પ્રીતથી પાનેતર સુધી...ભાગ 11
પ્રીતથી પાનેતર સુધી...ભાગ 11
"શુ થયું શિવ?!!રુદ્ર નો કોલ કેમ ? મારા સાથે શું વાત કરવી છે ?શિવ મને કાઈ જ સમજાતું નથી શુ થયું છે ?શિવ બોલ..."
"શ્રુતિ, રુદ્રના પપ્પા એ એની સગાઈ એની મરજી વિરુદ્ધ નક્કી કરી છે, અને રુદ્ર કંઈ જ કરી શકે તેમ નથી એના પપ્પા બહુ જ પાવરફુલ છે, અને એના વિશે વાત કરવા જ મેં તને બોલાવી છે."
આ સાંભળી શ્રુતિ ને થોડું દુઃખ થાય છે એને લાગ્યું હતું કે શિવ એ પોતાને તેની લાગણીઓ જણાવવા બોલાવી છે, પણ એને વધારે દુઃખ એ વાતનું હોય છે કે રાધિકાનું શું થશે હવે.
"શિવ રુદ્ર જ નઈ રાધિકા પણ હવે રુદ્ર વગર નઈ રહી શકે તે રુદ્રને ખુબજ પ્રેમ કરે છે, એ આ સાંભળશે તો ખબર નઈ શું થશે એનું,શિવ ! હવે શું થશે રુદ્ર અને રાધિકાનું મને બહુ ટેન્શન થાય છે."
"ટેન્શન તો મને પણ છે શ્રુતિ, આપણે બંને સાક્ષી છીએ એમના પ્રેમના બંન ને તૂટતા કેમ જોઈ શકીએ. પણ આપણે કરી પણ શું શકીએ રુદ્રના પપ્પા સામે આપણી શુ વિસાત !"
"સાચી વાત છે,શિવ હવે તો ભગવાન જ બચાવી શકે એમના પ્રેમ સંબંધને " અને શ્રુતિ ને કોલ આવતા તે જતી રહે છે, પછી શિવ પણ પોતાના ઘર તરફ જાય છે.
આ તરફ રુદ્રની સગાઈનો દિવસ આવી જાય છે, અને બધા ખુબજ ખુશ હોય છે, આખું ઘર મહેમાનોથી ભરેલું હોય છે, આખું ગામ આવ્યું હોય છે સગાઈમાં. અને રુદ્ર ખુબજ દુઃખી હોય છે. કે એ રાધિકા સાથે ખોટું કરી રહ્યો છે એને પોતાનાથી ઘૃણા થવા લાગે છે, કે તેને રાધિકા સાથે વિશ્વાસ ઘાત કર્યો છે.
શ્રુતિ અને શિવ પાર્કમાં રુદ્રની સગાઈ વિશે વાત કરતા હતા, કે ત્યાં રાધિકા ત્યાં આવી ગઈ, અને બધું જ સાંભળી જાય છે. અને તેના હાથ માંથી પર્સ પડી ગયું,તેને ચક્કર આવવા લાગે છે. એ જોઈ શિવ અને શ્રુતિએ તેને સંભાળી. અને હિંમત રાખવા કહે છે પણ રાધિકા ખુબજ રડે છે, જાણે એનું બધું જ છીનવાઈ ગયું હોય એમ તે બહુ જ રડે છે.
"રુદ્ર તે મને પ્રોમિસ કર્યું તું મને રડાવીશ નઇ તે મને હંમેશા ખુશ રાખવાનું પ્રોમિસ કર્યુંતું રુદ્ર તે હંમેશા મારા સાથે રહેવાનું પ્રોમિસ કર્યુંતું રુદ્ર... તું મને છોડીના શકે રુદ્ર તું આવું ના કરી શકે. શિવ...શિવ.. કહી દે ને આ સાચું નથી કહી દેને શિવ મારો રુદ્ર આવશે મને લેવા બોલને શિવ" અને તેને જોઈ શિવ અને શ્રુતિની આંખોમાં પણ આંસુ આવી ગયા.
તેની હાલત પાગલ જેવી થઈ જાય છે અને આ તરફ પોતાના પિતાના માન અને મોભ સામે રુદ્ર એ સગાઈ કરવી પડે છે, પણ તે રુદ્ર માટે ખૂબ જ મુશ્કેલ હોય છે જે તેના માટે અસહ્ય હોય છે, એને પોતાની છાતી પર વજન લાગતા ત્યાંથી જતો રહે છે અને બહાર આવી ઉલટી કરી દે છે અને બેહોશ થઈ જાય છે
રાઘવેન્દ્ર એને શોધતો બહાર આવે છે અને રુદ્રને જોઈ તેના પાસે આવે છે અને રુદ્રને ઉઠાવીને અંદર લઇ જાય છે. અને કહે છે કે આજે સવારથી જ એની તબિયત ખરાબ હતી. એ સાંભળી પૃથ્વીપ્રતાપસિંહ તેને આરામ કરવા કહે છે અને રાઘવને તેના પાસે રહેવા કહી, પોતે બહાર જઈને મહેમાનોને સંભાળે છે.
ક્રમશ:

