પ્રીતથી પાનેતર સુધી -12
પ્રીતથી પાનેતર સુધી -12
પૃથ્વીપ્રતાપસિંહ રુદ્રને આરામ કરવા કહે છે અને રાઘવને તેના પાસે રહેવા કહી, અને પોતે બહાર જઈને મહેમાનો ને સંભાળે છે.
આ તરફ રાધિકા એ પણ રુદ્ર વિશે એવું જ માન્યું કે રુદ્ર એ એના માટે સ્ટેન્ડના લીધું અને ચૂપચાપ સગાઈ કરી લીધી મને જણાવ્યું પણ નહીં અને તે રુદ્ર ને જ દોશી સમજે છે.અને ત્યાં જ શ્રુતિ તેને મળવા આવી રાધિકા શ્રુતિ ના ખોળામાં માથું રાખીને ખૂબ રડી અને બોલી, "એક એક શ્વાસમાં રુદ્રની કમી વર્તાય છે શ્રુતિ એના સાથે વાત કર્યા વગર એક દિવસ ન'તો જતો આજે કેટલા દિવસ થઈ ગયા એને મારો વિચાર પણ નહીં આવ્યો હોય મને કહેવું પણ જરૂરી ના સમજ્યું તેણે જે રુદ્ર પર ફક્ત મારો અધિકાર હતો એ આજે કોઈ બીજાનો થઈ ગયો, એ કોઈની સામે પણ જોવે તો મને પ્રૉબ્લેમ હતી.અને આજે એ રુદ્રની હું કાંઈ જ નથી લાગતી મારા રુદ્ર ને આજે મારો કે'વાનો હક પણ છીનવાઈ ગયો શ્રુતિ બહુ તકલીફ થાય છે યાર"
શ્રુતિ આ રિલેશન પણ જબરું નહીં! સંબંધો જ્યારે તૂટે ને ત્યારે એની અસરની ખબર નથી પડતી પણ ધીરે ધીરે જ્યારે દરેક નાની નાની વાતો નો હક છોડવો પડેને ત્યારે ખબર પડે કે કંઈક બહુ કિંમતી વસ્તુ ખોઈ દીધી....
સવારે પહેલું ગુડ મોર્નિંગ કહેવાનો હક....
ગમે ત્યારે ફોન કરવાનો હક....
ગમે ત્યારે મળવાનો હક....
ગુસ્સો કરવાનો હક...
રીસાવા મનાવવા નો હક...
પહેલું બર્થ ડે વિશ કરવાનો હક....
આટલી મોટી દુનિયામાં ફક્ત એના હોવાનો હક...
આ બધું જ છોડતી વખતે જે તકલીફ થાય ને એમાં ના ચીસો પાડી શકાય ના વેદના સહી શકાય...
એટલું કહેતા તે ફરી ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
આ જોઈ શ્રુતિ પણ રડી પડી. પછી સ્વસ્થ થઈને રાધિકા બોલી શ્રુતિ હવે હું અહીંયા નહીં રહી શકું હું યુએસ જાવ છું હંમેશા માટે....
રાધિકા તને જેમ ગમે તેમ બસ હું સમજુ છું, નહીં રોકુ તને...કહી તે બન્ને એકબીજાને ગળે મળી છૂટા પડ્યા...
થોડા દિવસમાં જ રુદ્રના લગ્ન છે અને રાઘવેન્દ્રપ્રતાપ રુદ્ર પાસે જાય છે અને જોવે છે તો રુદ્ર ના રૂમમાં બધી જ ચીજ વસ્તુઓ આમ તેમ પડી છે અને રુદ્ર જમીન પર બેસી મોબાઈલમાં એના અને રાધિકાના ફોટોસ જોઈને રડી રહ્યો છે. એ જોઈ રાઘવનું હૃદય દ્રવી ઊઠે છે,એ રુદ્ર ની નજીક જઈને એના માથે હાથ ફેરવીને એની હાલત વિશે પૂછે છે.
"રુદ્ર આ શું હાલત કરી છે તે તારી,તારા લગ્ન છે 2 દિવસમાં અને તું....શુ થયું છે ભાઈ મને કંઈક વાતતો કર ! "
આ જોઈ રુદ્ર રાઘવના ખોળામાં માથું રાખી ખૂબ રડે છે રાઘવ તેને રડી લેવા દે છે જેવો રુદ્ર શાંત થાય તેને પાણી આપીને પૂછે છે
"શું વાત છે રુદ્ર શું થયું ?! તારી આ હાલત અને તે મને કંઈ કહ્યું પણ નહીં બોલ ભાઈ શું વાત છે??!!"
રુદ્ર ડુસકા સાથે બોલે છે.
ભાઈ...હું....આ...લગ્ન...નહીં... ભાઈ...હું રાધી...!!
અને એટલું કહી તે બેહોશ થઈ ગયો. અને રાઘવ તરત જ બૂમ પાડીને ઘરના બધા ને બોલાવ્યા, બધા આવીને જોવે છે તો રુદ્ર બેહોશ છે અને તેને ઘણું વાગ્યું પણ છે. દિવ્યાબા અને બા સાહેબ રડી પડે છે પ્રિયંકાબા બંને ને સંભાળે છે. અને રુદ્રને તરત જ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો.
સચ્ચાઈ જાણવા માટે રાઘવ રુદ્રના મોબાઈલમાંથી શિવ ને કોલ કર્યો. એ જાણે છે કે એના સવાલનો જવાબ ફક્ત શિવ જ આપી શકશે અને તેને શિવને કોલ કર્યો.

