ?"
"તમને મારીને શુ મળશે?"
"હમ્મ પોઈન્ટ તો છે, હવે ?"
"હું તમને હેરાન કરીશ !"
"એ તો તું આમેય કરે છે એમ નવાઈ નથી"
"હા એ તો છે....તો હવે ?"
"શું હવે...શરમ કર રાધુ કોઈ ગર્લફ્રેન્ડ એવું વિચારે ?"
"હા તો કોઈ બોયફ્રેન્ડ આવી રીતે હેરાન કરે ?"
"મેં શુ કર્યું ?"
"મેં શું કર્યું. હે ભગવાન જોવો. જોવો આ માણસ આખો દિવસ બસ વ્યસ્ત વ્યસ્ત વ્યસ્ત તમને યાદ પણ છે કે હું છું તમારી લાઈફ માં હે ? બોલો બોલો !
"સોરીને બચ્ચા માફ કરી દે .જો કાન પકડું છું"
"જો તો ભગવાન કેવા ડાચાં બનાવે.."
"પ્લીઝ..."
"હા હવે"
"આઈ લવ યુ રાધુ..."
"આઈ લવ યુ too રુદ્ર ."
"હમ બોલ બીજું"
"તમે બોલો"
"તો તને કવ જ શુકામ કે તું બોલ એમ !"
"તમને ખબર હતી કે હું તમને જ કઈશ તો શુકામ પૂછો !"
"મજા આવે"
"એમ !"
"હકન"
"પાગલ.. અચ્છા બાબુ"
"હા રાધુ"
"તમારી ફેવરીટ એક્ટ્રેસ કોણ છે??"
"તું"
"ફેવરિટ ફૂડ !"
"તારા હાથે બનાવેલું બધું જ !"
"રીયલી"
"હા"
"ફેવરીટ પ્લેસ ?
"તારુ હદય"
"હે ભગવાન.... મતલબ હદ હેં...હદ હોય ફ્લર્ટની"
"રાધુ હદે તો મુલ્કોકી હોતી હૈ...મોહબ્બત કી નહીં..."
"હાય હાય....કોઈ મને જાપટ મારો કોઈ મારા પર પાણી નાખો. i cant believe this... તમે....રુદ્ર તમે ?

