પ્રીતથી પાનેતર સુધી - 15
પ્રીતથી પાનેતર સુધી - 15
આપણને ગમતી વ્યક્તિ દર વખતે આપણને ગમે એવું વર્તન જ કરે એ જરૂરી નથી..
આપણને ગમતી વ્યક્તિ જે કંઈ વર્તન કરે એ ગમે એ જ ખરો સંબંધ છે...!
રુદ્ર અને રાધિકા શિવ અને શ્રુતિ પાસે આવ્યા અને રુદ્ર એ શિવ ને કહ્યું.
"શિવ તે મારા માટે જે કર્યું છે હું એના માટે જીવનભર તારો ઋણી રહીશ... "
"સાલા એવું બોલી ને તું મને પરાયો કરે છે,જા નથી બોલવું તારા સાથે "
"હશે મારી જાન સોરી બસ નઈ કવ એવું "
લાગણીને કદી કાયદો હોય ?
વ્હાલનો તે વળી વાયદો હોય ??
માંગવું, તોલવું કાંઈ ન આવે એજ સંબંધ અલાયદો હોય...!!!
અને બંને ગળે મળ્યા આ જોઈ રાધિકા શ્રુતિ પાસે જઈને એનો હાથ પકડીને શિવ પાસે લાવી અને બોલી.
"શિવ અને શ્રુતિ તમે બંને એ જે અમારા માટે કર્યું છે એના માટે તમારા બને ને માટે એક ગિફ્ટ છે "
કહી તેને શિવના હાથ માં શ્રુતિ નો હાથ મૂકી દીધો.અને બોલી.
"શિવ હું મારી બેસ્ટ ફ્રેન્ડ શ્રુતિ તને ગિફ્ટ કરું છું અને શ્રુતિ તને હું શિવ ગિફ્ટ કરું છું."
શિવ શ્રુતિ અને રુદ્ર રાધિકા સામે જોઈ રહ્યા...
ત્યાં જ રાધિકા બોલી.
"હા શિવ મેં તમારા બન્નેની આંખોમાં એકબીજા માટે લાગણી જોઈ છે પણ તમે બંને મગનું નામ મરી પડતા નતા એટલેજ મારે પહેલ કરવી પડી. "
બે વ્યક્તિ વચ્ચેનો પ્રેમ
એટલે...
એક નો "શ્વાસ " બીજાનો
"અહેસાસ.... "
ત્યાં જ શ્રુતિ બોલી.
"રાધિકા એમ ન ચાલે આને કે' પેલા મને પ્રોપોઝ કરે"
"લે રાધિકા આ તો જો હું શુંકામ કરૂં એને કે કરે."
"ના હું નહીં કરું તું કર પે'લા "
"ના તું કર "
"ના તું !! "
"તું!! "
"તું!! "
બંને ને લડતાં જોઈ રુદ્ર એ રાધિકા ને પાછળથી હગ કરતા કહ્યું.
"રાધુ મેડ ફોર ઈચ અધર "
"હાં"
"રુદ્ર કંઈક કર નહીં તો આ બંને અહીંયા જ વિશ્વ યુદ્ધ કરશે "
ઓકે... અરે અરે શિવ શ્રુતિ શાંત....શિવ ચાલ તું પ્રોપોઝ કરી દે શું ફરક પડવાનો યાર તું કહે કે એ...
અને દરિયો હોય તો વિચારાય ,
આતો ઈશ્ક સાહેબ ડૂબી જવાય....
"ના રુદ્ર એ મારું કંઈ માનતી જ નથી જ્યારે જુઓ ત્યારે એટીટ્યુડ જ બતાવતી ફરે હું નઈ કરું. "
"હું અને એટીટ્યુડ ??!! "
"હા તું જ "
હા છે એટીટ્યુડ તો બતાવું અને બતાવીશ જે થાય તે કરી લે હું જાવ છું. "
અને શિવ હસતા હસતા શ્રુતિ નો હાથ પકડી પોતાની તરફ ખેંચતા બોલ્યો.
"અરે અરે શ્રુતિ તું તો રિસાય ગઈ,હશે સોરી બસ "
અને શિવ એ એને ગોળ ફેરવી પાછળથી હગ કરતા ગાવા લાગ્યો...
તેરી બાહોં કા ઘેરા...બડા મેહફુઝ લગે હૈ.....
બડી બેખૌફ જગહ હૈ યેહ.....ઓઓ...ઓઓ...
ઈનમે હી રેહના ચાહે તેરી પનાહે...
જબ તક હૈ જીના ચાહેંગે...ઓઓ..ઓઓ...
તેરે હો કે રહેંગે...ઓઓ..ઓઓ...
દિલ જીદ પે અડા હૈ...ઓઓ..ઓઓ...
તેરે હો કે રહેંગે..ઓઓ..ઓઓ......
આ સાંભળી શ્રુતિ શરમાઈને શિવને હગ કરે છે....
આ જોઈ રુદ્ર શિવ ની અદા માં બોલે છે સાલા મને રોમિયો કેતોતો તું તો પુરે પૂરો ઈમરાન હાશ્મી નીકળ્યો
શિવ:રુદ્ર શટઆપ અને તે શ્રુતિ ને વધારે ટાઈટલી હગ કરે છે...
આ જોઈ રાધિકા પણ રુદ્ર ને હગ કરે છે....
શ્રુતિ: "ઈટ્સઓકે શિવ પણ હું હજુ રિસાયેલી છું ચાલ મને પ્રોપોઝ કર "
"અચ્છા બાબા હું કરું બસ. "
અને તે શ્રુતિ નો હાથ પકડી ઘૂંટણ બેસતા બોલ્યો...
તારી અને મારી ભવોભવની પ્રીત
તારી અને મારી ભવોભવની પ્રીત
રુદ્ર રાધિકા:વાહ વાહ વાહ વાહ...
તું મારી ગરોળી અને હું તારી ભીંત .
શ્રુતિ: શિવવવવવવ.....
કેવા કેવા ઉદાહરણ
આપવા પડે છે હવે તો માની જા...અને ચારેય સાથે હસી પડ્યા....
શિવ શ્રુતિ ની આંખોમાં જોતા બોલ્યો..
બની ને ચા તારા..
હોઠ સુધી આવવાની ઈચ્છા છે..!!
એક-એક ઘુંટ ની સાથે,
તારી રુહ મા સમાવાની ઈચ્છા છે.
અને શ્રુતિ માની ગઈ....
અને ચારેય સાથે જ એક નવા જીવન ની શરૂઆત કરે છે.
જે અસંભવ હતું એ સંભવ બની ગયું, એક સ્વપ્ન આજે સંબંધ બની ગયું !

