STORYMIRROR

Bhumiba P. Gohil

Comedy Drama Romance

4  

Bhumiba P. Gohil

Comedy Drama Romance

પ્રીતથી પાનેતર સુધી - 6

પ્રીતથી પાનેતર સુધી - 6

3 mins
218

બીજા દિવસે રાધિકા ખુબજ ખુશ લાગી રહી હતી એ ફટાફટ કલાસ તરફ જતી હોય છે કે સામે રુદ્ર મળે છે રુદ્ર પણ આજે વિચારીને જ આવ્યો હોય છે કે આજે કહી જ દેવું છે !

ત્યાં જ એને રાધિકા મળી જાય ગઈ અને તે બોલ્યો, "રાધિકા....લેક્ચર પછી ફ્રી છે ? "

"હા કેમ ? "

"એક્ચ્યુલિ મને કામ છે સો લેક્ચર પછી મળશે ? "

"હા શ્યોર "

અને બંને કલાસમાં જાય છે...અને લેક્ચર પત્યા પછી રાધિકાની રાહ જોતો રુદ્ર પાર્કિંગમાં જાય છે ત્યાં શિવનો કોલ આવે છે અને રુદ્ર એને બધું સેટ કરવા કહે છે. ત્યાં જ રાધિકા આવી જાય છે અને કહે છે.

"રુદ્ર બોલ શું કામ હતું ? "

"અહીંયા નહીં રાધુ આપણે નજીક ના કોફી શોપ જઈએ ? "

રાધિકા તો રુદ્ર ના મોઢે પોતાનું નામ રાધુ સાંભળીને ખુબજ ખુશ થાય છે અને હા કહે છે. અને રુદ્ર તેને પોતાની બાઈક પર બેસવા કહે છે રાધિકા તો જાણે સ્વપનમાં હોય એવું લાગે છે એને અને તે શરમાતા રુદ્ર ના ખભે હાથ રાખીને પાછળ બેસે છે અને રુદ્ર તો જાણે સાતમા આસમાનમાં હોય એમ ખુબજ ખુશ થાય છે અને બંને કોફી શોપ પહોંચે છે.

ત્યાં જતા જ રાધિકાની આંખો જાણે કોઈ સ્વપ્ન હોય એમ ખુલ્લી જ રહી જાય છે આખું કેફે રંગબેરંગી ફૂલોથી સજાવેલું હોય છે સામે ટેબલ પર હાર્ટશેપની કેક છે અને સ્ટેજ પર પ્રોગ્રામ ચાલુ છે, જેમાં એના અને રુદ્ર ના પહેલી મુલાકાતથી લઈને અત્યાર સુધીના બધા જ દ્રશ્યો આવે છે અને આ બધું જોઈને રાધિકાની આંખોમાં આંસુ આવી જાય છે આ જોઈ રુદ્ર એના પાસે આવે છે અને બેકગ્રાઉન્ડમાં સોન્ગ ચાલુ થાય છે.

શાયદ કભી ના કેહ સકુ મેં તુમકો....

કહે બીના સમજ લો તુમ શાયદ.....

શાયદ મેરે ખયાલ મેં તુમ એક દિન....

મીલો મુજે કહીંપે ગુમ શાયદ....

જો તુમ ના હો...રહેંગે હમ નહીં....

જો તુમ ના હો...તો હમ ભી હમ નહીં....

ના ચાહિયે કુછ તુમસે જ્યાદા તુમસે કમ નહીં....

જો તુમ ના હો...તો હમ ભી હમ નહીં....

ના ચાહિયે કુછ તુમસે જ્યાદા તુમસે કમ નહીં....

રાધિકા બસ આંખમાં આંસુ સાથે જોઈ રહે છે અને રુદ્ર ઘૂંટણ પર બેસી રાધિકાનો હાથ પકડે છે અને બોલે છે.

"રાધિકા જ્યારે તને પહેલી વાર જોઈ ત્યારે જ હું તારી સ્માઈલ પર મારુ દિલ હારી બેઠો હતો. તારા સાથે જીવવું એ મારું સપનું છે હું તને ખુબજ ચાહું છું રાધુ શું મારા તારી સાથે જીવવાના એ સપનાને સાકાર કરવા મારી પાર્ટનર બનીશ.... આઈ લવ યુ સો મચ રાધિકા ડુ યુ ? !.... "

"રાધિકાની આંખમાંથી આંસુઓની ધાર થાય છે અને તે રડતા રડતા હા કહે છે "

"આ સાંભળીને રુદ્ર ને તો જાણે દુનિયા મળી ગઈ હોય એટલો ખુશ થાય છે અને રાધિકા ને પણ હંમેશા ખુશ રાખશે એવું પ્રોમિસ કરે છે. અને આ જોઈ કોફી શોપ માં બધા જ બંને ને તાળીઓ ના ગડગડાટથી વધાવી લે છે.અને બંને પોતાના નવા જીવનની શરૂઆતથી ખુશ થતા ઘરે જવા નીકળે છે "

સંધ્યાને રંગવા ઉતાવળો થયો છે...લાગે છે સૂરજ હવે ઢળવાનો થયો છે.


Rate this content
Log in

Similar gujarati story from Comedy